Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુ બહુ બુદ્ધિમાન જોઇએ તેવું જરૂરી નથી. વ્યવહારિક શિક્ષણના વિષયમાં ગુરુ બુદ્ધિમાન હોય તેટલું ચાલી શકે. પણ અધ્યાત્મ ક્ષેત્રમાં માત્ર બુદ્ધિમાન ગુરુ હોય તેટલું ચાલી ન શકે જે બુદ્ધિની સીમા ઓળંગીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશી ચૂક્યા હોય તેવા ગુરુની જરૂર છે. બુદ્ધિ વિભાગ પાડે છે. પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ, સુખ-દુઃખ,....વિગેરે, પ્રજ્ઞામાં પસંદગી નથી. પ્રજ્ઞામાં સમતા પ્રતિષ્ઠિત હોય છે. પ્રજ્ઞામાં પ્રિય અપ્રિયનો ભેદ નથી. જ્ઞાતા દૃષ્ટાભાવ હોય છે. સમત્વભાવ હોય છે. શ્રુત જ્ઞાનની ભૂમિકા ઉપરથી જેમની ચેતના અનુભવની ભૂમિકા ઉપર પહોંચી છે તેવા સદ્ગુરુ પૂ. પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યમાંથી પ્રાપ્ત થયેલો રસથાળ આ ગ્રંથમાં રજૂ થાય છે. પરમાત્માના સમર્પણ દ્વારા ગુરુએ પરમાત્મા સાથે તાદાભ્ય સાધ્યું હોય છે. ગુરુ મહારાજ જનાજ્ઞા મુજબની ચૈતન્યની મહાયાત્રાના સાધક આત્મા છે. તે શિષ્યને ચૈતન્યની મહાયાત્રાના સહયાત્રી બનાવે છે. શિષ્યને પરમાત્મા સાથે સંબંધ સાંધી આપે છે. તે દ્વારા શિષ્ય ચૈતન્યની મહાયાત્રામાં ક્રમસર આગળ વધે છે. આવા ગુરુ પ્રત્યેના સમર્પણ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. નિજ આત્માના અનુભવરસનું સંવેદન, અનુભવન થાય છે.
આ કાળના “આનંદઘન પૂજ્ય ગુરુ મહારાજના સાનિધ્યમાં ઉત્પન્ન થયેલી પરમ પાવનકારી ચૈતન્યની ભાવયાત્રાના અમૃતપાનમાં આપણે પ્રવેશી રહ્યા છીએ.
આવો, આવો, અધ્યાત્મરસના સહયાત્રીઓ ! આપણે એ અમૃતનું આકંઠ પાન કરી જીવન પવિત્ર બનાવીએ. પરમાત્માનું શરણ લઇ, પરમાત્મામાં તન્મય બની આત્મ અનુભવની મંઝિલ સુધી પહોંચી આનંદરસ વેદના અનુભવ કરીએ.
પધારો.... આત્મરસના સહયાત્રીઓ પધારો... ગુરૂપ્રસાદીરૂપ મહાલક્ષ્મી તમારા સ્વાગત માટે વરમાળા લઈ ઉપસ્થિત છે.
આ ગ્રંથમાં જે કાંઇ લખાય છે તેમાં જનાજ્ઞા અનુરૂપ છે તે સર્વ ગુરુ ભગવંતનું છે. જે કાંઇ ભૂલ હોય તે મારા છદ્મસ્થપણાના કારણે છે. તે માટે ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્
લિ. બાબુ કડીવાળાના ભાવપૂર્વકના
વંદન | પ્રણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 342