SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને મહાવીર સંતાએ જ પિતાનાં માતાપિતાની સેવા કરવાની છે એમ નહિ, પણ વળી માતાપિતાએ પણ પોતાનાં સંતાનોની; શિષ્યોએ જ પોતાના ગુરુઓની એમ નહિ, પણું વળી ગુરુઓએ પણ પોતાના શિષ્યોની; પતિએ જ પિતાની પત્નીની એમ નહિ, પણ વળી પત્નીએ પણ પિતાના પતિની; માણસે પિતાના મિત્રોની એમ નહિ, પણ વળી મિત્રોએ પણ એ માણસની; શેઠોએ જ પિતાના સેવકોની એમ નહિ, પણ વળી સેવકોએ પણ પિતાના શેઠની; ગૃહસ્થાએ જ સાધુઓની એમ નહિ, પણ વળી સાધુઓએ પણ ગૃહસ્થની. અને આમ તારવી કાઢેલી બેવડી આજ્ઞાઓમાંની દરેકને પછીથી બુધે-યાદ રાખવામાં અને સમાજમાં ઉતારવામાં ઠીક પડે એટલા માટે ઉપમા રૂપે-પાછી પાંચ પાંચ ગણી વધારી અને તેથી એકંદરે છ ગણી દશ આજ્ઞાએ કર્તવ્ય સંબંધે થઈ. ઉદારણ રૂપે એમાંની પહેલી દશ આપણે લેઈએઃ મા બાપોએ પોતાનાં સંતાનને ૧ પાપકર્મમાંથી વારવાં, ૨ પુણ્ય કર્મ તરફ વાળવાં, ૩ ભણાવવાં, ૪ પરણાવવાં, (અને). ૫ વારસો આપવો જોઈએ. અને સંતાનેાએ એટલા માટે વિચારવું જોઈએ જે ૬ જેમણે મને પિષ્યો છે એમને હું પિષીશ, ૬ જેઓ મારે આધારે છે તેમના પ્રત્યે હું મારું કુટુંબકર્તવ્ય બજાવીશ, ૮ મા બાપના ધનનું હું રક્ષણ કરીશ, ૯ એમના વારસાને હું યોગ્ય થઈશ, (અને ) ૧૦ જ્યારે એ જશે ત્યારે હું એમને સ્મરણમાં રાખી પૂછશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy