________________
૧૩૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૩૫
હોય. પણ કોર્ટમાં પેઠા પછી વ્યથિત બંધ કરી દે. કારણ કે એ શેનાથી બંધ કરે ? એમની પાસે માન ખરું ને ? ‘લોક જોઈ જશે’ કહે. આમ તો કોઈકને કાઢી મૂકે કે, કોર્ટની બહાર ઊભા રાખે, પણ એય ઘેરથી વ્યથિત થઈને આવ્યા હોય ! ડખો થયા વગર કોઈને રહે નહિ ને, મેજીસ્ટ હોય કે મોટો પ્રધાન હોય, પણ ઘેર તો ડખો થાય ને, ના થાય ?
પ્રશ્નકર્તા : થાય દાદા, થાય.
દાદાશ્રી : બધાને, ભલે ને ગમે એવો મોટો હશે, પણ આમ સંડાસ જોડે દોસ્તી ખરીને ? ત્યાંથી અમે સમજી ગયા ! બધેય વ્યથિત, વહુ જોડેય વ્યથિત. માટે ચેતતો રહેજે. તારી બુદ્ધિ જરા વધારે કામ કરે છે, તેથી અમે તને કહીએ છીએ. બહુ ચેતવા જેવું છે. એ ટેન્શન તો ખલાસ કરી નાખે. આવું જ્ઞાન મળેલું છે, તે પછી જતું રહે. પછી ફરી કંઈ તાલ ખાશે નહીં. સામાની ભૂલ હોય તોય માફી માગી લેવી.
પ્રશ્નકર્તા : થોડો અહંકાર એવો રહ્યા કરે છે. માફી જલદી મંગાતી નથી. પહેલા એવું થતું કે ભૂલ થાય કે તરત જ માફી માગીને નિકાલ થઈ જાય. દાદાશ્રી : એટલે તારે ફરી એ ગોઠવણી કરવી જોઈએ.
બુદ્ધિ ફેરવે, મોઢાં પર દીવેલ ! આ શેઠિયાઓ બુદ્ધિ વાપરે છે. મૂઆ, બુદ્ધિના તો ચાર આનાય કોઈ ના આપે ! આ બુદ્ધિથી લોકો બળી મર્યા છે. બુદ્ધિની જરૂર નહીં. આ નાના છોકરાં વગર બુદ્ધિથી કેવું સરસ સામ્રાજ્ય ચલાવે છે ! આ બુદ્ધિએ તો બખેડા કર્યા છે. આ મારું જ્ઞાન આપ્યા પછી જ બુદ્ધિ ના વાપરે તો જ્ઞાની પુરુષ જેવો રહે.
એક માણસ સાત વર્ષથી ઘર ચલાવે છે. ખેતરો ખેડે છે, ગાયોભેંસો રાખે છે. હમણાં છોકરી પૈણાવી. તે બધા મહાત્માને બોલાવ્યા’તા. મને કહે છે, કે ‘ભઈ, સાત વર્ષથી એક મિનિટ પણ અસમાધિ થઈ નથી, આ દાદાના જ્ઞાનથી. દુકાળ પડે છે તોય અસમાધિ નથી થઈ.
સુકાળ પડે તોય અસમાધિ નથી થઈ.” એનું કારણ શું ? તેને પૂછયું, તો એ કહે, ‘દાદાએ પાંચ આજ્ઞા આપી છે, તેનાથી ક્યાંય ડખલ નહીં કરવાની, નામેય. પાંચ આજ્ઞામાં જ રહું છું. બીજું કાંઈ હું સમજું નહિ. આ સુંદર વિજ્ઞાન છે !” અને આ ડખો બુદ્ધિને લઈને છે. બુદ્ધિની ક્યાં સુધી જરૂર છે ? જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય. જ્ઞાન મળ્યા પછી બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો હંમેશાં એની મેળે પેસી જાય છે. બુદ્ધિ જ એને જીવવા નથી દેતી, મૂઆને.
નાના છોકરાનું બહુ સરસ ચાલે, કંઈ દાદરા પરથી પડી જતાં નથી અને બાપ બિચારો કહે, “પડી જશે, પડી જશે, પડી જશે.” મૂઆ, કોઈ બાપોય કોઈ દહાડો પડ્યો નથી. મુંબઈ શહેરમાં છોકરાં કોઈ દહાડો પડ્યાં નથી. અને બાપ પડેલા, એની ચિંતા કરનારા. આ ડફોળ કહેવાય ! જ્ઞાન મળ્યા પછી જે બુદ્ધિનો આશરો લે એ ડફોળ કહેવાય.
અમે એક ફેરો અહીંથી જાત્રાએ જતા'તા, માથેરાનની. તે દાદર સ્ટેશન પર બેઠા'તા. તે સવારના સાડા છ થયા, તે બત્તીઓ બધી એકદમ બંધ થઈ ગઈ. ત્યારે મેં બધાને કહ્યું કે ‘આ બત્તીઓ કેમ એકદમ બંધ કરી ?” ત્યારે કહે, ‘દાદા, અજવાળું થયું એટલે.' ત્યારે મેં કહ્યું, ‘આપણે આત્માનું અજવાળું થયું છે, એટલે બત્તી બંધ કરી દો. કોઈ મૂરખેય ચાલુ ના રાખે.” એ બત્તીને લઈને તો આ બધો ડખો છે. એ બત્તીઓની જરૂર નહીં. બંધ કરી દેવી જોઈએ. આ બુદ્ધિઓને લઈને તો મોઢાં દિવેલ પીધાં જેવાં દેખાય. મોઢાં પર જાણે દિવેલ ફરી વળ્યું હોય !
બુદ્ધિની જરૂર નહીં. આપણે બુદ્ધિને કહી દેવાનું કે તું બેસ. બહુ દહાડા તે કામ આપ્યું છે, તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે. હજુ તો બુદ્ધિનો અમલ આવે છે. જ્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં હવે આ બુદ્ધિનો દીવો શું કામ સળગાવી રાખ્યો છે ? એટલે અબુધ થવાની જરૂર છે. અમે શા માટે કહીએ છીએ કે અમે અબુધ થઈને બેઠા છીએ. આ બુદ્ધિવાળા તો ક્યારે બુદ્ધ થઈ જાય તેનું ઠેકાણું નહીં. આ બધા બુદ્ધ થઈ ગયા.