________________
૨૦
બુદ્ધ અને મહાવીર
પરવાથી જ સંતેષ પકડે છે; બીજે જ્ઞાની લોકસમાજમાં સંચરે છે અને ઉપદેશ તથા દૃષ્ટાન્ત વડે બધાની આત્મશુદ્ધિને માટે પ્રયત્ન કરે છે. હવે મહાવીરને પણ મઠવાસી-પ્રત્યેક બુદ્ધની સંજ્ઞા તો ના જ આપી શકાય; કારણ કે એ પણ લોકસમાજમાં વિહરતા હતા, બુદ્ધની પેઠે એમને પણ અનેક શિષ્ય હતા અને એમણે પણ સંધ સ્થાપ્યો હતો. અને એ સંધ સદા વિસ્તરતો રહ્યો હતો. ને જે કે એ ભારતની સીમા બહાર વિસ્તર્યો નથી; તે પણ ભારતમાં તો એ આજ સુધી જીવતો રહ્યો છે. એટલે જેમને આપણે પ્રત્યેક બુદ્ધ કહી શકીએ એ વર્ગમાં તે મહાવીરને ના જ મુકી શકાય. જે જ્ઞાની વાસ્તવિક રીતે પિતાના જ આત્માને માટે જીવે, જે કંઈ જ ઉપદેશ આપે નહિ, જે કોઈને શિષ્ય કરે નહિ, જે કેઈ સંપ્રદાય સ્થાપે નહિ, જે કઈ સંપ્રદાયમાં પ્રવેશે પણ નહિ, જે સંસારમાં ચાલતા સંપ્રદાયમાંથી શીખીને નહિ, પણ પોતાના અનુભવોથી ઘડાઈને નિર્ણય બાંધે અને જે માત્ર તપસ્વી જીવન ગાળે એને જ પ્રત્યેક બુદ્ધ કહી શકાય. બેશક, આ રીતે મહાવીરને પ્રત્યેકબુદ્ધથી ઉંચે સ્થાને મુકી શકાય, અર્થાત જે વર્ગના પુરુષો પિતાના આત્માને માટે વધારે ચિંતા કરે છે અને વળી જેમના શિષ્યો આવી રીતે આત્મોદ્ધારને માટે જ પુરુષાર્થ કરે છે એ વર્ગમાં એમને મુકી શકાય. એવી રીતે પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ એ બેની વચ્ચેની શ્રેણી ઉપર મહાવીર હતા. એ સંકુચિત પ્રકૃતિના હતા, બુદ્ધ વિશાળ પ્રકૃતિના હતા. મહાવીર લોકસમાજમાં ભળવાથી દૂર રહેતા, બુદ્ધ લોકસમાજની સેવા કરતા. આ ભેદ કંઇક અંશે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પિતના શિષ્યો જ્યારે પ્રસંગોપાત બુદ્ધને જમવા નેતરતા ત્યારે તે જતા, પણ મહાવીર તો એમ માનતા જે સમાજજીવન સાથે સાધુને આવો સંબંધ ના ઘટે. પણ કંઈક અંશે આ ભેદ એ ઉપરથી યે વધારે સ્પષ્ટ થાય છે કે બુદ્ધ વિહાર કરતાં કરતાં જેની તેની સાથે વાત કરતા અને પિતાના જીવનવિચારે અને જીવનઆચારોમાં ફેરફાર થતાં લોકને ઉપદેશ આપવાના અને તેમને ઉંચે લેવાના ભાવમાં પણ એ ફેરફાર કરી લેતા. માણસોથી દૂર રહેવાની વૃત્તિને કારણે તપસ્વી મહાવીરે સર્વજનના આત્માના ઉદ્ધાર માટે આવું કંઈ ના કર્યું હોત. આધ્યાત્મિક ઉપદેશ કરવાને માટે અને શિક્ષા આપવાને માટે જાણી બુઝીને કેઈ મનુષ્યને એમણે બોલાવ્યો હોય એવું જણાઈ આવતું નથી, અને જયારે કોઈ માણસ પોતાની મેળે ધાર્મિક ચર્ચા કરવાને માટે એમની પાસે આવતો, ત્યારે એની વિચારણું સમજવાની એ ભાગ્યે જ પરવા કરતા, પણ માત્ર પિતાના મન્તવ્યના કઠણ સિદ્ધાન્ત પ્રમાણે આકરો ઉત્તર દઈ દેતા,
આ વિષયોમાં બુદ્ધ કેવી પ્રણાલી પ્રહણ કરતા એ એમના સંબંધેની અનેક કથાઓથી જણાઈ આવે છે. એમાંથી એક કથા અહીં આપું છું. એ કથાનું નામ શુગાલ-શિક્ષા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com