________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૩૯
૪૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આપે. ડેવલડ બુદ્ધિ અવળી હોય તો અધોગતિમાં જાય અને ડેવલર્ડ બુદ્ધિ સવળી હોય અને જો એને માર્ગમાં વાળનાર મળી આવે તો કલ્યાણ થઈ જાય. કારણ કે આ હું વાત કરું છું ને, ડેવલપ્ત હોય તે તરત સમજી જાય, નહિ તો ના સમજે. આ ફોરેનના લોકોને બોલાવો અહીં આગળ, એક વરસ દહાડો મારી જોડે બેસે તો એક અક્ષરેય ના સમજે અને તમે એક કલાકમાં બધી વાત સમજી જાવ, હું શું કહેવા માંગું છું તે !
અને સતયુગમાં દુઃખ જ નહોતું. સતયુગમાં સુખ કેવું ? ખાવાપીવાનું બધું મળે, કશી અડચણ નહીં. ખઈને સૂઈ જવાનું, બસ ! બુદ્ધિ તો કસોટીમાં ક્યારે આવે ? જ્યારે કંટ્રોલ હોય, બીજું હોય, ગાડીમાં ભીડ હોય, આમ હોય, તેમ હોય, ભીડમાં બુદ્ધિ કસોટીમાં આવે.
પ્રશ્નકર્તા : જેમ તકલીફ વધારે પડે, એમ....
દાદાશ્રી : હા, તકલીફ વધારે તેમ બુદ્ધિ કસોટીએ વધારે ચઢે. તકલીફથી બુદ્ધિ કસાઈ ગયેલી. નહીં તો લોક બુદ્ધિશાળીઓ ન હતા. એ ડફોળ હતા સતયુગમાંય !
પ્રશ્નકર્તા : તો આ સતયુગના ઋષિમુનિ થઈ ગયા એ બધા ?
દાદાશ્રી : એ ઋષિમુનિઓ તો બધા પુણ્યશાળી હતા, પણ બુદ્ધિ કસાયેલી નહોતી. આ તો ફક્ત તીર્થંકરો થયા એ એમની પુણ્ય લઈને જ આવેલા અને એ તીર્થંકર થવાના જ હતા, એટલે થયા. અને એ હડેડ પરસેન્ટ હતા પણ બીજા બધા લોકોમાં કશું ભલીવાર નહીં. બુદ્ધિ તો અત્યારે કસાયેલી છે. તે આ છોકરાઓ આટલા જે પ્રશ્નો પૂછે છે ને, તે મોટી ઉંમરનાને તે દહાડે પૂછતા નહોતા આવડતા.
બુદ્ધિ તો કોઈ કાળે આવી હતી નહીં. સતયુગમાંય આવી નહોતી. શી રીતે હોય, બળી ? બેઠા બેઠા ખાવાનું મળે. કશું ડખલ નહીં. હંમેશાં ડખલો ઊભી થાય, ત્યારે બુદ્ધિ વધે. આખો દહાડો અથડામણ વધે ત્યારે બુદ્ધિ વધે. આપણે અહીં તો ખાંડનો કંટ્રોલ આવતાં પહેલાં શી રીતે લાવવી તે બધું સમજી ગયો હોય.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે પહેલાંના વખતમાં બુદ્ધિશાળી ન હતા, તો અત્યારના જે આ બધા પુરાતન તત્ત્વવેત્તાઓ, સંશોધન કરનારા છે, એ લોકોએ એવું ખોળી કાઢ્યું છે કે બુદ્ધિશાળી બધા હતા ત્યારે પણ ?
દાદાશ્રી : હું તો સતયુગની વાત કરું છું, સતયુગ, ત્રેતાની. દ્વાપરમાંથી જ બુદ્ધિ કસાઈ, કસોટીએ ચઢી. તો પણ આજના જેવી ન હતી. અત્યારે આ ટોપ ઉપર બેઠેલી છે. નહીં તો હિન્દુસ્તાનમાં આત્માની વાત કરાય જ નહીં, પરસાદની વાત કરવી પડે. તે પરસાદ કરીને લાવ્યા છે, આવજો ત્યાં ધર્મમાં. નહીં તો તમારામાં પેલું કહે છે ને, લહાણી.
પ્રશ્નકર્તા : હા, પ્રભાવના થવાની છે, તે ટોળેટોળાં આવે.
દાદાશ્રી : તે બબ્બે કેળાં આપેને, તે લઈ લે. આ તો આ કાળના લોકોને આત્માસંબંધી વાત કરાય.
પ્રશ્નકર્તા : નહીં તો આ જગતના રચનારનો વિચાર કરવો એ પણ એક ભ્રાંતિ જ છે, એવું જ કહે છે ને ?
દાદાશ્રી : એ ભ્રાંતિ છે. પણ વિચાર એ તો બુદ્ધિ અને કરાવડાવે છે. કારણ કે બુદ્ધિ એટલી ડેવલપ થઈ છે. આફ્રિકાના જંગલીઓને રચનારનો કંઈ વિચાર નથી આવતો, કારણ કે બુદ્ધિ ઉત્પન્ન થઈ નથી. બુદ્ધિ વિકાસ પામી નથી, તે કશું જ નથી આવડતું. અંગ્રેજોને, એ બધા આપણા હિન્દુસ્તાનમાં આવ્યા, તેથી બુદ્ધિ વિકાસ પામી.
તે દહાડે તો યુગ એવો કે કોઈને જમાડવાની બુદ્ધિ ના થાય અને કોઈને જમવાની બુદ્ધિ ના થાય. બોલો હવે, શી દશા થાય ? જમવાની બુદ્ધિ હોય તો જમાડવાની ઈચ્છા થાય, કે આ લોકોને બોલાવીએ જમવા. પણ જમવાની બુદ્ધિ જ નહીં ત્યાં આગળ જમાડનાર કોણ ? એટલે બધું આઈડલ (નિષ્ક્રિય) પડી રહેતું હતું. અત્યારે તો જોઈએ એટલા જમાડનાર, જમનાર હશે, ત્યારે ખોટ ખરી ? તે દહાડે જમનાર