Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 8
________________ જોવા મળે. વિપરીત બુદ્ધિ હોય પણ ડેવલડ હોવી જોઈએ. પછી એને સમ્યક થતાં વાર નહીં, જ્ઞાની મળે તો. વિપરીત બુદ્ધિ, આત્માનું અહિત કરનારી ને સંસારમાં સુખી કે દુઃખી કરનારી. અમુક વિપરીત બુદ્ધિ, સંસારમાં હેલ્પ કરે. જ્ઞાની પાસે સાંભળવાથી બુદ્ધિ સમ્યક થાય. આજકાલનાં ભણેલા જુવાનિયાઓ, ખરું-ખોટું સમજતા થયા, તેથી જ્ઞાનીની વાત જલ્દી સમજી જાય. નગીનદાસ નગરશેઠ પ્યાલી પી ગયા, પછી શું બોલે ? “હું ઈન્ડિયાના પ્રેસિડન્ટ છું.’ તે વિપરીતનીય વિપરીત બુદ્ધિ થઈ ગઈ ! આ ખોરાકનોય મહીં દારૂ જ થાય છે ને ! કૃષ્ણ ભગવાને વ્યભિચારિણી ને અવ્યભિચારિણી કહી બુદ્ધિને. ઈમોશનલ કરે એ વિપરીત બુદ્ધિ. ભૌતિકમાં સુખ દેખાડે એ વિપરીત બુદ્ધિ. વીતરાગ બોધને હૃદયગત કરવામાં, સમ્યક બુદ્ધિ વિના કોઈ સાથ બુદ્ધિ મતાભિગ્રહવાળી થાય, તે કયે ગામ પહોંચાડશે, તેનું ઠેકાણું નહીં. બુદ્ધિ વ્યવહારને સરળ બનાવે. વ્યવહારમાં બુદ્ધિની જરૂર, આત્મા માટે બુદ્ધિની જરૂર નહીં. બુદ્ધિની કોને જરૂર નહીં ? બધાંને જ જરૂર ! માત્ર ૩૫૦ ડિગ્રીથી ૩૬૦ ડિગ્રીવાળાને નહીં. ત્યાં તો છે જ્ઞાન. આ અક્રમ વિજ્ઞાનેય શરૂઆતમાં સમજવાનું સાધન બુદ્ધિ જ છે. પણ આત્માની વાતમાં બુદ્ધિ ના પહોંચી શકે. એ તો જ્ઞાની સંજ્ઞાથી સમજાવે. બુદ્ધિ શ્રદ્ધાને અટકાવે. શ્રદ્ધા લાવે અહંકાર. હિન્દુસ્તાનમાં કેમ વિપરીતતા વધારે લોકો જાગ્રત વધારે તેથી. બહુ જાગૃત તેને ભય બહુ, ચિંતા બહુ. ફોરેનના લોકો વિષયોમાં પડ્યા છે ને ભારતના લોકો કષાયોમાં પડ્યા છે. ત્યાંના લોકો સાહજિક હોય. ગાયો-ભેંસોય સાહજિક જ હોય છે ને ! અહીંના લોકો વિકલ્પી ! “સાપને ઘેર સાપ જાય, જીભ ચાટીને પાછો આવે', એના જેવું. ગાયો-ભેંસોને વાછરડાં પ્રત્યે છ મહિનાની મમતા હોય, વિદેશોમાં માને છોકરાં પ્રત્યે અઢાર વરસ સુધી ને અહીં સાત પેઢીની મમતા. બુદ્ધિ નથી આપણી સત્તામાં, એ તો છે કર્માનુસારિણી. જ્યાં સુધી બુદ્ધિ હોય, ત્યાં સુધી રાગ-દ્વેષ હોય જ ને ત્યાં સુધી સંસારમાં ભટકવાનું. વીતરાગ થવાય ત્યારે મુક્તિ મળે. વીતરાગ બીજ ક્યાંથી મળે ? વીતરાગ ભાવ એટલે સ્વપ્રકાશભાવ ને બુદ્ધિનો સંપૂર્ણ અભાવ. બુદ્ધિ ક્યારે ગુલાંટ ખવડાવે, તે કહેવાય નહીં. બુદ્ધિની ભૂખ ક્યારેય મટે નહીં. જ્ઞાન આગળ જ બુદ્ધિ ટાઢી. - નિરંતર સંસારની રમણતા કરાવે બુદ્ધિ. આત્માની રમણતા એકવાર થાય કે થઈ ગયું કામ. મોક્ષ માટે જપ-યજ્ઞની જરૂર નથી, જરૂર છે આત્મજ્ઞાનની. જ્ઞાનનું ઉત્પાદન બુદ્ધિ પણ વિનાશી જ્ઞાનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય. એકમાંથી થઈ ગયું અનંત. હવે અનંતમાંથી એક થવાનું છે. બુદ્ધિ વાપરવાથી અનંત ફસામણો થઈ. સમ્યક બુદ્ધિવાળો ઘરનાં જમણ જમાડી બે ઝઘડતી વ્યક્તિઓને સમાધાન કરાવી દે. આજકાલ તો, સમાધાન કરાવવાની ફી લે છે ને ? દેવાળું ફૂંકાયું છે. સમ્યક બુદ્ધિનું ! શ્રેષ્ઠી બન્યા શેટ્ટી, શેઠ, ને નોકરો તો માતર કાઢીને જ સમજે, શઠ ! અપમાન થાય ને અસર થઈ જાય, ત્યાં નથી સમ્યક બુદ્ધિ. સમ્યક બુદ્ધિ ક્યારે પ્રગટે ? પરિગ્રહ સંપૂર્ણ ખલાસ થાય, શાસ્ત્રોનો ને સંતોનો સંગ થાય ત્યારે અને જ્ઞાની પાસે બેસવાથી જ બુદ્ધિ સમ્યક થઈ જાય. અજ્ઞાનેય એક પ્રકારનું જ્ઞાન જ છે, અજવાળું છે. વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહ્યું. જેમ બુદ્ધિ વધે, તેમ બળાપો વધે. નાના બાળકોને બળતરા હોય ? ના. કારણ કે બુદ્ધિ નહીં ને એમને. જેમ બળાપો વધે, એટલે સુખની શોધ કરે. તે શોધતાં શોધતાં બધું વિનાશી ભાસે ! અંતે આત્મા ભણી જાય, સેફસાઈડ માટે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 319