Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધ અને મહાવીર અને તપસ્ એ જ એમના ધર્મને મૂળ ને મુખ્ય પામે છે. બુદ્દે પણ પોતાના સાધુજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં આ દિશામાં પ્રયત્નો કરેલા; છ વર્ષ એમણે તપશ્ચર્યા આચરેલી. પણ પછી એમને જ્ઞાન થયું કે સંસારમાં જેમ એક દિશાની પરિસીમાં છે, તપ, તેમ બીજી દિશાની પરિસીમા છે. બંને પરિસીમાઓ છોડીએ તો વચલે ભાગે સુંદર સત્ય મળી આવે એવું એમને જ્ઞાન થયું. આ જ્ઞાન ઉપરથી જ સિદ્ધ થાય છે કે એ બે પુરુષોમાં બુદ્ધ વધારે જ્ઞાની હતા અને તેથી સાચી રીતે જ એમને જ્ઞાની એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે; અને તેટલી જ સાચી રીતે એમના વૃદ્ધ સમકાલીન પુરુષને મહાતપસ્વી એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. ૨. તપસ અને સમ્યકુ. ઇતિહાસક્રમે ચાલતાં આપણે પ્રથમ તપસ સંબંધે વિચાર કરીએ. મહાવીરે એ તપાસ આખો જન્મારો આચર્યું, બુદ્ધ સાધુજીવનનાં પહેલાંનાં થોડાં વર્ષ આચર્યું. તપસ્ શબ્દમાં ભારતવાસીઓની ભાવના અતિ વિશાળ છે. તેઓ બધા પ્રકારના ઉપવાસન અને આત્મશાસનને તેમ જ કાયકલેશો આ તપસુમાં સમાવેશ કરી લે છે. ઇન્દ્રિયને દમવી, સ્વાભાવિક લાલ સાઓ અને આત્મચાચલ્ય ઉપર વિજય મેળવે, આત્માને સહનશીલ બનાવવો. અને દેહના તેમ જ સંસારના વિલાસની વાસનાઓની અને પ્રલોભનેની લાગણીઓથી મુક્ત થવું એ તપનો આશય છે. અંદરનો પુરુષ (આત્મા) પિતાના ઉંચા પ્રયાસોથી પાર ઉતરવાને, ઇંદ્રિયોએ અને સંસાર જીવને કરીને ઉત્પન્ન થએલાં બંધનથી બળપૂર્વક પિતાનું રક્ષણ કરવાને ઇચ્છે છે. ભારતવર્ષમાં તપાસને માટેના આ ઉંચા પ્રયાસોએ અનેક પ્રકારનાં સ્વરૂપ ધારણ કરેલાં છે. તપ અમુક પ્રકારનું પુણ્યકર્મ છે, અને એ રીતે અસ્વાભાવિક બળ આપે છે તથા પરલોકમાં ફળ આપે છે. મનુષ્ય જાતે કરીને સંયમ અને કષ્ટ ઉપાડી લે તો તેથી આ જન્મમાં પવિત્રતાની છાયા પામે છે ને મૃત્યુ પછી ઉંચા પ્રકારનું સુખ પામે છે. આ ભાવના આપણને આજે નવી જેવી લાગે ખરી, પણ છતાયે ડો-જર્મન પ્રજાની પ્રાચીનકાળે બંધાએલી અતિપ્રાચીન ધર્મભાવનાને આધારે ઘડાએલી છે અને એનાં ચિન્હ પ્રાચીન જર્મન આચારમાં પણ ઉતરેલાં છે. જર્મન લોક માનતા હતા કે જે આધ્યાત્મિક પુણ્ય જાતે ઉપાડી લીધેલા કટ કરીને કે એને બીજે માગે પ્રાપ્ત કરી શકાય છે અને ખાસ કરીને દુઃખ પડતાં પાપમુક્તિ-પારલૌકિક સહાયતાને આધારે–દેવેની સહાયતા પ્રાપ્ત કરી શકાય છે. લોકે પુણ્યને માટે કે પાપમુક્તિને માટે દેવો તરફ નજર કરતા અને સંકટથી રક્ષણ પામવાની આશા એમના તરફથી રાખતા. સંસારની નૈતિક વ્યવસ્થાને માટે દેવોની પ્રાર્થના કરતા, કારણ કે તેઓ એ વ્યવસ્થાના રક્ષક હતા. એ લોકો દેવ પ્રત્યેની આ સંકટ-પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58