Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 15
________________ બનીએ તેવી ગુરુ ભગવંતની શુભ ભાવના આપણા માટે વરસી રહી છે. પરમાત્મા સાથે પ્રેમ કરવા માટેના પૂ. ગુરુ મહારાજે વ્યકત કરેલા દિવ્ય ભાવો આ વિભાગમાં છે, તેનો અભ્યાસ કરી પ્રભુ પ્રેમમાં ખોવાઇ જવું. જીવનનો સૌથી મધુર રસ પ્રભુપ્રેમનો રસ છે. તેનો અનુભવ કરવો. આ ગ્રંથના ત્રીજા ભાગમાં આવતા જન્મ માટેનું દિવ્ય પ્લાનીંગ છે. ‘કર્મ લઇ જાય ત્યાં જવું' આવી પરતંત્રતા અને પરાધીનતા કાંઇ બુદ્ધિમાન મનુષ્ય પસંદ નહી કરે. આવતા જન્મ માટે વિશ્વનું સર્વોત્તમ સ્થળ - વિહરમાન તીર્થંકર વિચરી રહ્યા હોય ત્યાં આવતા જન્મમાં પહોંચવા માટેની દિવ્ય પ્રક્રિયારૂપ ગુરુ પ્રસાદી આ વિભાગમાં છે. શ્રી દેવચંદ્ર મહારાજ જે લગભગ ૨૦૦ વર્ષ પહેલાં અહીં થઇ ગયા તે અત્યારે મહાવિદેહમાં કેવલજ્ઞાનીરૂપે વિચારે છે, ગુરુ પ્રસાદી આ વિભાગમાં છે. તેમનો પરમાત્મ પ્રેમ તેમને સાક્ષાત્ પ્રભુ પાસે લઇ ગયો. તે ગાય છે. : મનમોહન જીનવરજી મુજને અનુભવ પ્યાલો દીધો રે પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ ભક્તિ પવિત્ર થઇ પીધો રે આજ ગઇતી હું સમવસરણમાં જીન વચનામૃત પીવા રે. આવા પ્રભુપ્રેમી અનુભવજ્ઞાની મહાત્મા મહાવિદેહમાં પ્રભુ પાસે ન જાય તો બીજે ક્યાં જાય ? પરમાત્મા પ્રત્યેનો તેમનો દિવ્ય પ્રેમ તેમને કેવળજ્ઞાન લક્ષ્મીના ભોકતા બનાવે તે માટે તો જિનશાસનનું અસ્તિત્વ છે. આ માર્ગે જવા માટે દિવ્ય પ્રેરણા આ ત્રીજા ભાગમાં છે. ગુરુકૃપાથી મળેલ આ અતિ દિવ્ય પ્રયોગ આપને શીઘ્ર મુકિત અપાવશે તેમાં શંકા કરવી યોગ્ય નથી. આ પ્રયોગ પાછળનું તત્ત્વ તો એ છે કે આ ભવમાં તીર્થંકર સાથેનું દેશ-કાળનું અંતર, સાધન-ધ્યાન દ્વારા તોડી નાખો. સાધના દ્વારા પ્રભુ સાથેનું માનસિક અંતર તોડી નાખો અને માનસિક અંતર તૂટતાં ક્ષેત્રનું ભૌગોલિક અંતર તૂટી જશે. અને સાક્ષાત્ મહાવિદેહમાં ભાવ જિનેશ્વર મળશે. ઉ. યશોવિજયજી મહારાજા પણ ૩૫૦ ગાથાના સ્તવનમાં... મન થકી મિલનમેં તુજ કીયો ચરણ તુજ ભેટવા સાંઇ રે... સ્વામી સિમંધરા તું જયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 342