________________
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૩૭
૧૩૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાને બુદ્ધિ સોંપી દેવી, એ બહુ સારું. ગીરો નહીં મૂકવાની, કાયમની સોંપી દેવાની.
ચૂંથાચૂંથ, બુદ્ધિની ! પ્રશ્નકર્તા : જ્ઞાન બરાબર ફીટ થઈ ગયું હોય તો ચિત્ત પ્રસન્નતા
દાદાશ્રી : હા, અગર તો બીજા કેટલાક માણસો એવા ભોળા હોય છે ને, એમને ચિત્ત પ્રસન્ન રહે છે જ, બીજી બહુ પડેલી ના હોય. બુદ્ધિથી ચીકણું કર કર ના કરે છે. આ ચીકણું કરનારા તો ચૂંથીને ચીકણું કર કર કરે, એને બહુ દુ:ખ.
પ્રશ્નકર્તા : ચીકણું કરનારાને તો કાયમ જ દુઃખ ?
દાદાશ્રી : હા, કાયમ જ દુ:ખ, પરમેનન્ટ દુ:ખનો એ સ્વભાવ જ લઈને આવેલો હોય ! એટલે ચીકણું નહીં કરવાનું. ‘તમારા ફાધર કેમ મરી ગયા ?” ત્યારે કહીએ, ‘તાવ આવ્યો ને ટપ' એવું કહી દીધું એટલે ચીકણું કરે નહીં. ‘જો ફલાણા ડૉક્ટરને મળ્યો’ એમ કહે ત્યારે લોકો કહેશે, ‘તો પેલાને કેમ ના બોલાવ્યા ? પેલા બીજાને કેમ ના બોલાવ્યા?” એમ લોક બધા આવે, માથાફોડ કરીને તેલ કાઢી નાખે, એના કરતાં ‘તાવ આવ્યો ને ટપ’ કહ્યું, પછી પૂછે જ નહીં ને વધારે.
પ્રશ્નકર્તા : જે બુદ્ધિવાળો હોય ને, બુદ્ધિના ડેવલપમેન્ટવાળો હોય ને એ ઇચ્છા-અનિચ્છાએ પણ એમાં આમ ખુંપી તો જાય જ ને ? કારણ કે એને બધું દેખાય એટલે.
દાદાશ્રી : એટલો માર પડે. એટલે પછી એ પોતે બુદ્ધિના ડેવલપમેન્ટવાળો પાછો ફરે. ફરી બુદ્ધિ વાપરવાની બંધ કરી દે કે આ જગ્યાએ સ્વીચ દબાવવાની નહીં.
પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિનો સવળો ઉપયોગ કેવી રીતે વધારે થાય ?
દાદાશ્રી : સ્વીચ દબાવવાની જરૂર નહીં, વગર કામની. પ્રશ્નકર્તા : એ તો મશીનને બેસાડી રાખવા જેવું થાય ?
દાદાશ્રી : બેસાડી રાખવાનું નહીં, લાઈટ ચાલુ રાખવાની. પણ લાઈટ ઉપર લાલ લૂગડું કે ગમે તેવું કાળું લૂગડું બાંધી દઈએ ને પછી વાંધો નહીં. ગોળો તો એકસોનો હોય. એ કંઈ આછો ના થાય. એ તો આપણે કાળું લૂગડું બાંધીએ તો એના પંદર સેન્ટ જેવું અજવાળું આવે. એટલે આપણને મહીં સાપ પેસી ગયેલો દેખાય નહીં. નહીં તો સાપ પેસી ગયેલો દેખાય. જેણે જોયો તેને તો પછી આખી રાત ઊંઘ ના આવે. એ તો જ્યારે સાપ નીકળી ગયો એવું દેખાય, ત્યારે ઊંઘ આવે.
જ્ઞાતીની આજ્ઞા, ત્યાં બુદ્ધિ બંધ ! પ્રશ્નકર્તા (મહાત્મા) : આ જ્ઞાન લીધા પછી પણ આ બુદ્ધિ જે ઊભી થયા કરે છે, તે હવે જો જ્ઞાન હોય તો બુદ્ધિ ઊભી ન થવી જોઈએ, ને બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન ના હોય ? તો એ કેમ થયા કરે છે ?
દાદાશ્રી : ના, પણ આ જે થયા કરે છે ને, આ તમને પહેલાંની આદત છે એટલે બુદ્ધિનો દુરુપયોગ થાય છે. તેથી અમે આજ્ઞા આપીને. જો આજ્ઞામાં રહો તો બુદ્ધિનો ઉપયોગ ના થાય. પણ પહેલાંની તમને આદત છે ને, તે આદત ખસતી નથી. એટલે આદતને લઈને આ દેખાય છે, આવું બધું. એ આદત જવા માટે અમુક વર્ષો થશે, ત્યારે
એ આદત જશે અને બુદ્ધિ જ ખલાસ થઈ ગઈને, તો પછી આ ડિસ્ચાર્જ (નિર્જરા થતો) અહંકાર, તે પણ ખલાસ થઈ જશે.
પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર જ્યાં સુધી છે, ત્યાં સુધી બુદ્ધિનાય પર્યાય ઊભા તો થવાના ?
દાદાશ્રી : ઊભા રહેવાના ને ! પણ તે ડિસ્ચાર્જ અહંકાર અમુક સ્ટેજમાં આવશે, ત્યારે બુદ્ધિ ગયા બરાબર જ થઈ ગઈ કહેવાય. એટલે
જ્યાં સુધી આ હાયર સ્ટેજમાં છે ત્યાં સુધી ઓછી થતી જાય, પછી રાગે પડી જાય, પછી તમને એમ નહીં લાગે કે બુદ્ધિ છે મારામાં.