Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
પ્રકાશકીય નિવેદન
આપનું ઊષ્માભર્યું સ્વાગત કરતાં મારું હૃદય આનંદથી પુલક્તિ બન્ને છે. આપના હાથમાં આ છઠ્ઠું પુસ્તક મૂકતાં આનંદ અનુભવાય છે. (૧) જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર.
-
(૨) શ્રીપાલ અને મયણાનાં આધ્યાત્મિક જીવન રહસ્યો.
(૩) સાલંબન ધ્યાનના પ્રયોગો - (૩૪ પ્રયોગો)
(૪) જવલંત સફળતાની ચાવી.
(૫) આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રક્રિયા.
આ પાંચ પુસ્તકોના વાંચન અભ્યાસ અને સાધના દ્વારા આપને પરમાત્માની અચિંત્ય, અનંત શકિતનો પરિચય અને અનુભવ થયો હશે. પરમાત્માની કરૂણા, પરમાત્માનો દિવ્ય પ્રેમ અને અદ્ભૂત કૃપા પર તમારી શ્રદ્ધા કેન્દ્રિત થઇ હશે. પરમાત્માના ધ્યાન દ્વારા દિવ્ય શકિતઓ, અવ્યાબાધ સુખ, અનર્ગળ આનંદ અને ગુણસમૃદ્ધિના ખજાના સ્વરૂપ તમારા આત્માની ઓળખાણ, શ્રદ્ધા, સભાનતા, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ આપને થયો હશે. સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી, મોક્ષપર્યંતની સર્વસંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષ્મીઓ અને શકિતઓ તમારા કંઠમાં વરમાળા આરોપણ કરવા તત્પર ઊભી છે. પધારો... !
અમે આપનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ.
પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો. આ દિવ્ય ગ્રંથ આપની સમક્ષ રજૂ કરતાં અપૂર્વ આનંદ અનુભવાય છે.
આ ગ્રંથમાં ચાર મુખ્ય વિભાગ છે. બાર નવકારથી શરૂ કરીને આત્મસાક્ષાત્કાર સુધીની પ્રક્રિયાઓ જે ગુરુપ્રસાદી રૂપે ઉપલબ્ધ થઇ તે સામગ્રીથી સમૃદ્ધ આ ગ્રંથનો પહેલો ભાગ છે. ગુરુ ભગવંતના ઉપકારોનું ઋણ તો ચૂકવી શકાતું નથી છતાં ગુરુ પ્રત્યેના કૃતજ્ઞતાભાવથી આ વિભાગ રજુ કરતાં હૃદય કૃતજ્ઞભાવથી વધારે ભીનું બને છે.
આકાશમાં ઉડી રહેલું એરોપ્લેન જેને કંટ્રોલ ટાવર સાથે સંપર્ક ગુમાવી દીધો છે તેવા આપણે છીએ. આપણા મૂળ શ્રોત પરમાત્મા સાથેનો આપણો સંપર્ક ગુમાવી આપણે વિખુટા પડી ગયા છીએ. તેનું અનુસંધાન કરવા માટે પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ આ ગ્રંથનો બીજો ભાગ છે. પરમાત્મ પ્રેમનો આસ્વાદ જગતનું સર્વશ્રેષ્ઠ અમૃત છે. તેનું પાન કરી આપણે અજર અમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org