________________
૧૮
બુદ્ધ અને મહાવીર નીચે એ આણી મુકે છે; વળી વિનયનો અને સદાચારને સર્વસામાન્ય જે માનવધર્મ, તેને પણ એ આત્મસંયમમાં, આત્મશાસનમાં અને આત્મવિજયમાં આણું મુકે છે. ટૂંકામાં કહીએ તે સૌ આત્મમાં લાવી દે છે. બુધે જ્યારે ધીરે ધીરે જોયું કે તપ એ તે એક મિથ્થા પરિસીમા છે, ત્યાર પછી એને ત્યાગ કર્યો, અને તેથી એમણે મહાવીરની પેઠે સૌ વાતને તપમાં સમાવેશ ના કર્યો અને ના કરે એ તે દેખીતી વાત છે. એમણે ૫ણું પ્રાયશ્ચિત્તની જરૂર માની છે, આત્મસંયમ અને આત્મશાસનની સ્તુતિ કરી છે; શરીરને કસનારી બધા પ્રકારના સંયમવાળી અને કષ્ટ દેનારી ક્રિયાઓ –જેને લોકો સામાન્ય રીતે તપ સમજતા અને જેને મહાવીરે બાહ્ય તપમાં મુકી છે એવી ક્રિયાઓને–આત્મવિજયને-માત્ર એમણે અનાદર કર્યો. પણ એમના પ્રયત્નોને બળે એમને એક નવી અને એથી સારી મહાભાવનાવધારે દયાભરી ભૂમિકા-જડી આવી અને એ જ સાચા મહત્ત્વની વાત છે. આને માટે માર્ગ દર્શક શબ્દ જે એમણે વાપર્યો, તે તપસ નહિ પણ સમ્યક શબ્દ છે અને એને અર્થ યથાર્થ અથવા શુભ છે. સૌ વિચાર, સૌ ઉચ્ચાર અને સૌ આચાર યયાર્થ અથવા શુભ હોવા જોઈએ. ભારતમાં બધા વિચારોને વ્યવસ્થા પૂર્વક ગોઠવવાને સંપ્રદાય છે, તેવી જ રીતે બુધે પણ પોતાના વિચારોના વગીકરણની વ્યવસ્થા કરી છે–એમણે આઠ પ્રકારના સમ્યક-વર્ગ પાડયા છે, પણ તે મહાવીરના બાર પ્રકારના તપસ-વર્ગથી જુદી રીતના છે. સમ્યકના આ વગીકરણને–અથવા એથી જે ભાવ સમજી શકાય છે એને આર્ય અષ્ટાંગિકમાર્ગ કહે છે. એ આ પ્રમાણે છે.
૧ સમ્યગદષ્ટિ યથાર્થ જોવું તે અથવા યથાર્થ આસ્થા. ૨ સમ્યક-સંકલ્પ યથાર્થ ઇચ્છા અથવા યથાર્થ નિશ્ચય. ૩ સમ્યગુર્વાદ્યથાર્થ શબ્દ અથવા યથાર્થ વચન. . . જ સમ્યકર્મ યથાર્થ કર્મ અથવા યથાર્થ પ્રવૃત્તિ. ૫ સમ્ય-આછવયથાર્થ જીવનચર્યા અથવા યથાર્થ જીવન. ૬ સભ્યપ્રયત્નત્રયથાર્થ પ્રયત્ન અથવા યથાર્થ પુરુષાર્થ. ૭ સમ્યક-સ્મૃતિ યથાર્થ સ્મૃતિ અથવા યથાર્થ ભાન. ૮ સભ્યસમાધિયથાર્થ ધ્યાન અથવા યથાર્થ આત્માનિમજજન.
ઉપર વર્ણવેલી સ્થિતિનું એક પરિણામ એ આવ્યું કે મહાવીરે અને એમના શિષ્યોએ તપને જે મહત્વ આપેલું તે બુધે અને એમના શિષ્યોએ ઓછું કરી નાખ્યું છે અને તેથી જેને બૌદ્ધ સાધુઓના જીવનને વિલાસમય અને સાંસારિક લેખવા લાગ્યા. કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com