________________
૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
૧૧ ને ઊભો રહે. તેને જરા નીચે બેસવાનું કહે તો ના બેસે. આબરૂદારનો છોકરોને ! હું ઘણાને કહ્યું, “શેઠ, નીચે બેસીને જરા ? શું આબરૂદાર લોકો ! તારા મોઢા પર જો દીવેલ ફરી વળ્યું છે ! મનમાં શુંય માની બેઠો છે ! જ્યાં જઈએ ત્યાં નફો ને તોટો દેખાડે કે ના દેખાડી દે?
પ્રશ્નકર્તા : દેખાડી જ દે.
દાદાશ્રી : હં. કોઇ ફેરો તમને લાગે છે એવું કે અહીંથી આપણે ત્યાં ગયા, પણ ફાયદો થયો નહીં. તો એ કોણે દેખાડ્યું ? બુદ્ધિ દેખાડે.
અહીં સત્સંગમાં આવેને તો આવતાંની સાથે જ જુએ કે ક્યાં આગળ સારી જગ્યા છે. મકાન વેચાતું રાખવું હોય તો લત્તો સારો ખોળ ખોળ કરે. વસ્તુ સારી લેવા ગયો હોય ત્યાં ફાયદો જુએ. દુકાને જાય તો નફો-ખોટ જોયા કરે. ઘરમાં કોઈથી તેલ ઢોળાઈ જાય, ખોટ ગઈ, તો બુદ્ધિ ત્યાં આગળ કૂદાકૂદ કરે.
આ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી ગોઠવણી) છે અને તેમાં સારું-ખોટું, ઊંધું-છતું તમારી બુદ્ધિ તમને દેખાડ દેખાડ કરે છે. આ ત્રીસ વર્ષ સુધી ભઈબંધ સારો હતો અને એક દહાડો કોઈએ કહ્યું, ‘તમારા ભઈબંધ આવું બોલતા હતા.” તે બીજે દહાડે આપણા માટે એ ખરાબ થઈ જાય. બુદ્ધિ દેખાડે, કે ‘છે આપણા લોકોને કશી કિંમત ? આપણી કિંમત પહેલાં હતી એટલી નથી હવે. અત્યારે ઓછી થઈ લાગે છે.” અલ્યા, અહીં શું કરવા નફો-ખોટ ? આના કંઈ સોદા કરવાના છે આપણે તે ? પણ બુદ્ધિનો સ્વભાવ એવો, નફો-ખોટ દેખાડે. એટલે બુદ્ધિ હંમેશાં સંસારમાં, આ નફો છે ને અહીં ખોટ છે, બે દેખાડે. બીજું કંઈ એના આગળ દેખાડવાની કોઈ લાઈન એને આવડતી નથી.
બુદ્ધિ શું કામ કરે છે ? ચોગરદમનું તમારું ક્યાં નુકસાન થાય છે, ક્યાં દુઃખ થાય છે, ક્યાં અડચણ આવે છે, સંસારની બાબતોમાં એ સાવચેત રહે છે અને સાવધાનીપૂર્વક કામ કરવા જાય છે. અને ધંધામાં કંઈ અડચણ હોય તો એનો કેમ કરીને એન્ડ (અંત) લાવવો, તે કામ કર્યા કરે. એનો ઉપાય ખોળી કાઢે, રસ્તો ખોળી આપે, બસ.
એટલે બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાડનારી છે. તેથી આપણે એને વગોવવા જેવી નથી. એનીય જરૂર છે પણ એના ટાઈમે. પણ આપણે એને બહુ એવું કરવા જેવું નથી કે તારા વગર મારાથી જીવાશે નહીં. કારણ કે નફો-ખોટ દેખાડે, એ તો સંસારમાં ખેંચી જાય.
હવે આપણે વેપારમાં તો બધે ઉકેલ લાવી નાખવાનો છે. દુકાન કાઢી નાખવાની હોય ને, ત્યાં નફો-તોટો જોવાનો હોય ? કાઢી નાખવાની છે, ત્યાં નફો-તોટો જોવાનો ના હોયત્યારે બુદ્ધિ કહે છે કે નફો-તોટો તો જોવાનો !
આમ થઈ જશે તો આમ વધારે થઈ જશે, તે આમ વધારે ખોટ જશે. નફા-તોટાથી શું થાય ? બુદ્ધિ કંઈ નફો-ખોટ પૂરી કરી આપવાની છે ? ઊલટો અજંપો થાય તે જુદો. અમારે બુદ્ધિ નહીંને, તે નફો-તોટો દેખાડે નહીંને ! જ્ઞાનપ્રકાશમાં બેઉ સરખું છે. આ બુદ્ધિના પ્રકાશમાં નફોતોટો બે જુદું દેખાય. તોય આખું જગત બુદ્ધિના પ્રકાશમાં પડેલું છે, નફા-તોટામાં !
અમે તો અબુધ થઈને બેઠેલા. કોઈ કહે, ‘તમારામાં બુદ્ધિ બહુ?” હું કહું કે, “ના, અમે અબુધ ! બુદ્ધિ હોત તો નફો ને તોટો દેખાડત ને ? હા, એ અજ્ઞાશક્તિ હંમેશાં નફો ને તોટો બે જ દેખાડે. આટલા લેઈટ (મોડા) થાય. એ નફો ને તોટો કાઢે. કોઈ માણસે અવળે રસ્તે લીધા હોય, તો કહેશે, ‘લે, અરધો માઈલ મારો નકામો ગયો !' બુદ્ધિ બધામાં નફો-તોટો જોયા કરે ને નફો ને તોટો જયાં સુધી દેખાડે છે ત્યાં સુધી સંસારની બહાર નીકળવા ના દે. અને અમે તો અબુધ, એટલે બીજી કશી ભાંજગડ નહીંને ! અને અમે નફાને તોટો કહ્યો ને તોટાને નફો કહ્યો, તે ‘વ્યવસ્થિત’ પાછું. તે બુદ્ધિવાળાનેય ફેરફાર ના થાય ને અબુધનેય ફેરફાર ના થાય. એટલે અમે અબુધ છીએ ને ‘વ્યવસ્થિત’ જાણીએ છીએ પાછું. ‘વ્યવસ્થિત’ જો અમે જાણતા ના હોતને તો અમેય અબુધ ના થઈ જાત. એટલે અમે જાણીએ કે ‘વ્યવસ્થિત’ છે, પછી શું ભાંજગડ ? અને આ જ્ઞાન પછી તમનેય કહ્યું કે ‘વ્યવસ્થિત છે. માટે બુદ્ધિ નહીં વાપરો. અબુધ થાઓ તોય તમારું બધું ચાલશે.