________________
આગળ જતાં અમદાવાદના “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય'ના સંસ્થાપક ગુજરાતી સાહિત્યના પ્રચારના ભેખધારી ભાઈઓ શંભુલાલભાઈ અને ગોવિંદલાલભાઈએ ભદ્રાવતીને ઇતિહાસ તૈયાર કરવા માટે એક સમર્થ સાહિત્યકારને શેધી કાઢ્યો. આ સાહિત્યકાર તે ગુજરાતના લેલાડીલા લેખક બાલાભાઈ દેસાઈ ઉફે શ્રી જયભિખુજી. જયભિખ્ખું કલમના સ્વામી હતા. સરસ્વતી-સેવા એ જ એમના જીવનનું લક્ષ્યબિન્દુ હતું. ભદ્રાવતીને ઇતિહાસ લખવા એમણે કલમ હાથમાં તે લીધી, પણ એમની નબળી આંખે બંડ પોકારવા લાગી; પરિણમે આદર્યા અધૂરા રહી ગયાં, જયભિખ્ખુંભાઈએ અકાળે જ જીવનલીલા સંકેલી લીધી !
સમય તે પોતાનું કાર્ય કરતે વહેતે જતો હતો. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનાં રત્ન શ્રી શંભુભાઈ અને ગોવિંદભાઈ ગુજરાતી સાહિત્યપ્રચાર પ્રત્યેની પોતાની ફરજ અદા કરીને વિદાય થઈ ગયા! ગોવિંદભાઈના સુપુત્ર હજુ તે ઊગીને સર થતા હતા ત્યાં તે એમના પર કાર્યાલયના સંચાલનનો મોટો ભાર આવી પડ્યો. પણ કુદરત જેના પર ભાર લાગે છે, તેનામાં તે ભાર ઉપાડવાની તાકાત પણ ભરી દે છે. શ્રી કાંતિભાઈ ઠારભાઈ અને મનુભાઈ—એ ત્રણે ભાઈઓએ કમર કસી લીધી, કુનેહ અને કૌશલ્યથી કાર્યાલયની શાન વધારી દીધી, પ્રતિષ્ઠા જમાવી દીધી.
ભદ્રાવતીના ઇતિહાસની વડીલેની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂરી કરવા આ ભાઈઓએ નિશ્ચય કરી લીધો. સદભાગ્યે ભદ્રાવતીને ઈતિહાસ આલેખી શકે એવો શક્તિમાન અને સર્વમાન્ય લેખક એમની નજરમાં બેસી ગયો. આ લેખક તે મુંબઈના જૈન સમાજે જેની સાહિત્ય-સેવાની કદર કરીને, દેઢેક વર્ષ પહેલાં જ, જેનું બહુમાન કરીને સુવર્ણ ચન્દ્રક એનાયત કરેલ છે, તે શ્રી રતિદ્વાલભાઈ દીપચંદ દેસાઈ. આ રતિલાલભાઈ ભાવનગરના “જૈન” સાપ્તાહિકને વરસથી પિતાની સેવા આપતા રહ્યા છે.
ગોવિંદભાઈના સંતાનને એમના વડીલેનું અધૂરું કાર્ય પૂરું કરવાની અભિલાષા હતી, અને રતિલાલભાઈને પોતાના બંધુ જયભિખ્ખની ભાવના મૂર્તિમંત કરવાની તમન્ના હતી. ઉભયને માટે આ એક સુવર્ણ તક હતી. અને રતિલાલભાઈએ આ તક સાધીને ભદ્રવતીને ઈતિહાસ લખવાનું બીડું ઝડપી લીધું.
કુદરત જેનો આધાર ખેંચી લે છે તેની અંદર એક નવી શક્તિ પણ ભરી દે છે, એ નિયમનું પ્રત્યક્ષ પ્રમાણુ અને દષ્ટાંત રતિભાઈ પોતે જ છે. એમના પૂજ્ય પિતા દીપચંદભાઈ દેસાઈએ અને એમનાં પ્રાઈબ લહેરીબહેને એમની બાહયાવસ્થામાં જ દીક્ષા લઈ લીધી હતી. રતિભાઈ પોતે જ કહે છે: “આ ભાઈ-બહેનની જેડી તે મારા પૂજ્ય પિતાશ્રી દીપચંદ હિમચંદ દેસાઈ અને અમારાં પૂજ્ય બાળવિધવા ફેઈ–અમારા કુટુંબનાં નમાયાં બાળકનાં હેતાળ માતા–શ્રી લહેરીબહેન. મારા પૂજ્ય પિતાનું નામ મુનિરાજ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું હતું અને ફાઈબાનું નામ સાધ્વીજી લબ્ધિશ્રીજી રાખવામાં આવ્યું હતું.' આ ભાઈબહેનના જોડલાએ પં. ખાંતિવિજયજી મહારાજ પાસે, રાજકોટમાં, દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા મહોત્સવને પ્રસંગ ઘણું આનંદથી ઊજવાય હતા. હજારોની મેદની એકત્ર થઈ હતી અને સંઘવીશ્રી તરફથી નાળિયેરની પ્રભાવના થઈ હતી.
* નમાયાં બાળકો' એ શબ્દ આજે પણ આપણે હૃદયને ડોલાયમાન બનાવી દે છે.
એ જ એક વખતના “નમાયા બાળકમાં કુદરતે એવી અનેરી શક્તિ ભરી દીધી કે એની કલમમાંથી પ્રગટ થતા ભદ્રાવતીના ઇતિહાસનાં દર્શન કરવા આપણે આજે ભાગ્યશાળી બન્યા છીએ. ત્યાગમતિ જેવાં વડીલોના ત્યાગ, તપ, નીતિ, નમ્રતા વગેરે ગુણોને વારસો આજે આપણે સૌ જન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org