________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ તો ભોગવે એની ભૂલ. ભૂલ કોની છે એ ખબર પડી જાય. ઊંઘ ના આવે તો આપણે ના સમજીએ કે કોની ભૂલ છે ? પ્રશ્નકર્તા : એ બરોબર, પણ હવે એણે જ્ઞાનની રીતે, કઈ રીતે સોલ્યુશન લાવવું જોઈએ ?
૧૨૬
દાદાશ્રી : એ તો આપણું જ્ઞાન જ એમને શીખવાડશે. આપણું જ્ઞાન એવું છે કે એને શીખવાડ્યા વગર રહે નહીં.
આ અમને બુદ્ધિ નહીં એટલે પછી અમને વઢવાડ ના થાય ને ! અને તું તો બુદ્ધિવાળો માણસ, રોફવાળો માણસ. અને તું તો પાછો સહન કરે. એટલે વધારે કૂદવાનું.
પ્રશ્નકર્તા : રોફવાળો બહુ સહન કરે ?
દાદાશ્રી : તે સહન કરે છે ને, એટલે સ્પ્રિંગ વધારે કૂદે છે. જ્યારે કૂદે છે ત્યારે વધારે કૂદે. એ છેલ્લે દહાડે તું આખુંય ક્રેક (તડ) પાડી દે. તે બાર ઈંચ પહોળી ક્રેક. એટલે સિમેન્ટથીય પૂરી ના થાય એવી ! એટલે એવું સહન કરવાનું ના હોય. વિચારવાનું હોય કે આ કહ્યું, તો આમાં કોની ભૂલ છે ? ‘ભોગવે એની ભૂલ' કહીને આપણે માથે લઈએ તો ઉકેલ આવે. તારે કોઈ દહાડો ભોગવવું નથી પડતું ? ને ભોગવવું પડે, તો આપણે સમજીએ કે આ મારી જ ભૂલ છે.
પ્રશ્નકર્તા : હા, એ ભૂલ પોતાની પકડાય કે આ ભોગવવું પડ્યું ત્યાં ભૂલ પોતાની છે.
દાદાશ્રી : હું તો પૂછું કે બોલો હવે, તમે ભોગવો છો કે હું ભોગવું હું હું છું ? ત્યારે એ કહે, ‘હું જ ભોગવું છું.’ ત્યારે હું કહું કે, ‘તો તમારી ભૂલ.’ અમારી ભૂલ તો અમને તરત પકડાઈ જ જાય. અમારી ભૂલ થાય ખરી. કારણ કે વ્યવહાર છે ને ! અને નજીકનો વ્યવહાર બહુ ભારે હોય છે, વસમો વ્યવહાર હોય પણ એમાં ભૂલ બહુ જૂજ થાય.
પ્રશ્નકર્તા : એક અબુધ છે એટલે ઓછી બુદ્ધિવાળો ને સામો વધારે બુદ્ધિવાળો એટલે એમાં ભાંજગડ ના પડે ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
દાદાશ્રી : કશુંય ભાંજગડ નહીં.
પ્રશ્નકર્તા : હવે બેઉ બુદ્ધિશાળી હોય તો શું ?
દાદાશ્રી : એ તો આજુબાજુના બધાય જાણે કે એ પૈણ્યા, તે બેઉ બુદ્ધિશાળી અને બુદ્ધિ એટલે તો ખખડ્યા વગર રહે નહીં ને ! પ્રશ્નકર્તા : ત્યાં એ બન્નેએ કેવી રીતે સોલ્યુશન લાવવું પડે, એમની વચ્ચે અથડામણ ટાળવા માટે ?
૧૨૭
દાદાશ્રી : એ સોલ્યુશનમાં તો, એ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું ને નહીં તો એ ય ગયા ને આ ય ગયા. ડાઈવોર્સ (છૂટાછેડા)
લે.
પ્રશ્નકર્તા : અને જોડે રહેવું જ પડતું હોય તો ? દાદાશ્રી : એ સોલ્યુશન તો લાવે જ.
પ્રશ્નકર્તા : પણ એ સોલ્યુશન કેવી રીતે લાવવું જોઈએ ?
દાદાશ્રી : એ તો ભાંજગડ ઓછી થતી જાય. પણ તોય આપણે કોની ભૂલ છે એ તપાસ કરતાં રહેવું તો ઉકેલ આવે. એમની ભૂલ એમને દેખાય નહીં, પણ તારી ભૂલ તને દેખાય. એટલે તારે ઉકેલ લાવવો જોઈએ અને એમની ભૂલ હોતી જ નથી, આપણી જ ભૂલ હોય છે. ભૂલ તો જે દઝાયો, તો આપણે જાણવું કે આની ભૂલ છે. પ્રશ્નકર્તા : એટલે જેને ભોગવટો આવ્યો એની ભૂલ ? દાદાશ્રી : અસલ કાયદેસર લખેલું છે.
વ્યવહારતા ઉકેલો વ્યવહારિકતાથી !
પ્રશ્નકર્તા : પણ આમાં વ્યવહારના પ્રસંગો એવા હોય છે કે એનું સોલ્યુશન વ્યવહારથી આપવું પડે. એવું બને ખરું ?
દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. વ્યવહાર એટલે તને ને મને અનુકૂળ આવ્યું એનું નામ વ્યવહાર. તું કહે કે, “ભાઈ, બોલો તમને