Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ આમાં સામેલ કરી લીધું છે. અનુવાદમાંના કેટલાક શબ્દો માટેના મૂળ પ્રાકૃત શબ્દો ગુજરાતી અભ્યાસને સરખામણું માટે ઉપયોગી માની, પાન હેઠળની ટીપમાં છૂટથી આપવામાં આવ્યા છે; તથા મૂળ સૂત્રમાં જ્યાં, “ભેગી થયેલી મોટી પરિષદને ભગવાને ધર્મકથા કહી” એટલું જ કહીને પતાવ્યું છે, તથા જે ધર્મસ્થા સાંભળીને જ ગૃહસ્થ વગેરે શ્રોતાઓ ભગવાન મહાવીર પાસેથી જ માર્ગ પ્રમાણે તે સ્વીકારવા તૈયાર થયા કહેવાય, ત્યાં તે ધર્મકથાવાળો ભાગ બીજા જન સૂત્રોમાંથી ઉતારી લીધા છે. એમ કરવાથી તે તે આસ્થાનની કથા સંપૂર્ણ, વધુ રસિક તથા લાભદાયક બની છે, એમ માન્યું છે. “જ્ઞાતાધર્મકથાસૂત્ર'ના. અનુવાદ વખતે પંડિતજીએ એ પદ્ધતિ અખત્યાર કરી જ હતી. આ બધા વિસ્તૃત ઉમેરા થવાથી પહેલી આવૃત્તિવાળો અનુવાદભાગ તે ઓળખી ન શકાય તેટલે ઢંકાઈ ગયો છે. છતાં એ બધા નવા ઉમેરાઓને સાબૂત પાયો તો પંડિતજીનો એ મૂળ અનુવાદ જ છે. પહેલી આવૃત્તિ વખતે પંડિતજીએ અમુક શબ્દો અને વિગતે વિષે અભ્યાસપૂર્ણ માહિતીવાળાં ટિપ્પણો લખ્યાં હતાં. આ આવૃત્તિમાં તેમને માટે ભાગ દરેક પાન નીચે ટીપ તરીકે સાથે જ મૂકી આપ્યું છે, જેથી પુસ્તકને અંતે સામટી આપેલી એ બધી માહિતી, સામાન્ય રીતે બને છે તેમ, વાચકના લક્ષ બહાર રહી ન જાય. તોપણ, પાન નીચે ટીપ તરીકે ન મૂકી શકાય તેવી કેટલીક આનુવંગિક માહિતી પુસ્તકને અંતે જ ટિપ્પણ તરીકે રાખવી પડી છે. આજીવિક સંપ્રદાયના આચાર્ય સંખલિપુર ગોશાલ સંબંધે આ સૂત્રમાં બેએક કથામાં ઠીક ઠીક ઉલ્લેખ આવ્યો કહેવાય. ભગવાન મહાવીર અને બુદ્ધિનો સમકાલીન એ આચાર્ય એ બંને સાથે ઠીકઠીક અથડામણમાં આવ્યા લાગે છે; અને ભગવાન મહાવીર સાથે તો તેને છેવટે જીવલેણ તકરાર જ થઈ હતી. આ બધી બાબત ધ્યાનમાં લઈ ગશાલક વિષેની માહિતી મળે ત્યાંથી એકઠી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 174