________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
પ૨૩
૫૨૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બેસવાથી જ, સાંભળવાથી જ, આ શબ્દ કાનમાં પેસી જાયને તોય કેટલાંય પાપ ધોવાઈ જાય. જ્ઞાની પુરુષના તો હાથ અડે તોય પાપ ધોવાઈ જાય. અમને ગાળ દો, મારો તોય કશું વાંધો નહીં ને તમને પડવા ના દઈએ પાછા. અમે જાણીએ કે બિચારાનું એનું શું ગજું ? આ એની સમજણ નથી ત્યારે તો આવું કરે. કોઈ સમજણવાળો આવી જવાબદારી ખેડે જ નહીંને ? અને એ ખેડે તો અણસમજણવાળો છે.
પ્રશ્નકર્તા : કેટલાકને ‘દાદા ભગવાન' શબ્દ નડે છે.
દાદાશ્રી : હું તો લગ્નમાં જઉં છું ને, ત્યાં ફટોફટ દર્શન કરવા આવે છે લોકો. મોટું જોતાં જ કે આ મહીં એવો કંઈ ભગવાન જેવો અહંકાર નથી. મોઢા પર અહંકાર દેખાતો નથી. એટલે આવી આવીને પગે લાગી જાય છે, નાનાં-મોટાં બધાંય ! કારણ કે મોટું જુએ, હાસ્ય જુએ, એ બધું જુએ, એમાં અહંકાર ના દેખાય.
અહંકાર, યોગીઓમાંય ! આ જગતનો નિયમ એવો છે કે આ પૂર્વ દિશા તરફ જુઓ એટલે પશ્ચિમ દિશા બંધ થઈ જાય. તેમ સંતો એટલે જે સારા માણસો છે, તેના બધાનાં નામ સંભારો, તે વખતે તમારાં તો દુઃખ ઓછાં થાય. અને કુસંગને સંભારે તે દુઃખ તમારાં હાજર થઈ જાય ! આ કાયદો જ છે, લૉ ! સત્સંગીઓને સંભારો એટલે સુખ થાય. એટલે સારા સંગવાળા હોય અને તેમાંય વળી પાછા એ તો મોટા કહેવાય. પાછા સત્સંગીઓમાંય સંતો અને સત્ પુરુષોને સંભારો, અને જ્ઞાની પુરુષને સંભારો તો તો વાત જુદી ! જ્ઞાની પુરુષનો ધંધો શો કે બધાને કેમ સુખ આપવું, એ જ ધંધો એમનો. કોઈ એમને દુઃખ આપી જાય તો એ લઈ લે અને તે દુઃખ આપનારને આશીર્વાદ આપીને, કે તું જીવજે અને સદ્સ્ત જજે. અને મને ભેગો થયો ને જો કદી એ દુઃખી થયો તો પછી મારી જ ભૂલ છે. પછી ગમે તેવો નાલાયક છે, તે એની નાલાયકી કે લાયકી અમારે જોવાની નથી. અત્યાર સુધી મને ભેગો થયો તે કોઈ દુ:ખી થયો નથી. આખી લાઇફમાં (જિંદગીમાં) ક્યાં સુધી
મને અહંકાર હતો ? જ્યાં સુધી જ્ઞાન ન હતું, ત્યાં સુધી મને અહંકાર હતો કે મને ભેગો થયો માટે એ કંઈક પણ સુખી થવો જોઈએ.
પ્રશ્નકર્તા : અત્યારે આપ જે વાત કરો છો તે કોઈ સાંભળે તો એને એમ જ લાગે કે આપ અહંકારથી વાત કરો છો.
દાદાશ્રી : હા, એને એવું જ લાગેને, કારણ કે વ્યવહારની વાત કરું છું. એને તો એવું જ લાગેને આ જુદાઈની વાત છે. મને અને તમને, એવી જુદાઈની વાત કરે છે. પણ મારામાં તે અહંકાર હોય જ નહીંને ! પણ સામાને લાગે, કારણ કે વાક્યો ઉપરથી, વાણી ઉપરથી, ભેદબુદ્ધિની વાણી ઉત્પન્ન થાય. ઇગોઇઝમ હોય ત્યાં જ્ઞાન ના હોય. જેટલો ઇગોઇઝમ પાતળો પડયો, એટલું જ જ્ઞાન પણે પ્રકાશ પામે. બિલકુલ ઇગોઇઝમ ખલાસ થયો તો ત્યાં આગળ યોર (શુદ્ધ) દેખાય.
આ તો અજ્ઞાન દશાની વાત કરું છું. તે દહાડે દુકાનમાં ગયો હોઉં, ધોતિયાનો જોટો ખરીદવા, ત્યારે હું સમજું કે ધોતિયાના અઢાર દુ છત્રીસ થાય, એને બદલે ચાલીસ લઈ ગયો. પણ એને મનમાં સંતોષ થાયને ! પાછો વળ્યો હોત તો એને મનમાં થાત કે ‘આવ્યા પણ કશું ચાર આનાય મળ્યા નહિ. એક આનાની ચા નકામી ગઈ ?” એટલે એને મનમાં હું ખરાબ ના દેખાડું. કદર કરું કપડાંની. પણ એને સંતોષ થવો જોઈએ. હું મળ્યો ને એનું દુઃખ રહ્યું તો તો હું મળ્યો એનો અર્થ શો ? આવો મને ઇગોઇઝમ હતો.
પ્રશ્નકર્તા : પછી ઇગોઇઝમ ક્યાં ગયો ?
દાદાશ્રી : પછી ઇગોઇઝમ જતો રહ્યો, અમને જ્ઞાન થયું પછી બધો ઇગોઇઝમ જતો રહ્યો. એ જોયો જ નથી તમે. જોયો હોત તો ભડકી મરો. ક્યાંય જતો રહ્યો, ખબરેય ના પડી.
જ્ઞાતમાં શું થાય ? પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયું એટલે શું થાય ? દાદાશ્રી : કશું નહીં. આ બધો અહંકાર-બહંકાર બધો ઓગળી