Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 308
________________ ૫૫૬ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) મૂળ કારણ, અહંકારતું ! પ્રશ્નકર્તા : અહંકાર જો દેહમાં પણ ન હોય અને આત્મામાં પણ ન હોય તો અહંકારની જગ્યા ક્યાં ? દાદાશ્રી : અહંકાર એટલે અજ્ઞાનતા. પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ ને કે આત્મા અને દેહ બન્ને જુદા છે ? દાદાશ્રી : જુદા છે જ, કાયમને માટે. બધાને જ છે, જીવમાત્રને છે. પ્રશ્નકર્તા : આ બન્ને અલગ હોવાની માન્યતા હોવા છતાં ‘હું કરું છું' એમ ભાવ થાય છે એ ? દાદાશ્રી : એ ઇગોઇઝમ છે. પ્રશ્નકર્તા : આ ઇગોઇઝમને છૂટો કેવી રીતે કરવો ? દાદાશ્રી : એને છૂટો કરવાની જરૂર જ નથી. ઇગોઇઝમનું રૂટ કૉઝ (મૂળ કારણ) કાઢી નાખવાનું છે. પ્રશ્નકર્તા ઃ એનું રૂટ કૉઝ શું ? દાદાશ્રી : અજ્ઞાનતા. પ્રશ્નકર્તા : શેની અજ્ઞાનતા ? દાદાશ્રી : આ શું છે ? આ કોણ કરે છે ? હું કરું છું કે આ કોણ કરે છે ? એ અજ્ઞાનતા કાઢી નાખવાની. આ તો અજ્ઞાનતાની ફાચર છે. બીજું કશી ફાચર નથી. આત્મા અજ્ઞાની છે નહીં, આત્મા જ્ઞાની છે. પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ ઊભી થઈ, પણ આ વિજ્ઞાનમાં એની જગ્યા ક્યાં છે ? દાદાશ્રી : અહંકારમાં. અને રોંગ બિલીફથી અહંકાર ઊભો થયો અને અહંકારથી રોંગ બિલીફ ઊભી થઈ. (૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું ! પ્રશ્નકર્તા : તો આમાં પહેલું કયું, રોંગ બિલીફ કે અહંકાર ? દાદાશ્રી : ગોળમાં પહેલું કશું હોય નહીં. ગોળમાં પહેલું કશું હોતું હશે ? પહેલું બધું બુદ્ધિ ખોળે. ‘ઉસમેં પહેલા કૌન ? ત્યારે કહી દે, કયું પહેલાં ખોળવા નીકળ્યા ? ઝાડ પહેલું કે બીજ પહેલું ? ૫૫૩ પ્રશ્નકર્તા : પહેલું નહીં તો છેલ્લું કયું એ કહો. દાદાશ્રી : પહેલુંય ના હોય ને છેલ્લુંય ના હોય. એ વસ્તુ જ નથી. માન્યતા જ છે ખાલી. રોંગ બિલીફો જ છે. જ્ઞાનમાં એવું કશું હોતું જ નથી. બિલીફમાં જ ખોટું છે. જ્ઞાનમાં ખોટું હોતું નથી. નહીં તો આત્મા જુદો થઈ જાય ! આપણે આ જે શબ્દ બોલ્યા, રોંગ બિલીફ, નહીં તો તો આ એનું ઊઘાડું જ ના પડત, કે આ મિથ્યાદર્શન શું છે તે ! મિથ્યાત્વ શું છે એ ઊઘાડું જ ના પડત. લોકોને એ શબ્દ સમજાય જ નહીં. આ તો આપણે રોંગ બિલીફ કહીને, તે બધું ઊડી ગયું. હા, એ ખાલી બિલીફ જ છે, બીજું કંઈ નહીં ? કશું ચોંટ્યુંય નથી ને વળગ્યુંય નથી અને તે માની લીધું કે મને વળગ્યું. ત્યારે કહે, ‘જા, કાઢ સ્વાદ !' પ્રશ્નકર્તા : એટલે આ બિલીફના સંસ્કાર અહંકાર ઉપર પડતા હશે કે આ મારો ભાઈ થાય, મારી બેન થાય, આ મારો સગો થાય. દાદાશ્રી : બળ્યું, એ તો લોકોનું જોઈને શીખ્યો બધું. એ લોકસંજ્ઞા છે બધી. દેખીને શીખે છે. પેલો કહેશે, ‘દેખો, હમારા સાલા આયા.’ એટલે આ નાનો હોય તે કહેશે, ‘હું હઉ પૈણીશ ત્યારે મારેય સાળો આવશે.' એ લોકસંજ્ઞા બધી. પ્રશ્નકર્તા : એ લોકસંજ્ઞા ગ્રહણ કોણ કરે છે ? દાદાશ્રી : અહંકાર જ બધું કરે. અહંકાર આંધળો છે, દેખતો જ નથી બિચારો, બુદ્ધિની આંખે ચાલે એ. હવે બુદ્ધિ કહેશે, ‘એ તો આપણા મામા સસરા થાય'. ત્યારે કહે, ‘સારું.’

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319