Book Title: Bhagvana Mahavira na Das Upasako Author(s): Bechardas Doshi Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ કરીને આ પુસ્તકને અંતે પરિશિષ્ટ તરીકે આપી છે. વાચકને એ માહિતી આજીવિક સંપ્રદાય અને તેના આચાર્ય વિષે કંઈક જાણકારી મેળવવામાં ઉપયોગી થશે એવી આશા છે. જૈન ધર્મના અનુયાયીઓની ઠીક ઠીક સંખ્યા આજે પણ ગુજરાતમાં મોજુદ છે. તથા ગુજરાતનું સામાજિક અને ધાર્મિક જીવન ઘડવામાં ભૂતકાળથી તે વર્ગો ઠીક ઠીક ભાગ લીધો છે. તે ધર્મના ગૃહસ્થ ઉપાસકોનાં જીવનચરિત્રની આ પ્રાચીન કથાઓ અનેક રીતે સૌ ગુજરાતી વાચકોને ઉપયોગી તથા રસિક નીવડે તેવી છે. અને તે રીતે આ પુસ્તકનું મહત્ત્વ સવિશેષ છે. પંડિત બેચરદાસજીએ પોતાના નિવેદનમાં તથા કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની કથાઓ વિષે લખેલા વિસ્તૃત ઉપઘાત (“સપુષધર્મ”)માં એ બધી બાબતે અંગે ઠીક ઠીક નિરૂપણ કર્યું છે. વાચકને એ બધું જોતા જવા ભલામણ છે. ગેપાલદાસ જીવાભાઈ પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 174