Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ મહાવીર અને બુદ્ધ હશે કે દૈઇચલાનમાં (જેને અંગ્રેજીમાં જર્મન કહે છે તેનાં) અનેક પ્રાન્તોમાં આવી પ્રણાલી છે. ગૃહપતિ જ્યારે ઉત્તરાવસ્થાએ પહોંચે છે ત્યારે પોતાનાં ઘરબાર જે પુત્રને સંપી સંસારમાંથી સરી જાય છે; ભારતવાસીઓ જેને વાનપ્રસ્થ કહે છે એ આ અવસ્થાને કહી શકાય. હવે આપણામાં આ માત્ર સાંસારિક રૂઢિ, રિવાજ, પ્રથા રહી. ભારતમાં સૌ વસ્તુ ઉપર ધાર્મિક રંગ ચઢે છે, તેથી એ રૂઢિ ધર્મ પ્રદેશમાં પ્રવેશ પામી, એને ધાર્મિક વિધિ અપાયે અને વ્યવસ્થાએ કરીને પૂર્ણ વિકાસ આપવાના પ્રયત્ન થયા. આમ જે રૂઢિ પ્રાચીન ઇંડો-જર્મન પ્રજામાં હતી તે ભારતમાં જઈ ધાર્મિક વિકાસ પામી, તેમાંથી વાનપ્રસ્થ અશ્રિમ ખીલ્યો અને તેમાંથી મઠ થયા. સાંસારિક ધાર્મિકતાની સાથે સાથે જ જે પ્રાચીન વિકાસ થયો તેને પરિણામે ભારતમાં આમ સાધુજીવનની યોજના થઈ અને તેને અત્યંત મહત્ત્વ અપાયું. આ વિકાસથી બુદ્ધ તથા મહાવીરના ધર્મ સાથે ખ્રિસ્તિ ધર્મને ભાવનામાં મહત્ત્વને વિરોધભાવ વિકસ્યો. પૂર્વના ધર્મ સંસારમાંથી પલાયનના, વૃદ્ધાવસ્થાના, ત્યાગના–ટુંકામાં સંન્યસ્તના- છે, પશ્ચિમના ધર્મ સંસારકાર્યને, યુવાવસ્થાને, પુરુષાર્થને, આશાને-ટુંકામાં દેવળને ધર્મ છે. બુદ્ધના અને મહાવીરના ધર્મમાં મઠ-અથવા આપણે મઠને મળતું કંઈક-મધ્ય બિંદુએ છે. ખ્રિસ્તિ ધર્મમાં મધ્યબિંદુએ દેવળ છે. મહાવીર અને બુદ્ધ. અત્યાર સુધીની ચર્ચાથી આપણે એ કંઈક જાણી શકીએ છીએ કે મહાવીર અને બુદ્ધના ધર્મો કયી ભૂમિકામાંથી કુર્યા. એમની પાછળના અંતર્પટમાં પ્રાકૃતિક શક્તિઓની ઇ-જર્મન વૈદિક ભાવનાની પૂજા છે-એટલે કે કાવ્યમય અને કેશ્વર વાદ છે. આમાંથી અંદરની બાજુએ એકતા સાધવાના પ્રયત્ન થાય છે અને અદ્વૈતવાદની દિશાઓ શોધાય છે. ત્યારે વળી બહરની બાજુએ બળિપૂજાનું જોર થાય છે. સાથે સાથે સમાજમાં વર્ણવિભાગ પણ યોજાય છે. વળી વિકાસ થતે થતે પુનર્જન્મનો મત પ્રકટ થાય છે અને પ્રાચીન અભ્યાસને બળે આ શ્રમ-સંસ્થાઓ અને સાધુજીવન વિકાસ પામે છે. આની સાથે બધા પ્રદેશમાં ચંચળતા આવી જાય છે, નવા આદર્શો કલ્પાય છે-બધી દિશાઓમાં દષ્ટિ જાય છે, અને પરિણામે નવા આદર્શો યોજાય છે. ક્રાઇસ્ટ પૂર્વેના છઠ્ઠા સૈકામાં નવનવા મત પ્રકટી નિકળે છે. પુરોહિત સંસ્થાથી અને એના બલિધર્મથી કંટાળેલા અનેક વિચારકો તેમની સામે પોકાર ઉઠાવે છે અને એ ધર્મ શીખવવાના પ્રયત્ન કરે છે કે જેથી એક બીજાની વિરુદ્ધ જતા અનેક મતને એક સંપ્રદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58