________________
*
બુદ્ધ અને મહાવીર
પાંચ માયા છે, તેથી એને પાંચ ગામના અધિકાર સાંપે છે. ત્રીજાએ પેાતાના પૌડને રૂમાલમાં આંધી રાખ્યા છે તે તેથી કશું કમાયા નથી; ઉમરાવ એના એ પૌડ ખુચાવી લે છે તે પહેલા ચાકરને આપે છે. બાકીના ચાકરી સંબંધે કશું જણુાવ્યું જ નથી.
આમ ક્રાઇસ્ટમાં આપણને દૃષ્ટાન્તનું એકતાસૂચક કશું બંધન નજરે પડતું નથી. મુખ્યવે કરીને તેા પરીક્ષામાં મુકેલા માણસેની સંખ્યા જ અનિશ્ચિત છે. એક કથામાં ત્રણ કરતાં વધારે માણુસા છે, તેથી એમ લાગે જે એમણે પણ ણીને સાંપેલા માલ ખગાડી નાખ્યા છે એવા અર્થે નિકળે. માધીમાંને ત્રીજો માણસ પેાતાના ટેલ'ને દાટી મુકે છે તેથી એના કરતાં લ્યુકમાંના ત્રીજા માણુસની પોતાના પૌ'ડને સાચવવાની રીત ઉચા પ્રકારની છે, કારણ કે એ રૂમાલમાં બાંધી રાખે છે. પશુ આપણી ભારતની કથામાંની રક્ષિકાની રીત એથી યે સારી છે કારણુ કે એ પેાતાના ડાંગરના દાણાને લુગડે બાંધીને દાગીનાના ડખામાં મુકે છે. વળી માત્થીની કથાને અંતે ( ૨૫:૨૬ )' તેં જે મુક્યું નથી તે લે છે, અને તે જે વાવ્યું નથી તે લગે છે' એ શબ્દો પણ જોવા જેવા છે, કારણ કે એમાંના વિચારોની ભૂમિકામાં ખેડુતની ભાવના છે, અને તેથી ભારતના દૃષ્ટાન્તને પુરેપુરી અનુરૂપ છે; ક્રાઇસ્ટના દૃષ્ટાન્તના બાકીના બીજા બધા વિચારની ભૂમિકામાં વેપારીની ભાવના છે; કારણ કે એ દાણા વાવવાની કે લણવાની વાતે નથી કરહે, પણ પૌ’ડના વેપારની વાતા કરે છે.
આપણાં દૃષ્ટાન્તાની ભારતીય અને ક્રિશ્ચિયન રચના સબધે ચર્ચા કરતાં વિલ્હેલ્મ હિતમાન એના ઉપર જણાવેલા ગ્રંથમાં આ પ્રમાણે નિર્ણય આપે છે:
“ આ દૃષ્ટા તેની રચના ઉપરથી - સાહિત્યિક સબંધ વિષે એવું કહી શકાય જે ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં ભારતના લે। એ બાબતમાં ઘણું શીખ્યા હતા. ” હિંમાનના એવા મત છે જે આ દૃષ્ટાન્ત કાષ્ટ રીતે ભારતમાંથી પેલેસ્ટાઇનમાં ગયું હાવું જો એ અને ક્રસ્ટે એને ઉપાડી લીધું' હાવું જોઇએ. મે મારી પ્રસ્તાવનામાં જણાવી જ દીધુ છે જે મહાવીર અને ક્રાઇસ્ટ વચ્ચેની તરી આવતી આસમાનતા મને તે। ક્રાઇ ખીજી જ રીતે થઇ આવી જણાય છે. આધ્યાત્મિક અશક્તિ સ્પષ્ટ રૂપે તારવી દેખાડવાને સારૂં દરેક ઉપદેશક જીવનની પ્રત્યક્ષરૂપે દેખાતી શક્તિ અને અશક્તિ વધુ વી દેખાડે છે. આપણા દૃષ્ટાન્તમાં વિકસેલા જોયા એમ, કેવળ સ્વતંત્ર અને મનુષ્યજીવનમાં અનુઅવાએલા વિચાર તેને સરખી રીતે આવ્યા હૈાય અથવા તે! આપણે આગળ જોયું તેમ બે પ્રજા વચ્ચેના સાહિત્ય-સંબંધ કઇ રીતે ખલકુલ તુટી ગયા હોય તોય પૂર્વની રચનાને આધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com