________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
નાખે, પણ નીચે અધોગતિમાં લઇ જાય. અરે ભઈ, નીચે લઈ જઈને મુંઝવણ ઉકેલો, એનાં કરતાં તો મુંઝવણ સારી. આ તો સોની નોટ આપી દીધી ને વટાવી ખાધી અને પછી મુંઝવણ દૂર થાય. તો જોડે જોડ સો તો ગયા જ ને. ઊલટી ઘરની મૂડી ખોઇ !
પ્રશ્નકર્તા : પહેલાં આપ એવું બોલ્યા છો કે વિપરીત બુદ્ધિ સંસારમાં હિતકારી છે.
દાદાશ્રી : હા, એટલે અમુક પ્રકારની વિપરીત બુદ્ધિ, આપણું આ જે ભણતર બધું છે ને આટલું કલ્ચર્ડ છે, એ બધુંય વિપરીત બુદ્ધિ જ કહેવાય છે. આમાં સમ્યક બુદ્ધિનો છાંટોય નથી. વિપરીત એટલે આત્માથી વિમુખ કરે, એ બધી જ વિપરીત બુદ્ધિ.
પ્રશ્નકર્તા : પણ સમ્યક બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ, એ બેની વચ્ચેની કઈ બુદ્ધિ ?
દાદાશ્રી : એ બે જ બુદ્ધિઓ. વળી બીજી કઈ ?
પ્રશ્નકર્તા : પણ આપનું એક વાક્ય છે કે સંસારમાં હિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ.
દાદાશ્રી : હા, પણ સંસાર મજબૂત કરે, સંસારમાં હિત કરે એ વિપરીત બુદ્ધિ. સંસારને ઉખેડી નાખે એ સમ્યક બુદ્ધિ. હમણે રિક્ષામાં બેસીને સો રૂપિયાનું પરચુરણ વેરતાં વેરતાં આવો એટલે સમ્યક બુદ્ધિ કહેવાય. કારણ કે લોભ ઓછો થઈ જાય ને ?
પ્રશ્નકર્તા : પણ આ મૂંઝવણોમાં સંસાર રૂડો ચલાવવા માટેની કઈ બુદ્ધિ ?
દાદાશ્રી : એ વિપરીત બુદ્ધિ. આત્મસન્મુખ જે ન કરે, એ બધી વિપરીત બુદ્ધિ. એ દારૂ ચઢેલો જ કહો, દૃષ્ટિ જ ફેર !
પ્રશ્નકર્તા : બુદ્ધિની વિશુદ્ધિની જરૂર ખરી કે બુદ્ધિની જ જરૂરી નથી ?
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : વિશુદ્ધિ કઈ દવાથી કરશો ? એવી કઇ દવા આવે છે કે બુદ્ધિની વિશુદ્ધિ થાય છે ? એ તો જ્ઞાની પુરુષ પાસે જાય અને સાચા જ્ઞાની હોય તો આપણી બુદ્ધિ સમ્યક થાય. આ અત્યારે જે વિપરીત બુદ્ધિ છે ને, તો સમ્યક બુદ્ધિ થાય ને સમ્યક બુદ્ધિ થાય તો એ શુદ્ધિ થઈ. નહીં તો સમ્યક થાય નહીં ને બુદ્ધિ વિપરીત જ રહે.
પ્રશ્નકર્તા : સમ્યક બુદ્ધિ શું છે ?
દાદાશ્રી : સમ્યક બુદ્ધિ તો એવું છે ને, એ સંસ્કારેલી બુદ્ધિ છે. તે સંસ્કારેલી બુદ્ધિ હોતી જ નથી. જ્ઞાની પુરુષ કે અગર કોઈ સદ્દગુરુ હોય, તેની પાસે બેસવાથી એ બુદ્ધિ સમ્યક થાય છે. નહીં તો મિથ્યા જ બુદ્ધિ હોય છે. એટલે આ મિથ્યામાં સુખ છે એવું જ માનનારી બુદ્ધિ હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહી એતે વ્યભિચારિણી !
સંસારી બુદ્ધિ તો રહેવાની જ બધાને. સંસારી બુદ્ધિ ના રહેતી હોય તો તુવેરની દાળ અને કેરીનો રસ બે ભેગું કરી નાખે.
પ્રશ્નકર્તા : એટલે સંસારી બુદ્ધિની પણ જરૂર છે ને ?
દાદાશ્રી : હોય જ, હોય જ એ તો. એટલે હું કઈ બુદ્ધિને ના પાડું છું ? જે ફણગા ફૂટ્યા છે કે, જે કાર્યકારી નથી ને જાગૃતિને નુકસાન કરે છે ઊલટી. જે વગર કામની નુકસાન કરે એ બુદ્ધિ વિકલ્પી કહેવાય. એને કૃષ્ણ ભગવાને વ્યભિચારિણી બુદ્ધિ કહી. બે પ્રકારની બુદ્ધિ કહી, એક વ્યભિચારિણી અને બીજી અવ્યભિચારિણી, જે નુકસાન કરે તે વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. રાત્રે સાડા દસ વાગે ઉઘરાણીની વાત કરી, તે કંઈ કામમાં ના લાગે, હિતકારી હોય નહીં ને સવાર સુધી જાગવું પડે. ઈમોશનલ બધી વાતો ! ઉદ્વેગ થયા કરે એનાથી.
પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, બુદ્ધિ દ્વારા બુદ્ધિથી પર થવાનું છે.
દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ તો બહુ કામ કરે. એ જ્યારથી