________________
બુદ્ધ અને મહાવીર
એડનબર્ગના અનુવાદમાંથી ફરી ઉતારે કરું છું –એક સમયે તથાગત સંબીમાં આવેલા સિંપાવનમાં ઉતર્યા હતા, અને તથાગત સિંપાનાં થોડાંક પાંદડાં પિતાના હાથમાં લીધાં અને પિતાના શિષ્યોને પૂછ્યું: “હે શિષ્યો, બેલો જોઈએ; કયાં પાંદડાં વધારે છે, આ મેં મારા હાથમાં જે લીધાં છે તે કે હજી એ સિંસપાવન ઉપર છે તે ?'– જે પાંદડાં તથાગતે પિતાના હાથમાં લીધાં છે તે થોડાં છે, ભગવાન; અને સિંસ પાવન ઉપર છે તે તે એથી ઘણું વધારે છે. તેવી જ રીતે, હે શિષ્યો, હું જે જાણું છું ને મેં તમને જણાવ્યું નથી તે, મેં જે તમને જણાવ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. અને તે શિષ્યો, મેં તમને શા માટે નથી જણાવ્યું? કારણ કે હે શિષ્યો, એથી તમને કંઇ જ લાભ નથી, કારણ કે એથી તમારા જીવનમાં પવિત્રતા આવવાની નથી, કારણ કે એથી ભૌતિકને ત્યાગ, પાપનો પરિત્યાગ, અનિત્યની વિરતિ, શાન્તિ, જ્ઞાન, પ્રકાશ, નિર્વાણ પ્રાપ્ત થનાર નથી: અને હે શિષ્યો, મેં તમને શું જણાવ્યું છે? હે શિષ્યો, દુઃખ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, દુત્પાદ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, દુઃખનિરોધ શું છે તે મેં તમને જણાવ્યું છે; હે શિષ્ય, (દુઃખનિરાધ-) માર્ગ શું છે તે મેં તમને જણાવ્યું છે.' ' બધે આ બધા વિષયોમાં કેવી રીતે સંકોચ રાખ્યો તે આપણે જોયું. હવે આપણે એ પણ જોઈએ જે ય વિષયો ઉપરાંત એમણે બીજા કયા વિષયો ઉપર ધ્યાન આપ્યું છે અને એમાં બીજા વિચાર સાથે ક્યાં ક્યાં એ મળતા આવ્યા છે ને એમનાથી ક્યાં કયાં જુદા પડ્યા છે. એમના સમયે ભારતવર્ષમાં પારલૌકિક વિષયો સંબંધે અનેક મત હતા; અને એ વિષયો તે મુખ્યત્વે કરીને આ હતાઃ પુનર્જન્મ, સ્વર્ગલોક, નકલોક અને તેમાં વસનારા આત્માઓ, દેવાધિદેવ ઇંદ્ર અને જગપિતા બ્રહ્મન, ભૂતપ્રેત, વાસ્તવિક જીવો ઉપરાંત પૃથ્વી ઉપર અને વાતાવરણમાં વસતાં લોકકલ્પિત બધા પ્રકારનાં સારાં અને ભંડાં સ. બુદ્ધના સમયે આ બધા વિષાએ અમુક પ્રકારનું દઢ સ્વરૂપ ધારણ કર્યું હતું. વળી એવી પણ કેટલીક ભાવનાઓ તે સમયે પ્રવર્તતી હતી જે જીવનને સારા તરફ વાળતી અને ભંડાથી દર રહેવા વારતી મનાતી અને તેથી તેમણે નૈતિક સ્વરૂપ ધારણ કર્યું હતું. અને મહાવીરની અને તે સમયના બીજા વિચારકોની પેઠે બુદ્ધે પણ નૈતિક સ્વરૂપે આ ભાવનાઓમાંથી પોતાની વિચારસૃષ્ટિ યોજી કાઢી છે. આમ બુદ્દે એ ભાવનાઓ સંબંધે-ખાસ કરીને નિર્વાણ સંબંધે પિતાના વિચારો બાંધ્યા છે, પણ તે એના ઉપર વિવેચન કરવાની નહિ પણ ગ્રહણ કરવાની વૃત્તિએ, મહાવીરની પેઠે રચનાત્મક વૃત્તિએ નહિ પણ મુખ્યત્વે કરીને જીવનને સાચે માર્ગ આપે અને ઉપયોગી થઈ પડે એટલે કે નૈતિક દષ્ટિએ એ વિચારે બાંધ્યા છે. નિર્વાણ સંબંધના વિચાર પણ એમની આ ભાવનામાં ઉપયોગી થઈ પડત, લોકપ્રચલિત દેવલોકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com