Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 301
________________ પ૪૨ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) () વિજ્ઞાન, અહંકારના જન્મનું ! પ૪૩ પ્રશ્નકર્તા: એને પ્રજ્ઞા કહેવાય ? દાદાશ્રી : હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે. અને આ બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લંખુલ્લા થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી ? પ્રશ્નકર્તા : એટલે આત્માની જ પ્રજ્ઞાશક્તિ કહેવાય ? દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ આત્માની છે અને બુદ્ધિશક્તિ આ પાવર ચેતનની છે. પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય ? દાદાશ્રી : ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. અમે આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છે ને મહીં, તે પ્રજ્ઞા ચેતવે છે, કે ‘આમ નહીં ને આમ” એવું ચેતવે. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ પાવર ચેતન જ ને ? દાદાશ્રી : ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી, તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી મૂળ આત્મા સાથે એક થઈ જશે પાછી. પ્રશ્નકર્તા ઃ તમે જ્ઞાન આપો ત્યારે પ્રજ્ઞાનો જન્મ થયો કહેવાય ? દાદાશ્રી : જન્મ થયો કહેવાય. પેલા મૂળ ચેતનમાંથી છૂટી પડે એ. ત્રણ બેટરીઓમાં પૂરાયું પાવર ચેતત ! આ પાવર સેલ જોયેલાને, એ સેલમાં પાવર ભરેલો હોય છે, ચાર્જ (પૂરેલોહોય છે. એ સેલમાં પાવર ચાર્જ થયેલો હોય છેને ? એ ચાર્જ થયેલો પાવર બેટરીની અંદર આપણે લગાડીએ અને (ચાંપ) દબાવીએ એટલે તરત ચાલુ થાય. પણ આ પાવર ખલાસ થઈ જાય કે ના થઈ જાય ? પ્રશ્નકર્તા : હા, ખલાસ થઈ જાય. દાદાશ્રી : એવું આ ચાર્જ થયેલો પાવર છે. “ધેર આર શ્રી બેટરીઝ. આમાં ત્રણ બેટરીઓ છે અને તે ચાર્જ થયેલી છે. પાવર ડિસ્ચાર્જ થઈ જાય તો મહીં ઊડી જાય ને ખલાસ થઈ જાય. પછી નવી ત્રણ બેટરીઓ શરૂ થાય છે. તે પછી ત્રણ બેટરીઓ ઊડી જાય છે. પ્રશ્નકર્તા : એ કઈ ત્રણ બેટરી થાય છે ? દાદાશ્રી : આ સ્થળ બેટરી એટલે દેહ, એક સૂક્ષ્મ બેટરી એટલે મન, અંતઃકરણ એ બધું અને આ સ્પીચ (વાણી), આ ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થાય છે ને નવી ચાર્જ થાય છે. કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિઝ, કોઝિઝ એન્ડ ઇફેક્ટ, અલ્યા, બેટરીઓ જ છે ખાલી. વાતને સમજે તો નિવેડો આવે એવું છે. તમને સમજાય છે થોડુંઘણું ? છેલ્લી વાત છે આ. છેલ્લા સ્ટેશનની વાત છે. ટુ ધી પોઈન્ટ. ત્રણ બેટરીઓ ઉતરી જાય છે ને ફરી ત્રણ બેટરી ચાર્જ થાય છે. ચાર્જ થતી બંધ કરીએ ને એટલે મોક્ષે જાય. ચાર્જ શી રીતે થાય છે ? ઈગોઈઝમથી, ‘મેં કહ્યું કે તરત ચાર્જ થાય. ‘આ મારું કે ચાર્જ થઈ ગયું. બસ આટલું જ. અને આ બે બંધ કરી દઈએ તો ચાર્જ પછી બંધ. અત્યારે તમે આત્મા છો, એમ તમને ખબર નથી કે ખબર છે ? પ્રશ્નકર્તા : આત્મા છીએ એવું આપણે બધા બોલીએ છીએ તો ખરાંને ? દાદાશ્રી : એ બોલીએ, પણ એથી દહાડો વળે નહીંને ! પ્રશ્નકર્તા : આપણે અમસ્તી વાત કરતાં પણ કહીએ છીએ કે મારો આત્મા આમ કહે છે. પણ ‘હું આત્મા છું' એમ નથી કહેતા, તો આમાં ‘હું એ કોણ અને ‘આત્મા’ એ કોણ ? દાદાશ્રી : ‘હું’ એ અહંકાર છે અને આત્મા એ મૂળ વસ્તુ છે.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319