________________
(૫) વિશ્લેષણ, ચિત્તવૃત્તિઓ તણું !
૩૦૭
૩૦૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
હર્ષ પાછી, ઊઘાડી આંખે. ત્યારે આપણે એને કહીએ, મૂઆ, તારું ચિત્ત ચોંટી ગયું છે. એવું આપણા લોક નથી કહેતા ? એવું દેખાય કે ના દેખાય ? એક્કેક્ટ મોટું -બોટું દેખાય ને ? વાતો હઉ કરતા દેખાય. હવે આનો ક્યારે પાર આવે ? મનને એવું નથી.
પ્રશ્નકર્તા : ધ્યાન કરવાનો સૂક્ષ્મ પણ હેતુ હોય તો ટેપ ઊતરે છે. પણ જેમાં કોઈ હેતુ નથી, સ્વાભાવિક, નૈસર્ગિક છે, અંતઃકરણનું ધ્યાન નથી તો તેમાં ટેપ ઊતરે કે નહીં ?
દાદાશ્રી : એ તો એમ ને એમ જ ફિલ્મ ચાલ્યા કરે. ચિત્તની જેટલી શુદ્ધિ થાયને પછી ફિલ્મ પડતી બંધ થતી જાય. ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી ફિલ્મ પડ્યા જ કરવાની અને એ ફિલ્મ એ જ સંસાર. જે જુએ ત્યાં ફિલ્મ પડે, જે જુએ ત્યાં ફિલ્મ પડે. બે ભાવ ઉત્પન્ન થાય, કેટલું સરસ છે, કેટલું સરસ છે અથવા તો કેટલું ખરાબ છે, કેટલું ખરાબ છે. એ ભાવથી વધ્યા કરે.
દાદાશ્રી : અભિપ્રાય તો મન બાંધે છે, બાકી ચિત્ત જ ભડકાય ભડકાય કરે છે. ભડકવાની ફિલ્મ જોઈ, તે ભડકાટ ભડકાટ કર્યા કરે. બાકી ચિત્ત બધું જોયા કરે છે. હવે એ અભિપ્રાય તો એને જે જ્ઞાન મળેલું છે, તેના આધારે એ આપે છે.
પ્રશ્નકર્તા : પણ માણસને બાંધે છે શું ? દાદાશ્રી : ચિત્ત જ બાંધે છે ને !
ભટકતી વૃતિઓ, ચિત્તતી ! જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?
પ્રશ્નકર્તા : પણ ચિત્ત ભટકે એમાં શું વાંધો ?
દાદાશ્રી : એ જ્યાં જ્યાં ભટકે છે ને, તે જવાબદારી આપણી. ચિત્ત જે પ્રમાણે પ્લાનીંગ (યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી.
એતો ફોટોગ્રાફીનો ધંધો ધમધોકાર ! ચિત્ત આખા શરીરમાં અહીંથી અહીં સુધી ભટકે અને બહાર આખા બ્રહ્માંડમાં ભટકવાનું.
પ્રશ્નકર્તા : ચિત્તનું બહાર ભટકવાનું કારણ ગ્રંથિઓને ?
દાદાશ્રી : ના, એ પોતાની ફિલ્મના આધારે ભટકે છે. અને ગ્રંથિઓના આધારે મન ફર્યા કરે છે. પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર ફિલ્મના આધારે છે. ગ્રંથિઓ બધી મનની હોય. એ ગ્રંથિઓના આધારે મન ચાલે છે પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર વસ્તુ છે. એટલે અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એણે જોયેલી હોય ને સ્ત્રી અને ફરી દેખાય
પ્રશ્નકર્તા : આ કુદરતી સૌંદર્ય જે ફૂલ-ઝાડ, નદી-નાળાં એ બધી વસ્તુઓ આપણને ગમી જાય તો એનાથી કર્મબંધ કે માયાબંધ થાય ?
દાદાશ્રી : હા, બધું ગમી જાય તે એનાંથી ટેપ બગડે આપણી એટલી. જે જે ગમે એના ફોટા લે છે ને લોકો ? એટલા ફોટા બગડી ગયાને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવી રીતે આમાં પેલી ચિત્તની ટેપ બગડે. એટલે ચિત્ત અશુદ્ધ થયા કરે. અને છેવટે તો ચિત્તને શુદ્ધ કરવાનું છે. આ સંસારનું ચિત્રપટ નહીં એવું ચિત્ત શુદ્ધ કરવાનું છે. હવે ફોટા બહુ ના લેવા અને લેવા હોય તો આ દાદાનો ફોટો લે લે કરવો. બહુ કામ આપશે.
એવું છે ને, આ દેરાસરમાં શું કરેલું હોય છે ? જો સુગંધી કરેલી હોય છે, પછી પેલું આમ આમ ફેરવવાનું આપે છે (ચામર), પછી ઘંટ