________________
૧૬૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
૧૬૫
દેવી. જ્યારે કાળ આવશે ત્યારે સમજાશે, પણ એનું પૃથક્કરણ પોતે જાતે કરવાની જરૂર નથી.
હવે આ જે પદ છે, વર્લ્ડનું અજાયબ પદ છે ! આ ઓળખાઈ જાય તો કલ્યાણ જ થઈ જાય ! ઓળખે તો ને ? અમે કહીએ, બૂમો પાડીએ, કે લાસ્ટ (છેલ્લું) સ્ટેશન આવ્યું. પણ એને શું સમજણ પડી ? એને અનુભવ હઉ કરાવીએ. પણ અનુભવ પહોંચે તોય બુદ્ધિ અને જંપવા ના દે ને ! અને બીજો, ચારિત્રમોહ એને જંપીને બેસવા ના દે ને ! જુઓ ને ! આ બધા કેવા જંપીને બેસી ગયા !
બુદ્ધિ મહીં કૂદાકૂદ ના કરે તો જાણવું કે લ્યાણ થઈ ગયું. એટલે બુદ્ધિએ તમને સહેજેય હેરાન કર્યા નથી. અહીં આવતા પહેલાં હેરાન કર્યા હશે ?
પ્રશ્નકર્તા : બહુ કરેલા.
દાદાશ્રી : હા, અહીં આવતા પહેલાં બહુ ચકાસી જોયું અને ચકાસવાથી લેટ (મો) થયું ઊલટું. બુદ્ધિ ગોદા મારે ને, તો મારી નાખે બધાને. જંપીને બેસવા ના દે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ ગોદા મારે છે, પણ આપે જે કીધું તે પ્રમાણે બુદ્ધિને બહાર ચંપલ અગાડી (જોડે) મૂકીને આવો તો કામ થાય.
દાદાશ્રી : એ ડહાપણવાળું. એવું છેને, મને ભેગા થયા પહેલાં બુદ્ધિ ગોદા મારે, એ તો સ્વાભાવિક છે. પણ તમારી શક્તિ નહીં ને ? હવે તમે બહાર બેસાડો, કહીએ, ‘બેસ બહાર, અમે જઈ આવીએ છીએ.” હવે આપણે પુરુષ થયા.
પ્રશ્નકર્તા : દાદા, અને જ્યારે બુદ્ધિને બહાર બેસાડીએ છીએ ત્યારે બુદ્ધિ ચંપલ સારી રીતે સાચવે છે.
દાદાશ્રી : સારી રીતે સાચવે. બુદ્ધિ ચઢી બેસે નહીં, નહીં તો ચઢી બેસે.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
બુદ્ધિ, આત્મામાં કે દેહમાં પ્રશ્નકર્તા : એ આત્મસ્વરૂપમાં જવું, આત્મ રમણ કરવું, એ આત્મસ્વરૂપમાં કેવી રીતે જવાનું ?
દાદાશ્રી : દેહાધ્યાસ છૂટ્યો ? દેહમાં આત્મબુદ્ધિ છે એ છૂટી છે તમારી ? આત્મબુદ્ધિ છૂટી જાય એટલે સમજાયું ?
પ્રશ્નકર્તા : આ દેહ જુદો છે ને આત્મા જુદો છે.
દાદાશ્રી : ના, પણ આત્મબુદ્ધિ છૂટી ગઈ ? “આ દેહ તે હું છું,’ એવી તમારી આત્મબુદ્ધિ છૂટી ગઈ ? “આ દેહ તે હું છું, આ મન છે તે હું છું, આ વાણી છે તે હું છું,’ એ આત્મબુદ્ધિ તમારી છૂટી ગઈ છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો આત્મબુદ્ધિ જ્યાં સુધી દેહમાં હતી ત્યાં સુધી પરરમણતા હતી. હવે એ રમણતા તૂટી એટલે સ્વરમણતા ઉત્પન્ન થઈ. એટલે તમને રમણતા ઉત્પન્ન થયેલી છે ને એનો જ તમે પ્રશ્ન પૂછો છો. શાનો પ્રશ્ન પૂછે છે ? એ પોતે બટાકાનું શાક ખાય છે ને પછી કહે છે કે બટાકા શું છે ? તો એય પ્રશ્ન જ છે ને, એક જાતનો કે માથાફોડ કહેવાય ?
પ્રશ્નકર્તા : વાણી વિલાસ.
દાદાશ્રી : ના, હવે આ સમજીને નથી બોલતા એ. પણ એ જ્યારે સમજીને બોલે (આવા પ્રશ્ન પૂછે) ત્યારે આપણે કહીએ કે આ વાણી વિલાસમાં ચાલ્યો, પણ આ તો પોતે ફોડ પાડવા માટે બોલે છે, એ જીજ્ઞાસાથી પૂછે છે, એ બરોબર છે. અહીં રમણતા ના હોય તો ત્યાં રમણતા છે જ અને ત્યાં રમણતા નથી તો અહીં છે જ, ‘આઈધર વન' (બેમાંથી એક જગ્યાએ) ! તમને દાદા યાદ રહ્યા હતા ને ?
પ્રશ્નકર્તા : હિંમેશાં.