________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૪૩
૪૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છે, ‘હું કરું છું.” એટલે આપણે અહીં બુદ્ધિ વધી છે. એ કઈ બુદ્ધિ વધી ? વિપરીત બુદ્ધિ. ફોરેનવાળાનીય વિપરીત બુદ્ધિ જ છે. સંસારનું જે કરે એ બુદ્ધિ બધી વિપરીત બુદ્ધિ કહેવાય.
પ્રશ્નકર્તા : નવા યુગનાં ભણેલાં છોકરાંઓ પેલી ધર્મની વાતને ગ્રહણ નહીં કરે.
દાદાશ્રી : તેથી જ આ ભણેલાં છેને, એટલે ફેરફાર થઈ જશે. નહીં તો પેલું જરા જૂનું હોતને, તો ફેરફાર ના થાત. એ ભલું થાય અંગ્રેજોનું કે આ લોકો ખરું-ખોટું સમજતાં શીખ્યાં. બુદ્ધિ વધીને, ભલે બુદ્ધિ વિપરીત થઈ, તો સમ્યક કરતાં મને આવડે છે. પણ વિપરીત ના થઈ હોત તો પછી શી રીતે સમ્યક થાત ? એટલે ઘણું સારું થયું છે.
આ મોટા મોટા શેઠિયાઓ દેખાય છે પણ સમ્યક બુદ્ધિનો છાંટોય ના મળે. આ બધી વિપરીત બુદ્ધિ ખરી, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ખઈ જઉં, એ બધું આવડે. સમ્યક બુદ્ધિ એટલે મારું હિતકારી થાય, એ બુદ્ધિનો છાંટો ના મળે. વિપરીત બુદ્ધિમાં (ગમે તે કરવા) તૈયાર.
પ્રશ્નકર્તા સંસારમાં જે વધારે બુદ્ધિ વપરાય છે એ વધારે ઉત્પાત કરાવે છે.
એવું બોલે. આ કઈ બુદ્ધિ બોલે છે ? સંસારી બુદ્ધિ નહીં, આ સંસારમાંય વિપરીત પાછી આ. સંસારી બુદ્ધિ વિપરીત છે જ, પણ સંસારમાંય વિપરીત બુદ્ધિ આ !
પ્રશ્નકર્તા : વિપરીત બુદ્ધિ સંસારમાં કંઈ મદદ કરે ?
દાદાશ્રી : હું તમને એ બધી વાત આગળ કરું છું. વિપરીત બુદ્ધિ એટલે શું ? પેલાને ચઢ્યું અને ચઢતાં પહેલાં સંસારી બુદ્ધિ હતી. અને ચઢ્યા પછી સંસારી વિપરીત બુદ્ધિ થઈ. હા, તે ‘હું પ્રેસિડન્ટ છું” કહેવા માંડ્યા એટલે આ બધા લોક કહેશે કે, “શેઠને ચઢી છે !” એવું આ બધાને વિપરીત બુદ્ધિને લઈને દૃષ્ટિ જુદી છે, કે “હું આનો સસરો થઉં, આનો કાકો થઉં, આનો મામો થઉં” કહેશે. જાણે કાયમના ના હોય ? આ દારૂ ચઢ્યો, તે ઘેન ઊતરે નહીં ને દહાડો વળે નહીં. તે અભાનતામાં જ ચાલી રહ્યું છે. સભાનતા જ્ઞાની પુરુષ કરી આપે તો દહાડો વળે. નહીં તો સભાનતા કરે નહીં, ત્યાં સુધી અભાનતા ચાલ્યા જ કરે છે.
નિરંતર અભાનતામાં જીવ વર્તે છે. દૃષ્ટિ જ એની પેલી ને પેલી છે. દારૂ ઊતરતાં પહેલાં તો મહીં પાછું દાળ-ભાત ને રોટલી-શાક નાખે, કે પાછો એનો દારૂ થાય. એ તો પાંચ-સાત દહાડા ઉપવાસ કરે ત્યારે દારૂ ઓછો થાય કે બંધ થઈ જાય, ત્યારે એને ખબર પડે કે “ઓહોહો ! આ શું છે ?” ત્યારે ભાન થાય.
તેથી ભગવાને ઉપવાસ કરવાની સૂચના કરી. પણ આ કાળના જીવો ઉપવાસ કરી અને દહાડે સૂઈ જાય. અને લોકોની પર ચિડાયા કરે એનાં કરતાં આ કાળમાં ભાન વગરના લોકો, ઉપવાસ ઓછા કરે તો સારા. ઉપયોગપૂર્વક ઉપવાસ હોવા જોઈએ.
હવે સંસારી વિપરીત બુદ્ધિ સંસારમાં માર્ગદર્શન આપે ? ના. માર્ગદર્શન આપે જ નહીં. છતાં માર્ગદર્શન આપે ખરું પણ અધોગતિનું માર્ગદર્શન આપે. માર્ગદર્શન સરસ આપે, સુંવાળું લાગે પણ જાય અધોગતિમાં !
સંસારની મૂંઝવણમાં માર્ગદર્શન આપે ? એ મૂંઝવણ ઊકેલી
દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ તો કામની છે, પણ એ બુદ્ધિ સમ્યક હોવી જોઈએ. આ તો વિપરીત બુદ્ધિ જ ઉપાધિ કરાવે છે.
આત્માથી વખુટાવે એ વિપરીત બુદ્ધિ ! પ્રશ્નકર્તા : વિપરીત બુદ્ધિ, તે શું છે ? એ સંસારમાં માર્ગદર્શન આપે ? સંસારની મૂંઝવણમાં માર્ગદર્શન આપે ? વિપરીત બુદ્ધિનો દાખલો આપો.
દાદાશ્રી : વિપરીત બુદ્ધિ એટલે હમણે અહીં નગીનદાસ શેઠ હોય, તે આખા ગામની શેઠાઈ કરતા હોય, પણ રાતે થોડું પીતા હોય, તે વધારે પીવાઈ જાય પછી શું થાય ? પછી ‘ઈન્ડિયાના પ્રેસિડન્ટ છું'