________________
તપસ્ અને સમ્ય
બાહ તેમ જ આન્તર તપ દરેકને છ છ અંગ છે. બાહ્યનાં આ પ્રમાણે છે. ૧ અનશન અમુક ટંક સુધી ના ખાવું તે. ૨ અવમેરિકaહું ખાવું તે, ભાવાર્થ કે આહાર, વસ્ત્ર વગેરેમાં આત્મસંયમ, વળી
બહારના બીજા વિશ્વમાં આત્મસંયમ (એટલે કે આત્મશાસન ) અને બીજો
કાઈ પણ કોલાહલ કરવામાં સંયમ ૩ ભિક્ષાચ=ાભક્ષા માગવા નિકળવું તે. જ રસપરિત્યાગ સ્વાદ ઉપર સંયમ. ૫ કાયકલેશ=શરીરને કસવું તે, ભાવાર્થ કે આસનવાળી નિશ્રળભાવે બેશી રહેવું, વલરવું નહિ, થુંકવું નહિ, અને બધી શરીરક્રિયા ઉપર સંયમ રાખવો અને
એમ કરીને કાયા કસવી તે. ૬ પ્રતિસલીનતા-પિતાની અંદર ધ્યાન વાળવું, ભાવાર્થ કે બધા વિચારને અને લાગણીઓને બને તેમ દબાવીને એકાન્ત સ્થળે અમુક સમય સુધી બેસવું તે. કાચબો જેમ પોતાના અંગ સંકોચી લે છે એમ માણસે સારા વિચારમાં ઉતરવાને માટે, બાહ્ય
જગતમાંથી પોતાનું મન સંલી લેવું. આન્તર તપનાં છ અંગ આ પ્રમાણે છે. ૧ પ્રાયશ્ચિત્તસારા થવાના વિચાર કરવા તે. ભાવાર્થ કે પસ્તાવો કરવો તે. ૨ વિનય. ૩ વૈયાયસેવા કરવા તૈયાર રહેવું તે. ૪ સ્વાધ્યાય અધ્યયન ૫ ધ્યાન. ૬ ઉત્સર્ગ સંસારમાંથી આભાને સંકેલી લેવો તે, ભાવાર્થ કે જન્મમરણની ઘટ
માળાનું જે દુઃખ, તેમાંથી અર્થાત સંસારમાંથી મુક્ત થવું તે.
આવી ભાવના ઉપરના બધા માનસિક પ્રયત્નો કંઈક અસાર અને કષ્ટ જનક લાગશે. અને તેથી વાચકના મન ઉપર વખતે આ આખા વગકરણથી સંતોષજનક અસર નહિ પણ થશે. પણ છતાં યે મહાવીરના અને પક્ષ રીતે બુદ્ધના વ્યક્તિત્વ વિષે તે ખાસ
ખ્યાલ આવ્યા વિના નહિ જ રહેશે. મહાવીરને શારીરિક અને સાંસારિક પ્રલોભનેમાંથી બળપૂર્વક મુક્ત થવું છે, અને તેથી પોતાના બધા નૈતિક અને ધાર્મિક પ્રયતનેને તપની ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com