________________
૨૯
૪. અહિંસા અને દયા
રણ કરી, એ દુઃખમાંથી કેવી રીતે છુટવાની યેાજના કરી એ વાત ખાસ જાણવાં જેવી છે. સંસારદુ:ખના સર્વ સામાન્ય સિદ્ધાન્ત એ સ'સારથી કંટાળેલાની ભાવનાં છે: સર્વ ભવાની અનિત્યતાના વિચાર ઉપરથી નાન થાય, અને પુનર્જન્મને સિદ્દાન્તે દરેક જણને પૂરી ભવ આવવાને એટલે સસાર એને સાથે સાથે જ એક પ્રકારે કેદખાના રૂપે થવાના અને એ કેદખાનામાં એને સદાસદા નવા નવા ભવમાં રખડવાનુ, અને એક શ્વ માંથી ખીજા ભવમાં જવાનું. આ અનંત અને દુઃખભર્યું જે ભ્રમણ એને સાધુએ સ`સાર (સરે તે) કહેતા અને અંતે આ સંસારમાંથી મુક્ત થવુ-સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મુક્તિ, વિમુક્તિ, મેક્ષ, સિદ્ધિ અથવા નિર્વાણ પામવું, એ, એ સૌ સાધુએતે આશય હતેા. એને આપણે અનંત કલ્યાણુ કહી શકીએ. અમુક સાધુસંધ આમાંની અમુક કાઇ સંજ્ઞા સ્વીકારતા, બીજો સધ બીજી સંજ્ઞા સ્વીકારતા. મહાવીરે મુખ્યત્વે કરીને મેક્ષના અને સિદ્ધિના સ્વીકાર કર્યાં છે, બુધ્ધે ખાસ કરીને મેક્ષને અને નિર્વાણુના સ્વીકાર કર્યો છે. આ ભાવના લગભગ નિષેધસૂચક છે, એમાં કોઇક અંત પામવાની, વિરામ પામવાની ભાવના છે, પણ છતાં યે એ તેા સ્પષ્ટ છે જે આ પારલૌકિક સીમાએ નિશ્ચયભાવે પડ઼ાંચવાના, ભાવનામય ભવ ચેાજી કાઢવાના અને એને ક્લ્યાણમય જગતરૂપે કલ્પી કાઢવાના એમાં પ્રયાસે રહેલા છે. મેાક્ષ પામવા અથવા નિર્વાણ પામવું એને અંતિમ અને સર્વેîત્કૃષ્ટ ભાવના માનવી અને સ્વપ્રમાંથી નિકળીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા એ એના ભ્રમના સ્વાભા વિક પ્રયાસેા હતા. એ સમયના આ ભ્રમજાળે બુદ્ધને અને મહાવીરને પેાતાની અંદર કેવી રીતે વીંટયા એ આપણે પછીથી જોશું. અત્યારે તા આપણે એ જોવાનું છે જે નિર્વાણુની તે જુગની ભાવનાને–આ જુગની મૂર્તિમાન ભાવનાનું સ્વરૂપ આપનાર ભાવનાને—સંસારદુ:ખની ભાવનાને બુધ્ધે શી રીતે યેાજી કાઢી. સંસારદુઃખને એના સાચા સ્વરૂપમાં જોવું અને એને ટાળવા માટે ઉપાય શેાધવા એમાં જ સાચા પુરુષાર્થી છે એમ એમને જણાયું. રાગ જાયા પછી એના ઉપાય શેાધવા જેમ જરૂરના છે તેમ આ વિષયમાં પણ એમને જણાયું. આ જ્ઞાનને માટે એમણે ચાર સૂત્રેા ઘડી કાઢયાં ને તેમને એમણે ચાર આ સત્યા ક્યાં. અને ત્યાર પછી પેાતાના ધર્મોપદેશના અને શરૂઆતના કાર્યક્રમ ઘડી કાઢી કાશીમાં પ્રથમ તે ચાર સૂત્ર સંબંધે ઉપદેશ આપવા શરૂ કર્યો. જે સાધુઓને એમણે પ્રથમ ઉપદેશ આપ્યા તે સાવ થે!ડા હતા એમ કહેવાય છે. પૂર્વે જે સ્થાનમાં યુદ્ધ તપ કરતા હતા તે સ્થાને બીજા પાંચ સાધુએ પણ તપ કરતા હતા, પણ પછીથી એં પાંચે તપશ્ચર્યાં છેડી દીધી ને કાશી તરફ ચાલતા થયા. આ તરo મુદ્દે તપશ્ચર્યા ચાલુ રાખી અને પેલા પાંચ તા સંસારમેહમાં સાયા. એ જ પાંચ સાધુએ બુદ્ધના ઉપદેશ સાંભળવા પ્રથમ આવેલા. બુદ્ધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com