________________
૩૦
બુદ્ધ અને મહાવીર
જ્યારે એમને મળ્યા, ત્યારે પ્રથમ તો એમનો ઉપદેશ સાંભળવાની ઇચ્છા એમણે ના કરી. પણ એ એમના એક વખતના તપશ્ચર્યાના સાથી હતા, અને એટલા માટે જે જ્ઞાન એમણે પોતે પ્રાપ્ત કર્યું હતું, અને આમ આખરે પ્રાપ્ત કરેલું એ જ્ઞાન મહાસત્ય સ્વરૂપ છે એવી એમને ખાત્રી થઈ હતી તથા જે જ્ઞાન એમના આત્મામાં ઉતરી ગયું હતું તે મહાજ્ઞાનનો ઉપદેશ દેવાને સૌથી પ્રથમ એ પાંચ સાથીઓ પાસે ગયા હતા. એ સાથીઓએ બુદ્ધને સંસારમાં પડવાને ઉપદેશ કર્યો ત્યારે એમણે એમને સૌથી પ્રથમ તપ અને સંસારેગ એ બેની વચ્ચેના પિતાના માર્ગનો-સમ્યક્ના જે આઠ માર્ગ વિષે આપણે આગળ બોલી ગયા છીએ ?
એ આઠ માર્ગન-ઉપદેશ આપ્યો; અને ત્યાર પછી સંસાર દુ:ખનાં ચાર સત્યો વિષે ઉપદેશ આપ્યો. આમાંનું પહેલું સત્ય તે ખુદ દુઃખ છે, બીજી સત્ય તે એ દુઃખનું કારણ છે, ત્રીજું સત્ય તે દુઃખનું નિવારણ છે અને એવું સત્ય. તે એ દુઃખનું નિવારણ કરવાને જે માર્ગ તે છે. એમ એ ચાર માર્ગ સૂચક શબ્દો છે અને એમાંથી ચાર માર્ગ સૂચક સૂર વિકાસે છે.
૧. દુઃખ એટલે કે સંસાર દુઃખ.. - ૨. દુઃખત્પાદ એટલે કે દુઃખનું કારણ
૩. દુ:ખ નિરોધ એટલે કે દુ:ખનું નિવારણ અને, . ૪. (દુઃખ નિધ) માર્ગ એટલે કે (એ દુઃખનું નિવારણ કરવાને) માર્ગ.
ચેથા શબ્દમાંથી અનુમાનને વિકાસ આપીને માર્ગ સંબંધેના ઉપદેશ ઉપર બુદ્ધ આવે છે, એટલે કે સમ્યના અષ્ટ માર્ગ ઉપર આવીને કરે છે અને એમના ધર્મનું સાચું. અને એક માત્ર અનુષ્ઠાન ત્યાં જ છે. -
ત્યાં સુધી તો બુદ્ધની વિચારગી સરળ અને સમજાય એવી છે. સમ્યના નામથી ઉપદેશાએલા. આદમય જીવનના સિદ્ધાન્તની જે ભૂમિકા-આપણે કહી શકીએ કે સિદ્ધાતમય ભૂમિકા–તેને આધાર સંસાર દુઃખના આ ચતુવિધ સિદ્ધાન્ત ઉપર રચાએલે છે. આ ભૂમિ કાની નીચે એને આધાર આપનાર વળી બીજી જે એક ભૂમિકા છે તે ભૂમિકા વિષે પછીથી આપણે વિચાર કરીશું. અત્યારે તો કાશીમાં એમણે આપેલા ઉપદેશમાં સંસાર દુઃખને સિદ્ધાન્ત શી રીતે વિકાસ પામ્યો એ જ જોઈએ.
ચાર સૂચક સૂત્રો અથવા તે આર્ય સત્ય વિષે એમણે આમ ઉપદેશ આપે (સંસાર દુઃખ એ મૂળ શબ્દને બદલે માત્ર દુઃખ રાબ્દ જ વાપરીશ.)
૧. ત્યાર પછી, હે સાધુગણ, દુઃખ વિષેનું આર્ય સત્ય છેઃ જન્મ એ દુઃખ છે, જરા એ દુઃખ છે, વ્યાધિ એ દુઃખ છે, મરણ એ દુખ છે, અપ્રિય વસ્તુને યોગ એ દુઃખ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com