________________
૪. અહિંસા અને દયા
આમ આપણી એ કથાને જે સારાંશ છે તે ગૃહસ્થાશ્રમી લોકેને ગૃહસ્થધર્મ શીખવવાને છે. અને જે આર્ય–અષ્ટાંગિક-માર્ગ વિષે આપણે આગળ બેસી ગયા છે તે સર્વસામાન્ય ધર્મ છે, એટલે કે તે તે સાધુને અને ગૃહસ્થને બંનેને સરખી રીતે લાગુ પડે છે. બંને સ્થળે અંદરને આત્મા તો એક જ છે; આ નવા વર્ગીકરણમાં પણ સમ્યફ શબ્દને ભાવ તો છે જ; માણસને પરસ્પરને સંબંબ સમ્યક એટલે યથાર્થ અને શુભ હોવો જોઈએ.
૪. અહિંસા અને દયા. ઉપર વર્ણવેલી કથાને અને તેમાંથી મળી આવતા કર્તવ્યધર્મને વિચાર્યા પછી, મહાવીર અને બુદ્ધ એ બે મહાપુરુષો વચ્ચેના ભેદને વળી પાછો આપણે હાથમાં લઈએ. એકમાં આપણે તપસ અર્થાત્ કાયકલેશ જોયું, બીજામાં સમ્યક અર્થાત યથાર્થ અને શુભ જોયું; એકમાં આપણે આત્મવિજય જોયો, બીજામાં આત્મભોગ જોયો; એકમાં આપણે સંકેચ અને લોકસમાજથી દૂર રહેવાની વૃત્તિ જોઈ, બીજામાં વિશાળતા અને લોકસમાજ પ્રત્યે મિત્રતાની વૃત્તિ જોઈ. એમનું વ્યક્તિ સંપૂર્ણ રીતે સમજી શકાય એટલા માટે હજી પણ એ દરેકની એક ભાવના વિચારીશું. મહાવીરે સદા સર્વદા વારંવાર અહિંસાની-કઈ પણ ઝવતા પ્રાણીને નહિ હણવાની-આજ્ઞા કરી છે. અહિંસાની-જીવ રક્ષણની ભાવના એ એમનો સુષ્ટ જગત, મનુષ્ય અને પ્રાણી સાથે ઉંચામાં ઉંચે સંબંધ છે. એથી ઉલટું બુદ્ધધર્મ ને પાયો એના આત્મગના આધારરૂપ દયા અને સહાનુભૂતિ ઉપર છે. બંને ધર્મના મૂળરૂપે આ એમની પિતપતાની ભાવના સ્પષ્ટ રહેલી છે; મહાવીરની આગળ બુધે આ જે પગલું ભર્યું તેની એમના ઉપર સ્પષ્ટ છાપ પડે છે.
અહિંસા અને દયાની ભાવના ભારતના આ બંને ધર્મદર્શનમાં બહુ ઉંડે સુધી છપાયેલી છે અને આપણે હવે એ છાપ વિષે તપાસ કરીશું.
તુ હિંસા કરતો ન” એ સ્વાભાવિક રીતે જ ભારતમાં બહુ પ્રાચીન કાળથી એક મહાજ્ઞા ગણતી આવી છે. પણ અદ્વૈતવાદ સ્થપાતાં અને પુનર્જન્મનો સિદ્ધાન્ત ઉમે થતાં જ પરિણામ એ આવ્યું કે એ આજ્ઞા ધીરે ધીરે એમ વિકાસ પામી કે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ પાપ છે, કારણ કે પ્રાણુઓ પણ પુનર્જન્મ પામે છે અને એ જાતિમાં માણસને આત્મા પણ અવતરે છે. બ્રાહ્મણધર્મમાં, યજ્ઞમાં પશુ હેમવાની ક્રિયાઓ કરીને યજ્ઞપશુની હિંસા પવિત્ર થતી મનાતી, પણ દેવની પૂજાને માટે થતી આ ક્રિયા પણ ધીરે ધીરે અકાય મનાતી ચાલી અને જેમાં એક બાજુએથી બ્રાહ્મણુધર્મને સર્વસામાન્ય પ્રભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com