Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધ અને મહાવીર પ્રકૃતિ ભાવના સાથી ઉદ્ભવી? અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરનો ઉદ્દભવ શાથી થયો ? આ વિકાસમાં, એ જેમ આગળની દિશાનું પગલું હતું, તેમ વળી એ પાછળની દિશાનું પણ પગલું હતું. વિશ્વસમસ્તની-વિવેક્યની ભાવના થઈ એટલા પુરતું એ આગળની દિશાનું પગલું હતું; પ્રાચીન દેવસ્વરૂપની ભાવના ઉડી ગઈ અને તે ઉપરની આસ્થા ડુબી ગઈ એટલા પુરતું એ પાછળની દિશાનું પગલું હતું. પ્રકૃતિસમસ્તની ભાવના ઉદય પામી, આધાર ભૂત પાયારૂપે માન અને ગ્રાનના વિકાસની રચના થઈ અને એ પાયામાં પૂજ્યભાવે ચણાઈ ગઈ. અને પછી પ્રાચીન કાળનું ભવ્ય દેવસ્વરૂપ માત્ર અર્ધ દેવસ્વરૂપ-અપાચિવ વ્યક્તિ સ્વરૂપ પામ્યું. વ્યવહારપ્રદેશમાંથી નિકળીને કલ્પનાપ્રદેશમાં પ્રવેશ પામ્યું. માનવ સ્વભાવને નવું ખાધ આણી આપનાર કંઇક વસ્તુને માટે ધર્મના નવા સ્વરૂપની ભૂમિકા કેવી રચાઈ એ સમજાયું હશે. ગ્રીક-રોમન પ્રાચીન જુગમાં પણ એ પ્રમાણે ફેરફાર થયો હતો, કારણ કે ત્યાં પણ સમય વીતતે પ્રાચીન દેવભાવના સમજાતી બંધ થઈ ગઈ હતી અને ત્યાંના દશનશાસ્ત્ર વિશ્વસમસ્તમાં અને એનાં બધાં પ્રકારનાં સ્વરૂપમાં આત્માનું આરેપણ કર્યું હતું. સમુદ્ર અને પર્વતોએ કરીને બાકીના જગતથી છુટા પડી ગએલા પ્રાચીન ભારતવાસીઓ કરતાં જુદી જ રીતે, પછીનાં પાંચ વર્ષમાં, ભૂમધ્ય સમુદ્રની ચારે બાજુએની પ્રજાઓ સંબંધમાં આવતાં ત્યાં વિકાસ થયે. અલગ પડી ગએલા ઉષ્ણ પ્રદેશ કરતાં ત્રીજા ખંડના સમશીતોષ્ણ પ્રદેશમાં માનવ-સ્વભાવનું નવું ફળ પ્રમાણમાં હું અને જુદી જ રીતે ફળ્યું. આ મોડેથી આવેલું ફળ સ્વાદિષ્ટ અને સ્વાથ્થકર આવ્યું એમાં તે કંઇ શક જ નથી; અને પ્રાચીનકાળે અળગી પડી ગએલી સંસ્કૃતિથી જુદી જ રીતે એ નવું સ્વરૂપ વિસ્તાર પામતે પામતે હજી પોતાનું કાર્ય કર્યું જાય છે. હવે આપણે પળેક વાર થોભીએ, અને ડો-જર્મન જાતિને અમુક ભાગ પ્રાચીન કાળે સમશીતોષ્ણ પ્રદેશમાંથી રસ્તો કરતો કરતે ઉષ્ણપ્રદેશમાં આવ્યો અને તેમાં યે વળી શ્યામ પ્રજાની વચ્ચે આવી વસ્યો ત્યાં એની ધર્મભાવનાને કેવી રીતે વિકાસ થયો તે જોઈએ. બુદ્ધ અને મહાવીરનાં નવાં ધર્મસ્વરૂપ તે એવી રીતનું માનવસ્વભાવનું ફળ છે. એમ જણાય છે જે આ વિશિષ્ટ વસ્તુસ્થિતિમાં આપણું ફળમાં અમુક વિશિષ્ટ પ્રકારને સ્વાદ, અમુક ભૂમિસ્વાદ –પરદેશી ભૂમિને સ્વાદ પ્રવેશ્યો. આ સ્વાદ તે અમુક વિશિષ્ટ પ્રકારને અદ્ભુત મત છે; એ મત, બૌદ્ધ ધર્મ પૂર્વે હજારો વર્ષ કામમાં કમ ભારતમાં પ્રચ. લિત હતા અને બુદ્ધના સમયમાં લોકપ્રચલિત ધર્મમાં પ્રવેશ પામ્યો હતો. એ મત તે પુનર્જન્મનો મત છે. આપણે તો પશ્ચિમની સંસ્કૃતિના વિકાસમાં ઉછર્યા એટલે આપણને એ મત છેક અલૌકિક લાગે, પણ બુદ્ધ અને તેના સમયના લોકોને એ કેવળ સ્વાભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58