Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 277
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર ૪૯૫ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એવું ખરું કે વાંકાને વાંકો જ અહંકાર આવે ને સીધાને સીધો જ અહંકાર આવે ? દાદાશ્રી : જુદા જુદા જ. જેમ આ આકાશમાંથી વરસાદનું પાણી પડે છે તે મીઠું છે પણ લીમડો પીવે તો કડવું થઈ જાય, આંબો પીવે તો જુદું થઈ જાય. દરેક જુદું જુદું થાય. દરેક જુદા જુદા સ્વભાવનું દેખાય. એવું મનુષ્યમાં એ અહંકાર છે તે એક જ પ્રકારનો, રંગ જુદા જુદા લાગ્યા કરે. વિનમ્ર, શિરોમણિ દાદા ! એક જજ આવ્યા'તા. મેં કહ્યું, “શું હું હું કર્યા કરો છો ? એવો ઇગોઇઝમ શા કામનો ? મોટામાં મોટી નબળાઈ ઇગોઇઝમ છે. તમે ગમે તેટલા ગુણવાન હો તોય તમારામાં નમ્રતા આવવી જોઈએ.’ ગુણવાન ક્યારે કહેવાય કે એ નમ્રતાથી ભરેલો હોવો જોઈએ. ઇગોઇઝમ એટલે છલકાયો ! છલકાયો એટલે યુઝલેસ (નકામો) કહેવાય ! અહંકાર એ જ અધૂરાપણું ! હું અહીં વાત કરું ને સામો ઉગ્ર થાય એટલે હું તરત સમજી જાઉં કે મારું ખોટું છે. તદન, હંડ્રેડ પરસન્ટ (૧૦૦ ટકા) ખોટું છે, એટલે હું પછી એવું ના કહું કે આને સમજણ નથી તેથી ઉગ્ર થાય છે. મારી જ ભૂલ છે. પ્રશ્નકર્તા ઃ તમારી આ નમ્રતાનું લેવલ છે એ બધાથી પકડાતું નથી. તમે એક સેકંડમાં આખી પલટી મારી નાખો છો. દાદાશ્રી : તમે તો નબળા છો ને વધારે નબળાઈ થાય તમને. મારે તમને સ્કોપ આપવો જોઈએ. પ્રશ્નકર્તા : અને એ સ્કોપ આપવા માટે તમે પેલું ખોટું છે એવું નથી કહેતા. દાદાશ્રી : આ તો મારી ભૂલ થઈ ગઈ એમ કહું. પ્રશ્નકર્તા : મારે એ કહેવું છે, કે તમે આટલું જ્ઞાન પામ્યા પછી, પેલા માણસને ના સમજાય તો તમે કહો કે હું ખોટો. દાદાશ્રી : ‘હું ખોટો’ કહી દઉં. તમને દેખાતું નથી, તે હું તમને ક્યાં સુધી કહું કે જો જો, આ આમ છે, આમ છે. એ તમે અકળાઈ ઊઠશો. અને તમારા હાથમાં છરી હશે તો મને મારશો. હું કહું કે, “ના, તમે ખરા છો, છરી મૂકી દો, ભઈ.’ નહીં તો છરી મારી બેસે. એને દેખાતું નથી એટલે. પ્રશ્નકર્તા : જેમ જેમ મહાત્માઓને જ્ઞાન ને સમજ વધે છે, તેમ પેરેલલ (સમાંતર) અહંકાર વધે છે. ખરેખર પેરેલલમાં નમ્રતા વધવી જોઈએને ? દાદાશ્રી : એ જે અહંકાર વધે છે તે ચાર-છ મહિના હું ગોળો ગબડાવી દઉં. તે બધું આખું ઊડી જાય ! હું રોજ રોજ કચકચ નથી કરતો. હું જાણું ખરો કે અહીં આટલો વધ્યો છે. એટલે એકાદ ફેર આપી દઉં પાછો, આ બધાંને આમ જ કરી કરીને રાગે પાડ્યું છે બધું. દોષ કાઢવો છે અને હું આવું નહીં તો એ બાજુ ઝાડ ઊભું થઈ જાય પાછું. વણછો ઊભો થઈ જાય. એટલે પેલાનું ફળ ના આવે. તમે વણછો સમજો છો ? વણછા નીચે કપાસ થાય તો શું થાય ? એય મોટા મોટા ઊભા થઈ જાય ! ફૂલ કશું આવે-કરે નહીં. એટલે આપણાં લોક શું કહે કે વણછો લાગ્યો. અલ્યા ભઈ, આવડો મોટો કપાસ થયો ને કહ્યું કેમ આવ્યું નહીં ? ત્યારે કહે, વણછો લાગ્યો ! અલ્યા, વણછો એટલે શું ? આવું ઝાડ ઊગી નીકળે ત્યાર પહેલાં હું કાપી નાખું, હડહડાટ ! તમે મારી આ રીત આદરજોને ! મારી રીત, તમારી જ છે. પ્રશ્નકર્તા: તમારી રીતથી ચાલે છે. મારે પેલા મેન્ટલ હોસ્પિટલ જેવું કરવાનું આવ્યું છે. આમ આંગળી કરવી પડે ને નીકળી જવું પડે એવું કરવું પડશે. દાદાશ્રી : ના, એ અહીંયાંય તમારો અહંકાર છે.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319