Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation
View full book text
________________
અઢાર હજાર વર્ષો વંચાશે આપ્તવાણી !
આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરશે. મહાવીર ભગવાનનું જ્યાં સુધી શાસન ચાલશે ત્યાં સુધી આ રહેશે. ત્યાર પછી વાણી ને પુસ્તકોને મંદિરો બધું બંધ થઈ જાય છે. છઠ્ઠા આરામાં મંદિર છે નહિ કે પુસ્તક નથી. ધડમધડા, ધડમધડા, કચર, કચર, કચર, સામસામી ! હજી અઢાર હજાર વર્ષ સુધી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં, ત્યાં ચોથા આરામાં જઈ શકશે. ‘આ’ કેવી સુંદર વાણી છે ! માલિકી વગરની વાણી જોયેલી ? સાંભળેલી ય નહીં ? તે ‘આ’ માલિકી વગરની વાણી સાંભળો તો ખરા!
આ આટલા હજારો પુસ્તકો આપ્તવાણીનાં બહાર પડ્યા છે ને તે ઉગશે, પચાસ વર્ષે, સો વર્ષે, ત્યારે હિન્દુસ્તાનની બધી જાહોજલાલી થશે. આના શબ્દો ઉપરથી બહુ બહુ મોટું ‘એ’ (વીતરાગ વિજ્ઞાન) જામશે. આ પુસ્તક તો જેમ જેમ લોકોના જાણવામાં આવશે ને તેમ તેમ એની કિંમત સમજાશે.
- દાદાશ્રી
શ્રેણી
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો.
૧૦
(ઉત્તરાર્ધ)
આપ્તવાણી શ્રેણી-૧૦ (ઉત્તરાર્ધ)
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 319