Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 33
________________ ૫. સિદ્ધિ અને નિર્વાણ પણ વળી આપણે પાછા મહાવીર તરફ વળીએ અને એ મોક્ષનો અથવા સિદ્ધિન અંતિમ ઉદેશ શો માને છે એ પુછીએ. મહાવીર અલૌકિક પુરુષ હતા, એમના જ જેવો બીજો કોઈ પુરુષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિષે, એમની તપશ્ચર્યા વિષે, સાધુ જીવનમાં એમના દુખસહન વિષે, એમના પુરુષાર્થ વિષે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ સંબંધે તે આપણે આગળ બેલી ગયા છીએ; વળી ચાલતાં ચાલતાં આપણે એ પણ જઈ ગયા છીએ કે માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાન્ત એ છે, એકંદરે અત્યાર સુધી આપણને એ તપસ્વીના આદર્શ રૂપે જ દેખાયા છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું: એ મહાન વિચારક હતા, વિચારમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિધાએમાં એ પારગત હતા, પોતાની તપસ્યાને બળે એ વધાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્વની અંદર ગોઠવી કાઢી હતી, એમણે આપણને તરવવિદ્યા (Ontology ) આપી છે અને તેમાં સૌ ત – પાંચ દ્રવ્યોમાં (ધર્માસ્તિકાયસારું, પુષ્ય, das gute, અધર્માસ્તિકાય ખરાબ, પાપ das Bose, આકાશાસ્તિકાય આકાશ, જીવાસ્તિકાયજીવ અને પુદગલાસ્તિકાય જડ દ્રવ્ય ) ગોઠવી દીધાં છે–ત્યાર પછી વિશ્વવિદ્યા (Kosmology) આપે છે; એમને મતે વિશ્વ વશમાળમાં કે પ્રદેશમાં સમાઈ રહેલું છે, તેમાં સૌથી નીચે ભયંકર નરક છે. એની ઉપર બીજા અનેક નરક આવેલાં છે. એમના ઉપર આપણું જગત આવે છે, એની ઉપર નક્ષત્રતારાએ ભરેલો પ્રદેશ આવે છે અને એના બાર ભાગ પડેલા છે અને એટલા જ વર્ગમાં વહેચાએલા દેવલોક એ પ્રદેશમાં વસે છે. ત્યાર પછી જીવવિદ્યા (Biology), એમાં સમસ્ત જીવોને – દશ્ય છે અને અદશ્ય જીવોને (જેની અંદર-નરવાસીઓ, ભૂતપ્રેત અને દેવલોક પણ આવી જાય છે),વીશ પ્રકારના છવગણ (આમાં પંચેન્દ્રિય ઉપાંત ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, ધીન્દ્રિય અને એકેન્દ્રિય એ મુખ્ય છે) સમાવેશ થાય છે,–ત્યાર પછી માનસશાસ્ત્ર (Psychology), એમાં આત્માના ચેતન્યની જુદી જુદી દશાઓનું વગીકરણ કરેલું છે. ટુંકામાં કહીએ તે મહાવીરે એમના સમયમાં જે વિદ્યાઓ વર્તમાન હતી તે સૌને ઉપયોગ કરીને એમણે પિતાની વિચારમાળા ગોઠવી છે, તે ઉપરાંત ઘણું વિષયમાં સ્પષ્ટતાસૂચક અને નિર્ણયાત્મક વિચારો પણ એમણે આપ્યા છે; ઉદાહરણ લેઈએ તો તેમના સમયના અમુક બનાવો સંબંધે, અમુક ગરમ પાણીના ઝરા સંબંધે અને એવા બીજા વિષયો સંબંધે પણ એમણે લખ્યું છે. એમાં વિદ્યા અને અભિપ્રાયનું, અવલેહન અને અનુમાનનું મિશ્રણ આપણા જોવામાં આવે છે, પણ સાધુજીવનને અને ખાસ કરીને તપાવી જીવનને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58