________________
૧૩)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : આમાં વ્યવહારિક ખુલાસા આવશ્યક વસ્તુ છે કે પછી જ્ઞાનમાં રહીને સમાધાન લાવે ?
દાદાશ્રી : આ તો આપણે જ્ઞાન જાણવાની જરૂર, જ્ઞાન એડજસ્ટ કરવાની જરૂર નહિ.
પ્રશ્નકર્તા ઃ આ જાણવાનું એટલા માટે છે કે આવી આવી રીતે સોલ્યુશન હોય છે આના, એમ ?
દાદાશ્રી : ના, જાણ્યું એટલે પછી આપણને એમ લાગે કે આ દાદાએ જ્ઞાન કહ્યું, એવી રીતે આ ફેરે વર્તન થાય તો આ ફેરે સોલ્યુશન આવશે, એવું આપણને સમજાય.
પ્રશ્નકર્તા ઃ એટલે આ તો પાછું પેલું એડજસ્ટ કરવાનો પ્રયત્ન તો થયો જ ને આમેય.
દાદાશ્રી : પણ એ તો ખોટું છે. એવું એડજસ્ટ શી રીતે થાય તે ? એ તો જ્ઞાન જાણવાનું હોય. તે જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય એવું ત્યારે કામનું. કારણ કે એ જાણેલું જ્ઞાન એડજસ્ટ થાય, એવું તમારા મોઢે ક્યારે નીકળશે કે કર્મ પાકીને તૈયાર થઈ ગયું હશે ત્યારે નીકળશે. એટલે શું કે એ કર્મ પાક્યું ને, એ પાકે ને તૈયાર થાય, તે દહાડે જ એ વાક્ય એવું નીકળશે. નહીં તો ત્યાં સુધી તમે કાઢવા જાવ તો નહીં થાય. એટલે કર્મ પાકે ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે આ જ્ઞાન સાંભળી રાખવાનું. અને એ જ્ઞાન પ્રમાણે એડજસ્ટ કરતા જાવ. કાલથી એ શરૂઆત કરો, તો તો ઊંધું થઈ જાય. એનું કર્મ પાક્યું નથી, હજુ કાચું છે. આવડી કેરીઓ હોય પણ કાચી હોય તો રસ કાઢવા લેવાય ? કેમ ? એ કેરીઓ ન હોય ? એટલે કશું થાય નહીં. એ તો પરિપક્વ કાળ થાય ત્યારે પાકી જાય એટલે એ નીકળી જાય પાછું.
પ્રશ્નકર્તા ઃ હવે આ જ્ઞાન તો આજે જાણ્યું પણ પહેલાના પ્રસંગો જે બનતા હતા, એમાં ગૂંચવાડો રહ્યા કરતો હોય, તેનું શું ?
દાદાશ્રી : એ તો પરિપક્વ કાળમાં પાક્યું એટલે નીકળી જાય પાછું.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૩૧ પ્રશ્નકર્તા : એટલે એની મેળે ન છૂટી જાય ?
દાદાશ્રી : છૂટી જાય. પણ તે જાણેલું જ્ઞાન જ્યાં સુધી કાચું છે, એટલે ફરી ગૂંચવાડાવાળું રહે. એટલે નવી ગૂંચો પાડે પાછી અને આ જ્ઞાન જ્યારે પાકું થાય, પછી ગૂંચ ઓછી થતી જાય. છતાં થોડી ઘણી રહે. નહીં તો જ્ઞાન ના હોય તો તો એક ગૂંચ નીકળી કે બીજી ગૂંચ પાડે. અને “જ્ઞાન” હોય તો ફરક પડે.
ટેરાત મુક્તિનો માર્ગ ! પ્રશ્નકર્તા : મગજ ઉપર હવે ટેન્શન રહ્યા કરે છે.
દાદાશ્રી : ટેન્શન થાય તો મગજ બગડે. જ્યારે ત્યારે ટેન્શન વગરના થવાનું છે.
પ્રશ્નકર્તા ઃ અંદરખાને એવી ખબર પડે છે કે આ ખોટું થઈ રહ્યું છે, મગજ પર ખોટું ટેન્શન છે, આનાથી તબિયત વધારે બગડશે. એવી જાગૃતિ રહ્યા કરે છે, પણ પછી પાછું કન્ટિન્યુઅસ રહે છે.
દાદાશ્રી : ફાધર જોડે ખોટું થઈ જાય ને, તો એ મનમાં રાખે દહાડો ના વળે, ત્યાં તો તરત એમને પગે લાગીએ ને, તો એ બાજુ ટેન્શન ઓછું થઈ જાય. જેની જોડે ટેન્શન થાય, ઘોડાગાડીવાળા જોડે ટેન્શન થયું હોય, તોય પણ એને પગે લાગીએ તો ટેન્શન બંધ થઈ જાય. આપણે ટેન્શન લઈને શું કામ ઘેર જઈએ ?
પ્રશ્નકર્તા : મનમાં તો એવું કરું છું, દાદા.
દાદાશ્રી : અરે, મનમાં નહિ, આમ કરીએ ‘મિયાં તુમકો સલામ’ એટલે એ ટેન્શન જતું રહે. આપણી ‘સેફસાઈડ” માટે કરવાનું છે ને કે મિયાંભાઈની આબરૂ વધારવા માટે કરવાનું છે ? મિયાંભાઈની આબરૂ તો એની વાઈફ વધારશે. આપણી ‘સેફસાઈડ’ માટે કરવાનું. ‘ટેન્શન’ પછી ઘરમાં લાવીએ તો વધી જાય ઊલટું. બહારથી ‘ટેન્શન’ ઘરમાં ના લાવવું. ત્યાં ને ત્યાં, જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ પતાવવું