________________
(૭) બુદ્ધિના આશયો
૨૩૩
ખર્ચી, પાપ-પુણ્યતી કમાણી !
એક માણસ આખી જિંદગી જીવ્યો. ખાધું, પીધું અને મરી ગયો. પછી આ એના જે ચોપડાનો હિસાબ છે ને, તેનું સરવૈયું નીકળે. કુદરતી રીતે સરવૈયું નીકળે કે આટલું એને ખાતે પુણ્ય જમા કરો અને આટલું પાપ જમે કરી લો. એટલે ૮૦ ટકા પુણ્ય અને ૨૦ ટકા પાપ. કારણ કે સંસ્કારી માણસને શું હોય ? પાપ ઓછું હોય.
હવે આ પાપ ને પુણ્ય માટે આપણને પૂછવામાં આવે કે આ ૨કમ તમારે શેમાં ખર્ચવી છે ? સિલક છે તારી પુણ્યની રકમ ૭૦ હજાર ડોલર છે અને ૩૦ હજાર ડોલર પાપના છે એય જુદા, તે આ ના ગમતા હોય, તેનું શું કરવાનું છે તે પૂછવાનું છે. એટલે એનું ફળ પાપ મળવાનું છે, પૈસા ખર્ચતા પાપ લાગે. ત્યારે કહે છે, ૭૦ હજાર શેમાં શેમાં વાપરવા છે ? એટલે તમે વિચાર કરો, કે ભઈ, જન્મ તો થવાનો એટલે પહેલાં મા-બાપની જરૂર પડશે. એવું તમે વિચારો. તમે પહેલું લખાવો કે મનુષ્ય દેહ, એમાં દેહ પદ્ધતિસરનો પ્રાપ્ત થાય અને જ્યાં અપમાનો બહુ ના આપે અને માનભેર જીવાય, લોકોને કદરૂપો ના લાગે, એવો દેહ પ્રાપ્ત થાય. એ પહેલી શરત કરીએ. એટલે પહેલા બે-ત્રણ હજાર વપરાઈ જાય, ૭૦માંથી એ બાદ કરતા રહેજો.
પછી બીજું, મા-બાપમાં વાપરે. ‘મા-બાપ કેવાં જોઈશે ? મા એકલી હશે તો ચાલશે ? તો ઓછું પુણ્ય વપરાશે.' ત્યારે કહે, ‘ના. મારે મા ય જોઈએ ને બાપે ય જોઈએ.' ત્યારે થોડું પુણ્ય વધારે વપરાશે. ત્યારે કહે, ‘ભલે વપરાય.’ પછી કહે, ‘સાધારણ જોઈએ કે હાઈ વેલ્યુ ?” ત્યારે કહે, ‘હાઈ વેલ્યુ.’ પછી ‘એકાદ ગાડી હોય તો સારું, મકાન સારું જોઈએ, મિત્રો હોય, બેઠકમાં ચા પીવે ને બહુ સારું દેખાવું જોઈએ.' તે એમાં પાછા આઠ હજાર વપરાઈ ગયા. એટલે આઠ ને ત્રણ, અગિયાર થઈ ગયા. બીજી કેટલી રહી સિલક તમારી પાસે ?
પ્રશ્નકર્તા : ફીફટી નાઈન (૫૯) છે.
દાદાશ્રી : હવે શું જોઈશે ? એ તો છોકરા તરીકે જન્મવાનું.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પછી ભણવા જવું પડશે. હા, ભણવું તો પડે જ ને ? સંસાર ચલાવવાનો છે! એટલે ભણવાનું ? ત્યારે કહે, “એ સાધારણ ઓછું હશે તો ચાલશે.’ તમે ભણતર અમને સાધારણ આપજોને. પછી ગણતર અમારું કામ છે, એમાં પુણ્યની જરૂર નથી. એટલે ભણતર એમના હાથમાં, સ્કૂલોના બધા સંજોગો, બધા એમના હાથમાં, એમાં એક-બે હજાર વપરાયા. પછી કહે છે, ‘મેટ્રિક સુધી ભણ્યા પછી નાપાસ થશો તો શું કરશો ?” ત્યારે કહે, ચાલશે, એનો વાંધો નહીં. એ નાતના લોકો હસશે ને, તો કોઇ એકલો જ ઓછો હોય છે એવો ? એનો વાંધો નહીં અમારે.’ તો પણ લગ્ન તો ટાઈમ થશે ત્યારે શું કરશે ? લગ્ન કરવું છે ? કરવું પડશે, આવું જોઈએ, તેવું જોઈશે. એટલે લગ્ન આપણા તાબામાં, બધું આપણા તાબામાં; પણ લખાવીએને એ જ બધો આપણો હિસાબ.
૨૩૪
મને બધા ભાઈબંધો શું કહેતા ? અમે બધા ભાઈબંધો બંગલાવાળા થયા. હવે તમે સારા માણસ થઈ અને તમે બંગલામાં ચાલો. તમારી પાસે શું નથી ? મેં કહ્યું, ‘બંગલો લઈશ તેનો મને વાંધો નથી, પણ મને બંગલામાં રાખશો ને તો મને ગમશે નહીં. મને બોજો લાગ્યા કરશે કે ક્યાં આ ઉપાધિમાં પડ્યા પાછા ? એક પલંગ રાખવાની જરૂર. બાકી હું તો સારી નાતવાળા જોડે, સંસ્કારી લોકો જોડે રહીશ અને ભાડાની ઓરડીમાં રહીશ, નહીં તો વેચાતું મળશે તો વેચાતું હું લઈ લઈશ પણ હું ત્યાં રહીશ.’ ત્યારે કહે, “આ તો ત્યાં આપણી વેલ્યુ શું થશે ?” મેં કહ્યું, ‘તમારી વેલ્યુ ઘણી છે, મારી વેલ્યુ ઓછી છે પણ મારી આજુબાજુમાં મારી વેલ્યુ છે. એટલે તમારે જો અડચણ આવેને, તો તમે અહીં આ રૂમમાં આવજો ને અહીં અમારી જોડે રૂમમાં સૂઈ રહેજો. મને અડચણ નહીં આવે.' હું પગલું એવું ભરું કે પસ્તાવો ના થાય. કોઈ પણ વસ્તુનો એક વાર પસ્તાવો થઈ ગયો તો એ ચોકડી, એ લાઈન બંધ, કે ફરી એમાં પસ્તાવો જ ના થાય એવી રીતે પગલા લઉં.
આ જે કર્યું એમાં, એ તમારા આગલા ભવની ગોઠવણી. એટલે આવું પુણ્ય બધું વપરાતું વપરાતું આવે. અમારા ભત્રીજાના દીકરા કહે છે, “દાદા, મારે ઘેર મિલ છે, ગાડીઓ છે, બંગલા છે, એમ ને એમ