________________
બુદ્ધ અને મહાવીર
શરૂઆતમાં જોયો હતો તે આથી વધારે સ્પષ્ટ થયો છે. વળી એમનાં દશર્નિક તમાં પણ એ એક બીજાથી સંપૂર્ણ રીતે જુદા છે. એક રચનાત્મક છે, બીજા વિવેચક છે,-એક પિતાના જ સ્વરૂપને વિસ્તારને અને મુક્તભાવે ચીતરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બીજા એને સંકેચવાને અને નિશ્ચિતભાવે વિચારવાનો પ્રયત્ન કરે છે.
પણું આપણું ધર્મ સંસ્થાપકની દાર્શનિક ભાવનાના આ ભેદ બતાવીને જ આપણે આ પ્રકરણ બંધ નહિ કરીએ, અથવા તો એ બે મહા પુરુષોમાં બીજા પણ મળી આવતા વધારે ભેદ ફરી વાર નહિ તપાસીએ. હવે તો આ સ્થળે, એ બે માં એક છે, કયા મત એ બેને સમાન છે એ જ તપાસીએ. બુદ્ધ અને મહાવીર એ બંને ક્રાઈસ્ટ પહેલાંના ઉત્કર્ષ જુગના માનસિક અને આધ્યાત્મિક નેતા હતા. એમણે બંનેએ સાધુ સંઘ સ્થાપ્યા છે, પિતા પોતાના ગુરુઓના ઉપદેશોને અને એમની બીજી જીવનચર્યાને આધારે એ બંને સાધુ સંઘે એ પુષ્કળ ધાર્મિક સાહિત્ય રચ્યું છે. એ સંધે અને એ સાહિત્ય આજ સુધી ચાલ્યાં આવે છે અને હજીયે પુરુષાર્થ આચરવાની શક્તિ ધરાવે છે. એ સાહિત્ય ઉપરથી એ બંને મહાપુરુષોને આપણે સ્પષ્ટ રૂપે જાણવાને ભાગ્યશાળી થયા છીએ. આપણને આનંદ થાય છે કે વેદમાં જ નહિ પણ પ્રાચીન ઇજિર્મન ધર્મમાં જડાએલો પ્રાચીન ભાવના-વિકાસ એ બે ઉપદેશકે એ જુદી જુદી દિશામાં સંપૂર્ણ રૂપે ખીલવ્યો છે. આપણે હજી સમસ્ત મનુષ્યવના ટુકડા કરી કુટુંબોમાં અને જાતિઓમાં જ ભરાઈ રહેવું જાણીએ છીએ અને તેથી એના જ વિકાસમાં બધાં પ્રકાશબિંદુ જોઈએ છીએ, તેથી આપણું ધર્મ સંસ્થાપકે આપણને જે ધર્મ આપ્યો છે તેનું મહત્તવ એના અસંખ્ય શિષ્યામાં જ રહ્યું છે અને હજી રહે છે, એટલું જ નહિ પણ પ્રાચીન છેડેજર્મન અને પ્રાચીન એશિયન આત્માના પ્રકાશ રૂપે પણ એનું મહત્વ આપણામાં જ રહ્યું છે ને રહે છે. પણ જે પ્રકાશ બિંદુઆપણને ભારતમુખ્યત્વે કરીને વેદ-બ્રાહ્મણ ધર્મો, બુદ્ધ ધર્મ અને જૈનધર્મ એ ત્રણ ધર્મ-આપ્યાં છે એ ગ્રીક-પેલેસ્ટાઇનની પ્રાચીનતાનાં પ્રકાશ બિંદુઓને, હેમરની પ્લેટોની કે એરિસ્ટોટલની, મોઝીઝની કે ક્રાઈસ્ટની ભાવનાઓનાં પ્રકાશ બિંદુએને કદી નહિ ઢાંકે એ વાત સાચી પણ છતાં એ નવા પ્રદેશ ઉપર પ્રકાશ પાડે છે, નવા રંગ ઉમેરે છે, સર્વસામાન્ય પ્રકાશને વધારે ઉજળો કરે છે અને આ જ પ્રકાશ આપણા આત્માને જોઈએ છે, એની જ જરૂર છે. પ્રાચીન એશિયન-યુરોપિયન પ્રકાર ઉપરાંત દૂર પ્રદેશના પ્રકાશકોને પણ સંસ્કૃતિ જગતના સ્મૃતિ ગ્રંથમાં સ્થાન છે જ, કારણ કે આપણા પ્રકાશને કહ્યું છે જે “મારા પિતાના ઘરમાં ઘણું ઓરડા છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com