Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 39
________________ ૬. સમુત્પાદ દ્વાદશનિદાનમાલા ૩૯ બદલે મુક્તલોક પવિત્ર નૈતિક ભાવનાને વધારે સારી રીતે પષત. પશુ આનાથી કેવળ સ્વતંત્ર રીતે, અંતિમ જીવનહેતુ સંબંધે અમુક વિચારોને વિકસાવવા અને આધ્યાત્મિક પ્રકાશ રૂપે એમને ધર્મભાવે સ્વીકારવા તથા ઉપદેશવા એ બુદ્ધને ઠીક નહિ લાગેલું. તે સમયના આધ્યાત્મિક વિચારે અમુક ભાવનાની અપેક્ષા રાખતા, પણ એ ભાવનાને બુદ્ધ સ્વીકારી શક્યા નહિ અથવા તો તેનાથી એમને મતભેદ હતા અને તેથી અહીં જ એમનામાં ઉણપ આવી. પુનર્જન્મ, સ્વર્ગલોક, નરકોક વગેરે ઉપરાંત તે સમયે નિર્વાણ વિષે એવી પણ આધ્યાત્મિક ભાવના પ્રચલિત હતી જે આત્મા-જીવાત્મા-પરમાત્મામાં મળી જાય છે. વ્યક્તિગત આત્મા નિખિલ માં-બ્રહ્મમાં-પવિત્રમાં પાછો જઈ મળે છે. આ જે નિત્ય નિખિલમાંથી અમુક સમયને માટે એણે વ્યક્તિગત સ્વરૂપ ધારણ કર્યું હતું તે તેમાં પાછા મળી અનંત શાન્તિ અને પવિત્ર વિરામ પ્રાપ્ત કરે છે. કંઇક આ ભાવે નિર્વાણને સ્વીકારવું એ આપણું બુદ્ધને અશક્ય લાગ્યું, કારણ કે વેદમાંથી ઉત્પન્ન થએલી અને તે સમય સુધી ચાલી આવતી ભાવનામાં-અદ્વૈતવાદની બ્રાહ્મણ ભાવનામાં બીજા સાધુઓ જેવી એમને શ્રદ્ધા નહતી. એમની નજર આગળ તે ભવનું દુઃખ એવે પ્રચંડરૂપે તરી રહ્યું હતું, જગતમાં માત્ર સંસારને જ એ દઢભાવે એ જોઈ રહ્યા હતા જે મુક્તાત્માઓને પાછી મળી જવા યોગ્ય સૌની નીચેની આધારભૂત ભૂમિકાને-સર્વોત્કૃષ્ટ બ્રહ્મને–એ જોઈ શકયા નહિ. બુદ્ધની ધાર્મિક નૂતનતામાં પ્રાચીન ભારતની ભાવના સાથે બીજે એક સ્થળે પણ મેળ નહતો ખાતે; એ નૂતનતા બ્રાહ્મણધર્મમાંથી ઉત્પન્ન થએલી નહિ તેથી એના ઉપર વેદની, આધ્યાત્મિક ભાવનામાં યુવાન એવી પ્રજાના કાવ્યની અસર થઈ શકી નહિ. આધ્યાત્મિક ભાવમાં અને તેને અનુસરીને નિર્વાણની ભાવનામાં બુદ્ધની નૂતનતા જોડાઈ નહિ. એ નૂતનતાએ ભારત નવું અને સાથે સાથે જ પુરાણું બની ગયું, અને થયું એમ જે નિર્વાણ સંબંધે પ્રશ્નો પુછાતાં મહાવીર કંઈક નવાં વિચાર આપે, પણ બુદ્ધ તો ચુપ જ રહે ૬. સમુપાદ દ્વાદશ-નિદાનમાલા. આમ સંસારદુઃખે અને માત્ર સંસારદુ:ખે જ આપણા બુદ્ધને પ્રેર્યા હતા; એથી એમણે તપની અંતિમ સીમા ઉપરથી ખશીને સાધુજીવનને માટે સુંદર મધ્યમ માર્ગ શોધી કાઢયે, અને આ વિકાસની વિચારમાળામાં એમણે ચાર આર્ય સત્યનું દર્શન યોજી કાવ્યું અને એને અનુસરીને સર્વ દુઃખોને ઉત્પાદ-મૂળ તૃષ્ણામાં–જીવનતૃષ્ણામાં છે અને એ સવ દુઃખોનો નિરોધ એમણે આઠ પ્રકારે શુદ્ધ થતા જીવનમાં માન્યો તેથી શુદ્ધ જીવનની જરૂર રીઆત માટેની જે ભૂમિકા તે, પેલાં ચાર આર્ય સત્ય ઉપર આવી ઠરી. આપણે આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58