________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૩૮૯
એટલે આત્મા જાણ્યા પછી ઇગોઇઝમ જતો રહે. જ્યાં ઇગોઇઝમ છે ત્યાં આત્મા નથી. આત્મા છે ત્યાં ઇગોઇઝમ નથી. તારે ઇગોઇઝમ કાઢવો છે ?
પ્રશ્નકર્તા : ધીરે ધીરે કાઢવાનો હું પ્રયત્ન કરું છું. દાદાશ્રી : કેટલા વરસથી આ દુનિયા પર છે ? પ્રશ્નકર્તા : એની ખબર નથી.
દાદાશ્રી : આ કેટલાંય વર્ષોથી છે અને ત્યારથી આ પ્રયત્નો કરે છે. તે આજે અત્યારે તારી પાસે આટલી મૂડી છે.
પ્રશ્નકર્તા : અત્યારે મૂડી જેવું તો કશું નથી.
દાદાશ્રી : ના, એમ નહીં. આ મનુષ્ય નામની મૂડી એમાં મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધું મૂડી જ કહેવાય ?
પ્રશ્નકર્તા : અહંકાર છે, ક્રોધ છે, એટલે સારી બાજુ તો નથી
૩૯૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ ત્યારે જાય. એક્સેપ્ટ એટલે, વાઈફની જોડે કકળાટ થતો હોય તો આપણે સમજી જવું કે આપણો અહંકાર ખોટો છે. એટલે આપણે એ અહંકારથી જ પછી એની માફી માગ માગ કરવી અંદર. એટલે એ અહંકાર જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ? કંઈ આમ ધોતિયું મેલું થયું હોય તો સાબુ ઘસીએ તોય મેલ જતો રહે છે, એવું આનો કંઈ સાબુ કે કશું જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ ? સાબુ ના જાણીએ ને એમ ને એમ ધો ધો કરીએ તો ક્યારે પત્તો પડે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : એટલે તમે જેટલી વાર એમ કહો કે અહંકાર ખરાબ છે, જે બાજુ ત્યાં આગળ અહંકાર બગડેલો હોય તે મને કહો, તો હું તમને બધા ઉપાય બતાવું. એ અહંકાર સાફ થઈ જાય એવું છે અને તદન અહંકાર કાઢવો હોય તો એ કહો તો હું તમને આખો અહંકારેય કાઢી આપું. તમારી જે ઇચ્છા હોય તે કહોને. આ અહંકાર ખોટો છે, એવા જ્ઞાનથી એ અહંકાર જાય. આ ભૂલ છે, એ ભૂલ ભાંગી નાખીએ તો અહંકાર જાય. અને અહંકાર ગયો એટલે થઈ ગયા તમે ‘સ્વરૂપ' ! નિજ સ્વરૂપનું ભાન થયું અને સમાધિનું કારણ થયું.
શી રીતે ઓગળે એ ? પ્રશ્નકર્તા : અહંકાર ઓગળવાની વાત બધા એક્સેપ્ટ કરે છે પણ ઓગાળી શકતા નથી.
દાદાશ્રી : શી રીતે ઓગાળે ? ના ઓગાળી શકે, એની રીત છે. કોઇ અમને પૂછે તો બધું દેખાડીએ. એમના માર્ગમાં રહીને આગળના બધાય રસ્તા દેખાડીએ. આ અહંકાર ઓગળે શી રીતે એ જાણતા જ નથીને? કોઈ માણસને ભાન જ ના હોય. કેવી રીતે ભાન હોય તે ? અહંકાર ઓગાળવાનો રસ્તો છે પણ જાણતા જ નથી ત્યાં આગળ ! અહંકાર વધારવાના રસ્તા તો આવડે છે એમને ! અહંકાર વધારવાનો રસ્તો આવડે છે કે નહીં આવડતો આ લોકોને ?
દાદાશ્રી : સારી બાજુ નથી છતાં એ મૂડીમાં છે તારી પાસે. હવે તું તો અત્યારે ‘હું ચંદુભાઈ છું' એવું જ જાણે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : “હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું, તારાપણાનો આરોપ કરે છે. તું સ્વક્ષેત્રમાં રહે, તારા ક્ષેત્રમાં રહે તો તું આત્મા છે ને આરોપ કરે કે ‘હું ચંદુભાઈ છું', તે જ અહંકાર. અહંકાર પર તો તારું જીવન છે, તે શી રીતે અહંકાર કાઢીશ ?
અહંકાર જતો કેમ નથી ? પ્રશ્નકર્તા : આ અહંકાર ખોટો છે, એવું આપણને કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છીએ ને સંતપુરુષો પણ એ જાતની સલાહ આપે છે, પણ એ જતો કેમ નથી ?
દાદાશ્રી : અહંકાર જાય ક્યારે ? આપણે એને ખોટો છે, એવું