________________
૨તપ અને સમ્યક
૧૫ ને દેવ ઉપર આગ્રહ” એ નામે ઓળખતા તથા પ્રતિજ્ઞા વડે એ આગ્રહ સફળ કરતા. પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી; અમુક અમુક પુણ્ય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેઉં છું-અથવા પાપમુક્ત થવાની પ્રતિજ્ઞા લેઉં છું, ને તેમાં દેવની સહાયતાની આશા રાખું છું.
દેવો ઉપર આગ્રહ” એવા ભાવના શબ્દો હજી ગ્રીક ભાષામાં છેઃ Omyumi Tou's Peovs દેવો સામે પ્રતિજ્ઞા લેઉં છું ( દેવોને શપથ-પ્રતિજ્ઞા દેઉં છું?); “દેવો ઉપર આગ્રહ ને માટે એ જ ભાવમાં સંસ્કૃત ભાષામાં તબૂ મતિ-અન-ગ્રીક O'm એ શબ્દો છે. પ્રતિજ્ઞાને સંસ્કૃતમાં સત્યવાર (આમ કરીશ) કહે છે.
અહીં આ સ્પષ્ટ કરેલી શ્રદ્ધા ઉપર જ માની લીધેલા દેવનિર્ણયનો આધાર હતો અને એ લોક માનતા કે પા૫ મુક્ત થએલો આત્મા સંકટમાંથી મુક્ત થાય છે અને જેણે એને એ સંકટમાં આણી મુક્યો હોય તે મૃત્યુ પામે છે. ઉપરથી સહાયતા મળે છે અને એને લીધે જ પુણ્ય, ત્યાગ, પાપમુક્તિ, પવિત્રતા વગેરે પ્રાપ્ત થઈ શકે છે એ શ્રદ્ધાએ ભારતમાં એવું સ્વરૂપ પકડયું કે અમુક અમુક પ્રકારનાં તપથી જ ઉંચાં કર્મો બંધાઈ શકે, પણ એમ તે કહી શકાય નહિ કે મહાવીરે અને બુધે પ્રત્યક્ષ રીતે આ ભાવના ઉપરથી પોતાની ભાવના રથી કાઢી. ઉલટું એ તો, તેથી પ્રાપ્ત થતી આ લોકની કીર્તાિને કાજે કે પરલોકના સુખને કાજે જે લોક તપ આદરે છે તે લોકોને વડી કાઢે છે. ત્યાગથી અને કાયક્લેશથી આ લોકમાં કે પલકમાં સુખ પ્રાપ્ત કરવું કે આ લોક્માં કીર્તિ પ્રાપ્ત કરવી એ એમને આશય નહેાત, મુકિત એ જ એમને આશય હતું. ભારતના તે સમયના ધાર્મિક દર્શનની એક નવી ભાવના-જેના સંબંધમાં મહાવીરે અને બુધે પણ વિચાર કર્યા છે એ ભાવનામુક્તિ અથવા મેક્ષની ભાવના આગળ આપણે આવી પહોંચ્યા. પણ એ ભાવના વિષે આપણે સ્પષ્ટ રીતે વિચારીએ તે પહેલાં મહાવીરે અને બુધે તપ સંબંધે કેવી કેવી ભાવનાઓ બાંધેલી તે પ્રથમ વિચારી લેઇએ. બંને ઉત્તમ કુળમાં જન્મ પામ્યા હતા, બંને પિતાના જ કુટુમ્બમાં ઉછરીને મોટા થયા હતા અને બંને આશરે ત્રીશ ત્રીશ વર્ષના સંસાર વ્યવહારથી છેક કંટાળી ગયા હતા, એવા કંટાળી ગયા હતા કે આખરે સાધુ થઈ ગયા; અને બંનેએ અતિ આતુરતાથી અને પિતાના પરિપૂર્ણ પુરુષાર્થથી તપશ્ચર્યા આદરી. પણ તપ એમને તો કમેટી પત્થર હતો. મહાવીર એમાં પાર ઉતર્યા અને એને અનુસરીને પિતાનો ધર્મ છે ; તપ એ જ એમની માર્ગદર્શક ભાવના થઈ પડી. એથી ઉલટું બુદ્ધ અનેક વર્ષની તપશ્ચર્યા પછી એની પાર નિકળી ગયા અને એમને એથીયે ઉંચ પ્રકારની માર્ગદર્શક ભાવના જડી આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com