________________
બુદ્ધ અને મહાવીર
સંતાએ જ પિતાનાં માતાપિતાની સેવા કરવાની છે એમ નહિ,
પણ વળી માતાપિતાએ પણ પોતાનાં સંતાનોની; શિષ્યોએ જ પોતાના ગુરુઓની એમ નહિ,
પણું વળી ગુરુઓએ પણ પોતાના શિષ્યોની; પતિએ જ પિતાની પત્નીની એમ નહિ,
પણ વળી પત્નીએ પણ પિતાના પતિની; માણસે પિતાના મિત્રોની એમ નહિ,
પણ વળી મિત્રોએ પણ એ માણસની; શેઠોએ જ પિતાના સેવકોની એમ નહિ,
પણ વળી સેવકોએ પણ પિતાના શેઠની; ગૃહસ્થાએ જ સાધુઓની એમ નહિ,
પણ વળી સાધુઓએ પણ ગૃહસ્થની. અને આમ તારવી કાઢેલી બેવડી આજ્ઞાઓમાંની દરેકને પછીથી બુધે-યાદ રાખવામાં અને સમાજમાં ઉતારવામાં ઠીક પડે એટલા માટે ઉપમા રૂપે-પાછી પાંચ પાંચ ગણી વધારી અને તેથી એકંદરે છ ગણી દશ આજ્ઞાએ કર્તવ્ય સંબંધે થઈ. ઉદારણ રૂપે એમાંની પહેલી દશ આપણે લેઈએઃ
મા બાપોએ પોતાનાં સંતાનને ૧ પાપકર્મમાંથી વારવાં, ૨ પુણ્ય કર્મ તરફ વાળવાં, ૩ ભણાવવાં, ૪ પરણાવવાં, (અને). ૫ વારસો આપવો જોઈએ. અને સંતાનેાએ એટલા માટે વિચારવું જોઈએ જે ૬ જેમણે મને પિષ્યો છે એમને હું પિષીશ, ૬ જેઓ મારે આધારે છે તેમના પ્રત્યે હું મારું કુટુંબકર્તવ્ય બજાવીશ, ૮ મા બાપના ધનનું હું રક્ષણ કરીશ, ૯ એમના વારસાને હું યોગ્ય થઈશ, (અને ) ૧૦ જ્યારે એ જશે ત્યારે હું એમને સ્મરણમાં રાખી પૂછશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com