________________
પુષ્યમિત્ર આવ્યો; આ પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ ત્યાર પછી બલમિત્ર અને ભાનમિત્રનાં ૬૦ વર્ષ ગણવામાં આવે છે પરંતુ તે રાજાઓએ શરૂઆતનાં પર વર્ષ ભરૂચમાં રાજ્ય કર્યું. તેમના ૪૮ વર્ષ રાજ્યકાળ દરમિયાન ગભિલને ઉઠાડી મુકવામાં આવ્યો અને શએ અવંતિનો કબજો લીધો. આ શક ચાર વર્ષ રહ્યા ત્યાર પછી આઠ વર્ષ બલમિત્રનું અવંતિ ઉપર આધિપત્ય રહ્યું. આથી ભરૂચનો પર વર્ષ રાજત્વકાળ અને આઠ વર્ષ અવંતીનો રાજત્વકાલ થયો એમ કુલ ૬૦ વર્ષ બલમિત્રનો રાજત્વકાલ ગણવામાં આવ્યો છે. આ પછી નભસેન અવંતિના રાજ્ય ઉપર આવ્યો તેના પાંચમા વર્ષે અવન્તિ ઉપર શકોનું આક્રમણ થયું. પણ ત્યાંની બહાદુર માલવ પ્રજાએ તે આક્રમણને દુર કર્યું. આ ઉત્સાહના નિમિત્તરૂપ
વત્સર પ્રત્યે તે વિક્રમસંવત-માલવ સંવત છે. આ સંવત પ્રવર્યા પછી નભસેને બીજાં ૩૫ વર્ષ રાજ્ય કર્યું. અને તે પછી ગર્દભિઃલ વંશીય રાજ્ય ૧૦૦ વર્ષ રહ્યું. અને ત્યાર પછી ફરી શકે એ અવન્તિ છતી અને મહાવીર નિર્વાણ બાદ ૫ વર્ષે શક સંવત પ્રવર્તે.
આમ પૂ. પં. કલ્યાણવિજયજી ગણિ મહાવીર નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર થયો માને છે પણ તેમાં ઉપર સૂચિત ફેરફાર સ્વીકારે છે. બીજી માન્યતા “મહાવીર નિર્વાણ પછી વિક્રમ ૪૮૩ વર્ષ થયો તે છે” આને માટે બીજા ઉલ્લેખ નથી પણ ૪૭૦ વર્ષનું અંતર મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ વચ્ચે હતું અને
विक्कमरज्जाणंतर तेरस वासेसु वच्छरपवित्ती- . “વિક્રમ રાજ્યારંભ પછી તેર વર્ષ બાદ સંવત્સર પ્રત્યે” તે પરથી તે માન્યતા ઉભી થયેલી છે.
ત્રીજી માન્યતા ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૧૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત થઈ તે છે અને તે માન્યતાના સમર્થનરૂપ આ ગ્રન્થ છે..
આ માન્યતાનું સમર્થન હિમવંત થેરાવલી પ્રગટ થયા પહેલાં પણ કલિકાળ સર્વશ્રી હેમચંદ્રસૂરિજી રચિત પરિશિષ્ટ પર્વના ઉલેખથી અને અન્ય ઉલ્લેખોથી ધ્વનિત થતું હતું, કે જેને આગળ કરીને ડો. હર્મન જેકેબીએ અને જૈન ચારપેન્ટિયરે મહાવીર નિર્વાણથી ૪૧૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયો એમ માન્યું છે. જે તેમ ન માનવામાં આવે તો ગાથાઓમાં બતાવેલ રાજાઓની પરંપરા અને યુગપ્રધાન પુરુષોના કાળને મેળ મળતો નથી, ઐતિહાસિક ઘટનાઓનું સંકલન થતું નથી અને મહાવીર તથા બુદ્ધનું સમકાલીનપણું પણ ઘટતું નથી.
અવંતિ ઉપર પાલવંશનું ૬૦ વર્ષ આધિપત્ય ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે જ રાત્રિએ અવંતિ ઉપર પાલકનો રાજ્યાભિષેક થયો. આ પાલકથી કેવળ પાલકનું નહિ પણ પાલકવંશનું ૬૦ વર્ષ અવંતિ ઉપર આધિપત્ય રહ્યું હતું તેમ સમજવું. પાલકવંશમાં : આ ત્રણ રાજાઓએ મળી ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પાલક ૨૦ વર્ષ મ. નિ.
૧-૨૦ અવંતિવર્ધન ૪ વર્ષ મ. નિ.
૨૦–૨૪ અવંતિષેણ
મ, નિ.
૨૪-૬૦ પાલક પછી ૯૫ વર્ષ નાનું અવંતિ ઉપર અધિપત્ય રહ્યું પહેલો નંદ
વર્ષ ૪
મહાવીર નિર્વાણ ૬૦ થી ૧૦૦ १ एवं च श्री महावीरमुक्तेर्वर्षशते गते । पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभन्नृपः ॥