________________
૩૨
બુદ્ધ અને મહાવીર સમતા અને એકીકરણમાંથી આપણે તો એટલું જ તારવી કાઢવાનું છે જે મા વિચારકે કયી ભાવનાને મધ્યબિંદુએ રાખી છે, અને એ મધ્યબિંદુની ચારે કેરના વર્તુળમાં કયી કયી ભાવનાઓ ક્યાં ક્યાં મુકી છે. બુદ્ધ અનિત્યતાને અથવા તે કર્મને નહિ પણ દુઃખને મધ્યબિંદુએ મુક્યું છે. આમ એમણે પોતાની વિચારમાળામાં દુઃખને જ શા માટે મેરુસ્થાને મુક્યું છે? એમને દુઃખ ખમવું પડયું હતું એટલા માટે ? ના ના, એટલા માટે જરાયે નહિ. પિતાને દુઃખે નહિ પણ સંસાર દુઃખે એ કપી ઉઠયા હતા. કારણ કે એ દુઃખ એમણે પિતાની આંખે જોયું હતું અને બુદ્ધિએ સમજવાના પ્રયત્ન કર્યા હતા, એટલું જ નહિ પણ હૃદયથી અનુભવ્યું હતું–એટલા માટે કે એમના અત્મામાં સહાનુભૂતિ ઉત્પન્ન થઈ હતી. અવલોકન કરતાં કરતાં એ સાધુપુરુષ અનિ. ત્યતાને વિષે દુઃખ જેવા લાગ્યા અને ભારત–પદ્ધતિએ સાર ખેંચીને એમાં લીન થઈ ગએલા એ સાધુપુરુષે, મહાવીરની પેઠે, કર્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે, પણ સર્વના દુઃખમાં સહાનુભૂતિ હોવી જોઈએ એવી લાગણીવાળા એ સાધુએ સંસારદુઃખને સૌથી મોખરે મુકયું.
આમ ભારતના સાધુઓમાં અને વિચારમાં બુદ્ધ આ પ્રમાણે મોખરે તરી આવે છે? એ એકલા જ ઉપયુક્ત બુદ્ધિ સાથે શુદ્ધ હૃદયને ગાંઠે છે, સંસારના કહ્યુડાને માત્ર જ્ઞાનને માટે જ નહિ પણ દયાને કારણે હાથમાં લે છે. એમની ઈચ્છા માત્ર ઉપદેશ આપવાની જ નહિ પણ એમ કરીને રસ્તો કાઢી આપવાની ને ઉદ્ધાર કરવાની છે, વૈધ સૌના રોગ મટાડવા નિકળે છે તે જ રીતે સહાનુભૂતિને કારણે જગતમાંનાં દુઃખ ટાળવાને એ નિકળે છે; અને આ પ્રયત્નોમાં માણસ જાતના પરિત્રાતા રૂપે સૌથી મોખરે એ આપણી સામે તરી આવે છે.
૫. સિદ્ધિ અને નિર્વાણ
- બુદ્ધ અને એમના સમય ઉપર નજર કરતાં એ મહાપુરુષના સમસ્ત વ્યક્તિત્વમાંથી બીજી અનેક વસ્તુઓ ઉપરાંત છેવટની વસ્તુઓના સંબંધમાં એમનો મુખ્ય સિદ્ધાન્ત, જેને આપણે Eschatology માં (મરણ વગેરે છેવટની વસ્તુઓ ઉપર વિચાર કરનાર દર્શનમાં) મુકી શકીએ એના સંબંધનો સિદ્ધાન્ત, તરી આવે છે. એના સંબંધને કારણે અહીં આપણે એ વિષે વિચાર કરીશું, કારણ કે એ સિદ્ધાન્તથી આગળ વધીને આપણે વિચાર કર્યા છતાં એને આપણે પાછળ રાખ્યો હતો. એ વિચાર તે નિવણ અને આપણી સમજ પ્રમાણેના એના અર્થ સંબંધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com