Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અનુવાદકનું નિવેદન [ પહેલી આવૃત્તિ વખતનું ] આર્યસંસ્કૃતિના સાહિત્યમાં સંયમધર્મ તરફ વળતાં અને તેને વરેલાં એવાં મનુષ્યોનાં ચરિત્રોની રૂપરેખા જાળવી રાખવાની પ્રથા સનાતન જેવી છે. ઉપનિષદો, મહાભારત અને પુરાણગ્રંથમાં આવાં અનેક ચરિત્રો આપણને વાંચવા મળે છે. “બૌદ્ધસંઘને પરિચય” માં બુદ્ધભગવાનના અનુયાયી મહાશ્રાવકે (ભિક્ષુઓ), મહાશ્રાવિકાઓ (ભિક્ષુણીઓ) અને ઉપાસકે (ગૃહ) તથા ઉપાસિકાઓનાં ચરિત્રો મૂળગ્રંથમાંથી લઈને વર્ણવેલાં છે. જેનધર્મના મૂળભૂત સાહિત્યમાંના આ સાતમા અંગમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકેના ગૃહસ્થાશ્રમની આછી રૂપરેખા બતાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે તેઓનું સંયમ તરફનું વલણ બતાવવાને જ સૂત્રકારનો ઉદ્દેશ છે. આચાર્ય હેમચંદ્ર લખે છે કે ભગવાન મહાવીરને શ્રાવકપરિવાર એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકેનો હતો અને શ્રાવિકાપરિવાર ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓનો હતો. એ બધામાંથી આપણું સામે માત્ર દશ ઉપાસકેને જ વૃત્તાંત રજૂ કરવામાં આવ્યો છે. એથી એમ કલ્પી શકાય કે એક લાખ કરતાં વધારે શ્રાવકામાં કેવળ નમૂના તરીકે જ આ દશ શ્રાવકે સૂત્રમાં લીધા હોય. બૌદ્ધધર્મના પિટક સાહિત્યમાં ઉપાસિકાઓનાં ચરિત્રે પણ જળવાયાં છે. ત્યારે જન અંગસૂત્રોમાં ચરિત્ર બતાવવાની દૃષ્ટિએ ઉપાસકો જ વર્ણવ્યા છે અને તે પણ આટલા જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174