________________
(૫) અહંકારનો ભોગવટો
૪૬૯
૪૭૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એક આચાર્ય મહારાજ હતા, તે મને કહે કે “આટલો બધો અમે ત્યાગ કર્યો, એના ફળરૂપે કાંઈ દેખાતું નથી.’ મેં કહ્યું, ‘કેમ ના દેખાય ? દેખાય છેને ?” તો તે કહે, ‘ક્યાં દેખાય છે ? કશું દેખાતું નથી ?” મેં કહ્યું, ‘મોઢા ઉપર દેખાય છે, પૈડપણ આવ્યું, નથી દેખાતું?” ‘પણ ત્યાગનું ફળ આનંદ હોવું જોઈએ, તે મહીં નથીને ?” “પણ ત્યાગ કરનાર કોણ એ મને કહો ! તમારું નામ શું ?” ત્યારે એમણે નામ આપ્યું કે “હું ફલાણા મહારાજ છું.’ ‘તમે એ જ ને ?” પૂછ્યું. ત્યારે એ કહે, ‘હા, એ જ ને !' ત્યારે મેં કહ્યું, ‘આ તો મહારાજે ત્યાગ કર્યો. તમારો ત્યાગ જોઈશે. આ ત્યાગ તમારે કરવાનો છે, એના બદલે મહારાજે ત્યાગ કર્યો, એ તો ઊલટા બંધાયા.’ શું કહે એ ? “હું ત્યાગ કરી રહ્યો છું.” અહંકાર ‘ત્યાગ કરી રહ્યો છું” માને છે.
પ્રશ્નકર્તા : એટલે ત્યાગને ત્યાગી શક્યા નથી ?
દાદાશ્રી : આ અહંકાર એટલે તો પોતાની મેડનેસ સ્ટેજ છે. એવો ત્યાગ કરે, એનો અર્થ શું છે ? એટલે પછી મહારાજ સમજ્યા કે આ તો બહુ મોટી ભૂલ કીધી. ત્યારે મેં કહ્યું, ‘હજી આ ભૂલ ભાંગવી પડશે.” એક ભૂલ જગતના માણસો સમજી શકે નહીં. જે પાછળ , ચોગરદમ બધું જોઈ શકે તે ભૂલને સમજી શકે. પોતાની ભૂલ કેમ સમજાય ? અને શાસ્ત્રકારો કહે છે કે પોતાની ભૂલ જ્યારે સમજશે, ત્યારે એ ભગવાન થશે !
અહંકાર, પોઝિટિવ અને તેગેટિવ ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો ! એની વાઇફેય મરી ગયેલી. એને બે છોકરા, એક દોઢ વર્ષનું ને બીજું ત્રણ વર્ષનું. બે છોકરાં મૂકીને બન્ને મરી ગયા. એટલે ગામવાળા બધા ભેગા થયા કે આ બ્રાહ્મણના છોકરાઓનું શું કરવું ? તે કોઈ એમને પાળવા તૈયાર થયું નહીં. ત્યારે એક બીજો પરદેશી મારવાડી બ્રાહ્મણ હતો, તે કહે છે કે, “ભઈ, મારે છોકરો નથી, મને એક આપો તો હું લઉં.’ આ પરદેશી બ્રાહ્મણે એક છોકરું લીધું,
ત્રણ વર્ષનું. હવે દોઢ વર્ષના છોકરાનો કોઈ ઘરાક જ ના થાય. આ કોણ ઉથામે, બલા આવી ? એના છોકરાને ઉથામે કે પારકાનાં ઉથામે ? ત્યારે એક શુદ્ધ હતો તે કહે, ‘સાહેબ, મારે છોકરું નથી. મને જો આપો તો હું ઉછેરું.’ ત્યારે ગામવાળા કરે કે “આ છોકરો મરી જશે, એનાં કરતાં શૂદ્રને આપોને !' તે છોકરું શૂદ્રને આપ્યું. તે શૂદ્રને ત્યાં ઉછર્યો ને અઢાર વર્ષનો થયો ને પેલો છોકરો વીસ વર્ષનો થયો. બ્રાહ્મણના ઘરવાળો છોકરો દારૂના પીઠા આગળ દારૂ વિરુદ્ધ પિકેટીંગ કરવા માંડ્યો. બન્ને ભાઈઓ, એક નાના છોકરાઓ. તે આ શૂદ્રના સંસ્કારમાં આવ્યો, એટલે દારૂ ગાળવા માંડ્યો અને પેલો છે તે બ્રાહ્મણના સંસ્કારમાં રહ્યો તે પિકેટીંગ કરવા માંડ્યો કે દારૂ ના પીવાય, આમ ને તેમ. પછી એ ગામમાંથી એક મોટા જ્ઞાની પુરુષ જતા હતા. તેમને કોઈએ પૂછ્યું કે સાહેબ, આ બેમાં કોનો મોક્ષ થશે ? દારૂ ગાળે છે એનો કે દારૂનો વિરોધી જ છે એનો ? ત્યારે એ જ્ઞાની પુરુષે કહ્યું, ‘ભઈ, આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને પેલો પીવાનો અહંકાર કરે છે, બેઉ અહંકારી છે. મારે ત્યાં બન્નેમાંથી કોઈનેય મોક્ષ ના મળે.’ આ તો આવો જાય છે જગતનો. ન્યાય સમજી લેજો.
આ સાધુઓ ત્યાગનો અહંકાર કરે છે ને આ ગ્રહણનો અહંકાર કરે છે, બેઉ ત્યાં પહોંચે નહીં. જેને ગ્રહણ-ત્યાગ જેવી વસ્તુ જ નહીં, જે સહજભાવે આવે છે તે જીવે છે, ખાય છે, પીવે છે, તો તેનો મોક્ષ છે. આ સમજવું તો પડશેને ? આમ કેમ ? આ પોપાબાઈનું રાજ નથી. આ તો એક્ઝટ (બરાબર) કાયદેસર છે. એક ઘડીવાર કાયદાની બહાર ના ચાલે. આપણી કોર્ટોમાં ગપ્પાં ચાલે છે, ત્યાં ખટપટ કરવી હોય તો કરાય..
પ્રશ્નકર્તા : ભગવાનને ત્યાં કોર્ટે ખરી ?
દાદાશ્રી : ના, ત્યાં કોર્ટો હોત તો બધા કારકુનને અહીંથી ત્યાં જવું પડત ! અને કોર્ટે હોય ત્યાં કકળાટ હોય. ભગવાન કકળાટિયા છે જ નહીં. ભગવાન તો ભગવાન જ છે. અત્યારે મહીં બેઠા છે, એ દેખાય છે બધાને !