________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આપું છું અને દાદા ભગવાનની કૃપાથી ખરેખર આમ જ છે એવું લાગે. આજ સુધીમાં આ ખોટું છે, આજ સુધીના વિચારો મપાય ને ? એ બધા ખોટા છે, એવું સમજાય. એટલે આ જ્ઞાનવિધિથી અને દાદા ભગવાનની કૃપાથી તમને, હું શુદ્ધાત્મા છું, એ પ્રતિતી બેસે છે.
‘દાદા’ જ તિરખ્યા કરવા, એ જ સત્સંગ !
૧૫૮
દાદાને જોયા કરવા એ જ મોટામાં મોટો સત્સંગ. એવી જો મહીં કંઈ અડચણ પડી હોય, જરા સમજણ ના પડતી હોય, તો પૂછવા જેવું પૂછવું. નહીં તો એ બુદ્ધિનો વિલાસ ! બુદ્ધિ ફરવા નીકળે, રોફ મારવા નીકળે.
નાના છોકરાની બુદ્ધિ તો વળી જ જવાનીને, ને આ મોટી ઉંમરનાને બહુ આવરણોને ? છોકરાઓ બધા બહુ જલદી તૈયાર થઈ
જવાના.
ઉઠાવે.
પ્રશ્નકર્તા : મોટી ઉંમરનાને આવરણ નીકળી જાય ?
દાદાશ્રી : નીકળી જવાનાં ને. પણ તે આમના જેવો લાભ ના
પ્રશ્નકર્તા : તો શું કરવું ?
દાદાશ્રી : શું કરવાનું ? આપણી બુદ્ધિ તો વળી જ જવાનીને. આ બુદ્ધિ તો જુદી પડી ગયેલી. બુદ્ધિની જરૂર જ નહીં આ માર્ગમાં. બુદ્ધિ તો આખો દહાડો ડખો કર્યા કરે. આપણું આ જ્ઞાન, એ જ્ઞાન પ્રકાશ કર્યો છે, પ્રકાશ કર્યા પછી બુદ્ધિની જરૂર નહીં.
‘એ બધામાં' જરૂર, આપણી સહીતી... પ્રશ્નકર્તા : આ બધાની બુદ્ધિ ખલાસ કરી નાખો.
દાદાશ્રી : બુદ્ધિ ખલાસ જેને કરવી હોય તેને થાય. એક બાજુ શું કહે છે, કે બાજરી વાવવી નથી અને બાજરીનો પોંક ગમે છે. તે
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
વાવ્યા વગર રહે નહીં ને ? થોડી વાત સમજાય છે તમને બધાંને ? બહુ ઊંડી વાત છે.
૧૫૯
એવું છે ને, જ્ઞાન આપણી પાસે હોય તો બુદ્ધિ કાઢી નાખવાની. બુદ્ધિ કાઢી નાખે એટલે પતી ગયું.
પ્રશ્નકર્તા : આ બુદ્ધિનું પૂર્ણ વિરામ ક્યારે આવે ? એ ક્યારે ખલાસ થઈ જાય ?
દાદાશ્રી : એ ખલાસ થાય કે ના થાય, એને આપણે પાણી ના પાઈએ એટલે સૂકાઈ જ જવાની છે. એટલે આપણે સાંભળીએ નહીં એટલે સૂકાઈ જવાની છે. આપણે અમુક સાંભળીએ એટલે એને ફૂડ મળી ગયું અને ફૂડ જ ના રહ્યું પછી એ જીવે શી રીતે ?
પ્રશ્નકર્તા : એને સાંભળીએ નહીં તોય મહીં રહેને એક્ચ્યુઅલી તો ? એના કરતાં એને સમાધાન કરાવી આપીએ તો એ બંધ થઈ જાય ને ?
દાદાશ્રી : ના, એ સમાધાન આપવા જઈએ તો તો પછી આપણે વળગ્યા. સમાધાન નહીં આપવાનું. બુદ્ધિ હેરાન કરે, તે બુદ્ધિને તમે કહો કે, ‘મારે રાખવી છે,’ તો રહે. એને કહીએ, ‘તમારો બહુ ઉપકાર છે. આખી જિંદગી ચલાવ્યું છે તમે. હવે ચલાવ્યું તેનું ઋણ ભૂલાય એવું નથી. પણ હવે તમે જાઓ એટલે હું છૂટો ને તમેય છૂટાં.' એટલું તો કહેવું પડે. માનભેર કહેવું પડે. ઉપકાર તો ખરો ને ? નહીં તો કહેશે. ‘અત્યાર સુધી તો જો આટલું આટલું કામ કર્યું, છેવટે દગો કર્યો' કહેશે. આપણે હવે બુદ્ધિને શાથી કાઢીએ છીએ ? કારણ કે અહંકાર મૂળ જગ્યાએ બેસી ગયો છે. આપણને ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થઇ ગયું છે.
હું
આ બુદ્ધિને જન્મેય આપણે આપ્યો, મોટી કરનારેય આપણે અને હવે એને ના કહી દેનારેય આપણે કે, ‘હવે તારી જરૂર નથી. હવે તારું કામ પૂરું થાય છે. હવે તારી ફરજો બધી પૂરી થઈ ગઈ. માટે તારો ઉપકાર માનીએ છીએ. અત્યાર સુધી તેં બધો નિવેડો કર્યો, નભાવણી