________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૪૯૩
૪૯૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બોલાવીએ અને અહીં જોડે બેસાડીએ. પછી એ કહે કે હું તો ધર્મને માટે આવ્યો છું. ત્યારે હું કહું કે અહીં નીચે બેસો. પણ વડાપ્રધાન તરીકે આવ્યો હોય તો એવી રીતે વ્યવહાર કરીએ. કારણ કે એને દુઃખ ન થવું જોઈએ.
પ્રશ્નકર્તા : એના અહંકારને પણ દુઃખ ન પહોંચે.
દાદાશ્રી : દુ:ખ ન થવું જોઈએ. અહંકારી માણસને પણ દુઃખ ન થવું જોઈએ. એ આપણો ધર્મ હોવો જોઈએ. એટલે વ્યવહાર પ્રમાણે એને માન આપવું જોઈએ. અમે વ્યવહારને બહુ માન આપીએ. સહુ સહુના ગજા પ્રમાણે, સહુ સહુની જગ્યાએ, પદ્ધતિસર !
માતી-ખાનદાનીતા કારણો....
તે થોડા વખત પછી કોકને કહે કે પોંક ખાવા ત્યાં હવે જઈએ. ત્યારે પેલાએ કહ્યું, ‘જાર ખલાસ થઈ ગઈ છે.’ એટલે અહંકારનો ડખો ના હોય ને, અને જેમ લોકો કહેને, એમ સરળતા હોય ને, તો વાંધો નથી. લોક કહે છે, એમ નહીં, સંજોગો કહે, એમ ચાલે. પછી વાંધો નથી આવતો. જો એમાં ડખલ કરે છે, મારાથી નહીં થાય આ બધું. તે ડખલ પડી.
આ અહંકાર ડખલ કરે છે બધી. આ અહંકાર બીજું કશું કામ કરતો નથી. બે કામ કરે છે. આવતો ભવ ચીતરી આપે છે તે અને બીજું, ડખલ કરી આપે છે. જોઈએને, આવતે ભવ, સ્ટેશને બીજી ગાડી તો મળવી જોઈએને ? જંક્શન આવ્યું એટલે આ અહીંથી ઊતર્યા પણ બીજી મળવી જોઈએ.
વધારે અહંકારી કોણ હોય કે જેણે માન ના દીઠું હોય અને પછી માન મળ્યું એ બહુ અહંકારી. જેણે માન જોયું હોય ને તેને માન મળે તો અહંકાર ના હોય, એ ખાનદાની હોય. અને જેણે માન જોયું જ નથી એને કહો, સાહેબ, એટલે સાહેબ ચગે મહીં. ખુરશીમાં બેઠો બેઠો ચગે. પછી એને ખખડાવનાર જોઈએ, ખખડાવનાર ! તે પણ ઉતારી દે થોડું, તો.. પ્રશ્નકર્તા : તો આવી જાય ઠેકાણે.
અહંકારતી ડખાડખી ! દાદાશ્રી : સંજોગો તમારા આધીન જ છે, તમે અહંકારે કરીને ડખલ કરો છો.
તમને કોઈ કહે, ‘તારે આવવું છે ?” ત્યારે તમે કહો, “ના, બે કલાક પછી આવું છું. જો ના કહ્યુંને, તે થયો ડખો. આપણે આવવું છે તો ડખો કરવાની જરૂર નથી, અને નથી આવવું તો ડખો કરવાની જરૂર ! હવે એ અહંકાર કરે છે, એ બોલી જાય છે પણ કદી વાળી લે ને એ નીકળી જાય તો ખરું. પણ પછી વાળી લે કે “ના, ના, હું આવું જ છું, હેંડોને.' એટલે અહંકાર બધો ડખો બહુ કરી નાખે છે અને તે જ ડખલ થઈ જાય પછી. પણ આપણા જ્ઞાનમાં ડખલો-અખલો નિકાલી થઈ જાય.
સૂર્યકિરણો, પ્રસર્યા રંગબેરંગી કાચોમાંથી !
આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જે વાંકોચૂકો ચાલતો હતોને, તે સીધો થતો જાય. ઊલટો સરળ થઈ પડે આપણને. મુશ્કેલી વધારે પડતી હોય તે ઓછી થતી જાય. દાડે દહાડે જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામેને એમ મુશ્કેલી ઓછી થતી જાય. બધું કામ સરળ થઈ પડે. આ સંસાર વાંકો કોણે કરેલો છે ? અહંકારે વાંકો કર્યો છે. બાકી, સંસાર સ્ટ્રેઇટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂંકા કરી નાખ્યા. આ અહંકારની જ બધી ભાંજગડ છે.
પ્રશ્નકર્તા : આ સંજોગો અમારે આધીન છે અને અમે ડખોડખલ કરીએ છીએ એની મુસીબત છે, એ જરા દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : એવું છેને, આ ભાઈએ કહ્યું કે હેંડો, ટાઈમ થઈ ગયો છે. ચાલો, થોડું ખાવા માટે. ત્યારે આપણે શું કહ્યું ? અત્યારે નહીં. ‘હું તો તમારે ગામ પોંક ખાવા આવવાનો છું.” એ ડખલ કરી.