________________
પE0
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : ખાલી ભ્રાંતિ કરી કે મેં કર્યું એટલે ગરબડ થઈને? દાદાશ્રી : ત્યારે બીજું શું ? પ્રશ્નકર્તા : ખાલી ભ્રાંતિમાંથી ખસી જાય.. દાદાશ્રી : તો ઉકેલ આવી જાય ! પ્રશ્નકર્તા : પછી વિભાવો ભલેને ઊભા હોય.
દાદાશ્રી : તેનો વાંધો નથી. એ ‘પોતે ખસી જાય તો એ છોને રહ્યા ! ‘ખસનારો કોણ’ એને જાણવું જોઈએ. ‘હું ચંદુલાલ કે ઉમાકાંત', એને જાણવું જોઈએ. કારણ કે જે ચંદુભાઈનામાં કામ કરતો'તો, અહંકાર તે ‘હું અહીંથી ખસીને મૂળ જગ્યાએ બેસી ગયો. “હું” શુદ્ધાત્મામાં બેસી ગયો.
પ્રશ્નકર્તા ઃ અહંકાર એ વિભાવ છેને ?
દાદાશ્રી : હા, અહંકાર એટલે ‘આ હું કરું છું. જે નથી કરતો છતાં કહે છે ‘હું કરું છું એ અહંકાર.
પ્રશ્નકર્તા : બીજા વિભાવો હતા અને અહંકાર છેલ્લે ઊભો થયો ?
દાદાશ્રી : ના, એ ઓટોમેટિકલી બધું સાથે જ થઈ જાય છે. ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણો ઊભા થાય છે.
પ્રશ્નકર્તા : જીવ અંદર ભળ્યો ત્યારે અહંકાર ઊભો થયોને ?
દાદાશ્રી : ‘હું' તો છે જ, પણ હું જે છે તે એની જગ્યાએ નહીં વપરાતા, ‘હું આ કરું છું’ એ ભાન થયું ત્યારે અહંકાર થયો. એની જગ્યાએ બેસી જાય ત્યારે અહંકાર ઊડી ગયો.
પ્રશ્નકર્તા : એટલે ક્રોધ-માન-માયા-લોભ તો ત્યાં હતાં જ ને?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા પહેલાં. પછી છે તે ક્રોધ ને માન અહંકાર ગણાયો અને લોભ ને કપટને
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૬૧ મમતા ગણાઈ. તે અહંકાર ને મમતા બેઉ શરૂ થઈ ગયાં.
પ્રશ્નકર્તા : એટલે ‘હું' તો હતું જ.
દાદાશ્રી : “હું ક્યાં જતું રહેવાનું હતું ? અસ્તિત્વ તો છે જ. ‘હું છું જ’, એ તો વાત સાચી છેને ?
વિભાવમાંથી અંતઃકરણ ! પ્રશ્નકર્તા : અને સમસરણ માર્ગમાં પેઠો ત્યારથી જ વિભાવ એને વર્તે છે ?
દાદાશ્રી : એ પેઠો નથી, સમસરણ માર્ગમાં છે જ. ‘આ બીજું કોઈ તો છે જ નહીં, મેં જ કર્યું આ', કહે છે.
પ્રશ્નકર્તા : એ તો ઠેઠ બુદ્ધિ ઊભી થાય ત્યારે એને શરૂ થાય ને એવું ?
દાદાશ્રી : બુદ્ધિને બધું તો પછી ઊભું થાય છે. પણ એ તો એવી આંટી પડી જાય છે. પેલું માંકડું મહીં માટલીમાં આમ હાથ ઘાલેને, ચણા ખાવાની લાલચે આમ જોશથી હાથ ઘાલે મહીં. અને પછી મુઠ્ઠી વાળી એટલે પહોળું થયું પછી નીકળે નહીં હાથ. એટલે એને એમ લાગ્યું કે મને કોઈએ મહીંથી પકડ્યો ! માંકડું છે તે મુઠ્ઠી વાળે છે ત્યાં સુધી તો ‘હું હતો જ. મને કોઈએ પકડ્યો નથી, એમેય કહેતો'તો. મુઠ્ઠી વાળે છે ને નીકળતું નથી, એટલે એને વહેમ પડી જાય છે કે મહીંથી કોઈએ પકડ્યો મને. પણ એમ નથી ખબર પડતી કે મુઠ્ઠીવાળી તેને લીધે નીકળતો નથી. અલ્યા, મુકી છોડી દેને ! તો તું છૂટો જ છું. પણ એણે ના છોડી એટલે આંટી પડી ગઈ ત્યાં આગળ.
પ્રશ્નકર્તા : જે ભ્રમ પડી ગયો હતો કે “હું બંધાયેલો છું... તમે તો એ ભ્રમ છોડાવ્યોને ?
દાદાશ્રી : બસ, એ જ. એ જ છોડાવ્યો. અમે કહ્યું, ‘મુઠ્ઠી છોડને, છુટ્ટો જ છું તું.’ એટલે મુઠ્ઠી એ મમતા છે. અહંકારનો વાંધો