Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
પહેલાં સાધના દ્વારા મનનું અંતર તૂટે પછી મહાવિદેહ મળે. સાક્ષાત્ ભાવજિનેશ્વરની ચરણકમળની સેવા મળે.
ચોથા વિભાગમાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા વખતે જે રસનું વેદન, અનુભવન અને ભોગવટો થાય તે માત્ર અનુભવ ગોચર છે. તે દિવ્ય રસની અનુભૂતિ પૂ. ગુરુમહારાજ કરતા હતા તે રસની અભિવ્યકિત તેમના વચનામૃતોમાં જોવા મળતી તેમાંના ૬૩ વચનામૃતો આ વિભાગમાં નોંધ્યા છે. આ વચનામૃતો આપણા મનોમાલિન્યને દૂર કરી પરમાત્મ સ્વરૂપ સુધી પહોંચાડશે.
અનુભવનું શબ્દ વર્ણન શકય નથી છતાં તેમની પાસેથી સાંભળેલ તેમને પોતે નોંધેલ તેનો સાર ભાગ અહીં લીધો છે.
તેમની હસ્તલિખિત ઝેરોક્ષ જોતાં તો આ૫ આનંદવિભોર થઇ નાચી ઉઠશો. સને ૧૯૬૦ના ગુરૂમહારાજના પત્રો આપને ગુરૂશકિતનો પરિચય કરાવશે.
આવો દિવ્યગ્રંથ આપની સમક્ષ રજૂ કરતાં અપૂર્વ આનંદ અનુભવાય છે. આ પ્રસંગે આપનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ.
આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર તરફથી વિમલ અશોક બાબુભાઇ કડીવાળાના સપ્રેમ વંદન | પ્રણામ
પ. પૂ. અધ્યાત્મમૂર્તિ સૂક્ષ્મતત્ત્વચિંતક પંન્યાસશ્રી
ભદ્રંક્ર વિજયજી ગણીવરનો સંક્ષિપ્ત જીવન પરિચય જન્મ : વિ. સં. ૧૯૫૯ માગશર સુદ ૩ પાટણ દીક્ષા : વિ. સં. ૧૯૮૭ કારતક વદ ૩ મુંબઇ-ભાયખલા પન્યાસપદ : વિ. સં. ૨૦૦૭ મહા સુદ ૧૨ પાલીતાણા સ્વર્ગવાસ : વિ. સં. ૨૦૩૬ વૈશાખ સુદ ૧૪ પાટણ દીક્ષા પર્યાય : ૫૦ વર્ષ
કુલ પૂજ્યશ્રીએ ૪૩ ગ્રંથોની રચના કરી છે તે વાંચવા મુમુક્ષુઓને મારી ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org