________________
૧૬૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કરી ! નભાવણી સારી કરી છે, નહીં ? ને નભાવણી કરી માટે તારો ઉપકાર માનું છું. હવે તારી નભાવણીની જરૂર નથી. હવે અબુધ દશા નભાવણી કરશે.”
પ્રશ્નકર્તા : બુદ્ધિનું જે ન માને તો તે સમયે એની ઉદાસીનતા ઊભી થાય ને, કે પછી બુદ્ધિ ઊભી થાય ?
દાદાશ્રી : બુદ્ધિનું માનવું અગર ન માનવું, તે બન્નેમાં ઉદાસીનવૃત્તિ એટલે રાગ-દ્વેષ રહિતતા.
પ્રશ્નકર્તા : એ બુદ્ધિ ખલાસ થાય એવાં કંઈ આશીર્વાદ આપોને.
દાદાશ્રી : હા, પણ એ બુદ્ધિ એ ધીમે ધીમે ખલાસ થઈ રહી છે. આપણું જો ડિસિઝન કાચું પડે તો મહીં બુદ્ધિ ફરી વળે. આપણે જો ચોક્કસ છીએ તો બુદ્ધિ શું બૂમ પાડે તે ? મન, બુદ્ધિ એ તો બધાં આસિસ્ટન્ટ છે.
બુદ્ધિ ગેરહાજર તો જ્ઞાત હાજર ! પ્રશ્નકર્તા : તો જેટલી માત્રામાં બુદ્ધિ ઓછી થતી જાય તેટલું જ્ઞાન પ્રગટ થતું જાય ?
દાદાશ્રી : એ આપણી બુદ્ધિ ઓછી થતી જ જવાની, આ જ્ઞાન લીધા પછી, આ વિજ્ઞાન એવું છે કે બુદ્ધિ ઓછી કરતું જ જાય. કારણ કે વૈષ પહેલો ઊડે છે ને ! એટલે વીતષ થયેલો છે ને ! એટલે હંમેશાં બુદ્ધિ ઓછી થતી જ જાય અને આગળ આગળ વધતો જાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિને વળાવી દો કહ્યું છે, એ શું છે ?
દાદાશ્રી : આ બુદ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકાર લઈને સંસાર ઊભો રહ્યો છે. જ્યારે બુદ્ધિ, અહંકાર બેઉ વપરાશે નહીં, ત્યારે મુક્તિનો માર્ગ પ્રકાશ થશે, સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ થશે !
તમને જ્ઞાન થયું છે, પણ તે તમારા આત્માનું, તમે કોણ છો તેટલું જ જ્ઞાન થયું. હજુ જેમ જેમ બુદ્ધિ ખેંચાતી જશે, બુદ્ધિ વપરાશે
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૬૧ નહીં તેમ અહંકાર ઓછો થશે. અહંકાર ઓછો થાય કે આખું કેવળજ્ઞાન દેખાયા કરશે. અમારે બુદ્ધિ વાપરવાની નહિ.
પ્રશ્નકર્તા: હવે અમે તો બુદ્ધિના સ્તરમાં જ છીએ ને? એટલે અમે બુદ્ધિના છેડે પહોંચી જઈએ, ત્યાર પછી પેલો પ્રકાશ છે ને ?
દાદાશ્રી : ના, એ તો ધીમે ધીમે ઓગળતી જ જવાની. એ એની મેળે જ ઓગળ્યા કરવાની, જેમ અહંકાર ઘટતો જશે તેમ તેમ. અત્યારે તમને ખાતરી છે કે, “કરતો નથી આ ?
પ્રશ્નકર્તા : હા, એ સમજમાં બેસવા માંડ્યું છે.
દાદાશ્રી : ત્યારે અહંકાર ઘટતો જાય છે, દિવસે દિવસે અને તેમ તેમ બુદ્ધિ ઘટતી જાય. સોલ્યુશન (ઉકેલ) એની મેળે જ આવ્યા કરે છે. તમારે કશું કરવાનું નહીં. મેં જે પાંચ વાક્યો આપ્યાં છે, એટલે બધું સોલ્યુશન આવશે.
આનંદ ઊભરાય પછી... તન્મયાકાર કોણ કોણ થાય છે ? આંગળી ઊંચી કરો જોઈએ ? સાત-આઠ જ જણ ! ભાઈને તે ઘડીએ શું અનુભવ થાય છે કહો.
પ્રશ્નકર્તા : તન્મયાકાર થતો નથી પણ તદાકાર થાય છે.
દાદાશ્રી : તદાકાર થાય છે ! તન્મયાકાર થાય એટલે આખો ધોધ પડે. એ તો હવે તદાકાર થાય. એ તો હવે બુદ્ધિ થોડી નીકળી ગઈ. હજુ બુદ્ધિ નીકળ્યા પછી આનંદ ખૂબ વધતો જાય. આ મેં જે આપ્યું છે તે આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ કરતી હતી, જ્ઞાન લીધા પછી હવે એ બુદ્ધિ હવે ડખલ કરે છે.
પ્રશ્નકર્તા : આ રિએક્શનરી આનંદ નથી, એનાથી ઊંચો આનંદ થાય છે અહીં.
દાદાશ્રી : ઊંચો એટલે, આત્માનું જે મૂળ આનંદ સ્વરૂપ છે. તે